તા. ૪ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ કારતક સુદ – ૧૪ મંગળવાર
News of Friday, 22nd May 2026
પડધરીના રામપર પાસે ટ્રેનની ઠોકરે અજાણ્યા યુવાનનું મોત
વાલીવારસ હોય તો પડધરી પોલીસનો સંપર્ક કરવો

રાજકોટ તા. ૨૨: પડધરીના રામપર ગામ નજીક ટ્રેનની ઠોકરે આવી જતાં આજણ્યા આશરે ૩૫ થી ૩૮ વર્ષના યુવાનનું માથા, શરીર ઇજા થવાથી મૃત્યુ થયું છે. આ યુવાને કાળા રંગનો શર્ટ પહેર્યો છે. તસ્વીરમાં દેખાતા મૃતકના કોઇ વાલીવારસ હોય તો પડધરી પોલીસનો મો. ૬૩૫૯૬ ૨૫૭૨૬ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે. યુવાને આપઘાત કર્યો કે અકસ્માતે બનાવ બન્યો? તેની તપાસ પડધરી પોલીસ કરી રહી છે.
(3:48 PM IST)










