News of Monday, 13th July 2026
ગોંડલ રોડ ચોકડી ઓવર બ્રિજ નીચે અજાણ્યા યુવાનનું મોત
હાથ પર ‘મહિરા' ત્રોફાવેલુ છેઃ વાલીવારસ હોય તો આજીડેમ પોલીસનો સંપર્ક કરવો

રાજકોટ તા. ૧૩: શહેરના ગોંડલ રોડ ચોકડીના ઓવર બ્રિજ નીચે સંજય ઓટો મોબાઇલની સામે આવેલા બગીચામાંથી અજાણ્યો આશરે ૩૫ વર્ષનો યુવાન બેભાન હાલતમાં મળી આવતાં સારવાર માટે ખસેડાયો હતો. પરંતુ તેનું મોત થયું હતું. મૃતકના જમણા હાથની કલાઇ ઉપર ‘મહિરા' ત્રોફાવેલુ છે. તેણે પીળુ ટીશર્ટ પહેરેલુ છે. બિમારીથી મોત થયાનું પ્રાથમિક તારણ નીકળ્યું છે. તસ્વીરમાં દેખાતા મૃતકના વાલીવારસ હોય તો આજીડેમ પોલીસનો ૭૪૩૩૮ ૧૪૮૦૮ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે. મૃતદેહને સિવિલ હોસ્પિટલના કોલ્ડ રૂમમાં રાખવામાં આવ્યો છે.
(3:17 PM IST)










