News of Monday, 2nd November 2026
કેન્દ્રીય રાજ્યમંત્રી એસ.પી. સિંહ બઘેલ આજે રાજકોટમાં
મત્સ્યપાલન, પશુપાલન અને ડેરી તથા પંચાયતી રાજ મંત્રાલયના રાજ્યમંત્રી રાજકોટની મુલાકાતે

રાજકોટ : ભારત સરકારના કેન્દ્રીય રાજ્યમંત્રી પ્રો. એસ.પી. સિંહ બઘેલ આજે રાજકોટની મુલાકાતે છે. તેમની ઉપસ્થિતિમાં આજે બપોરે રાજકોટ સ્થિત ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે પત્રકાર પરિષદ યોજાએલ.
પ્રો. એસ.પી. સિંહ બઘેલ ઉત્તર પ્રદેશના આગ્રા લોકસભા મતવિસ્તારનું પ્રતિનિધિત્વ કરતા ભારતીય જનતા પાર્ટીના સાંસદ છે. તેઓ કેન્દ્ર સરકારમાં મત્સ્યપાલન, પશુપાલન અને ડેરી મંત્રાલય તેમજ પંચાયતી રાજ મંત્રાલયના રાજ્યમંત્રી તરીકે જવાબદારી નિભાવે છે. શિક્ષણવિદ્ અને સામાજિક કાર્યકર તરીકે પણ તેમની ઓળખ છે. તેમણે ઉચ્ચ શિક્ષણમાં એમ.એસસી., એલએલ.બી., ઇતિહાસમાં એમ.એ. તથા પીએચ.ડી.ની પદવીઓ પ્રાપ્ત કરી છે.
કેન્દ્ર સરકારમાં મંત્રી તરીકેની જવાબદારી નિભાવતા પ્રો. બઘેલ વિવિધ સરકારી યોજનાઓ અને સંબંધિત ક્ષેત્રોના વિકાસ સાથે જોડાયેલા મુદ્દાઓ સાથે સંકળાયેલા છે.
(11:41 AM IST)










