<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 30th June 2026

બાબા બાગેશ્વરની સનાતન સેતુ હનુમંત કથામાં સ્‍વયંસેવકોની અનન્‍ય સેવા : કિશોર ખંભાયતા

રાજકોટમાં બાબા બાગેશ્વર ધામ દ્વારા સનાતન સેતુ હનુમંત કથાના સફળતાના સાથી સ્‍વયંસેવકોનું સાલ ઓઢાડીને બહુમાન

રાજકોટ : ‘નાત જાત ને તોડો, હિન્‍દુને જોડો'ના એક સૂર સાથે સૌરાષ્‍ટ્ર સનાતન સમિતિ આયોજીત બાબા બાગેશ્વરની સનાતન સેતુ હનુમંત કથાના સેવા પરમો ધર્મ ખરા અર્થમાં સ્‍વયંસેવકો જુદી જુદી કમીટીઓમાં સેવા આપી ખરેખર સાર્થક કર્યું હતું અને કથાને ચાર ચાંદ લગાડી દીધા હતા તેમ કથાના મુખ્‍ય આયોજક શ્રી કિશોરભાઈ ખંભાયતા જણાવ્‍યું હતું.

આ તમામ સમિતિના કાર્યકર્તાઓને સાલ ઓઢાડીનેને બહુમાન કિશોરભાઈ ખંભાયતા(ડુનેક્ષ) પરિવાર દ્વારા સન્‍માન કરવામાં આવ્‍યું હતું.

આ સન્‍માનના કાર્યક્રમમાં : સૌરાષ્‍ટ્ર સનાતન સમિતિ મુખ્‍ય આયોજકો,  સમિતિના અધ્‍યક્ષ,જાણીતા ઉદ્યોગપતિ કિશોરભાઈ ખંભાયતા(ડુનેક્ષ),  ડો.આશિષભાઈ શુકલ, રાજેશભાઈ પિલાઇ, વિક્રમસિંહ પરમાર, રમેશભાઈ શિંગાળા, મંગેશભાઈ દેસાઈ, પરેશભાઈ રૂપારેલીયા, ડેનિશભાઈ આડેસરા વિજયભાઈ પારખીયા , નરેન્‍દ્ર ભાઈ દવેપોતાના પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્‍યું હતું કે સનાતન ધર્મનો ધ્‍વજ સતત લહેરાતો રહે હિન્‍દુ સમાજમાં એકતા સાથે ધર્મમાં વાતાવરણ ઊભું થાય એ આપણો પ્રયત્‍ન કાયમ રહેવો જોઈએ અને કથામાં તમામ સંજોગોએ તન મન ધન થી જે કાર્ય કરી તથા કથાને સફળ બનાવેલ છે તે બદલ સમિતિ બધા જ સેવકો સ્‍વયંસેવકોનો આભાર માનેલ.

(૧) કાર્યાલયની વ્‍યવસ્‍થા, (૨) મુખ્‍ય સ્‍ટેજ વ્‍યવસ્‍થા, (૩) ગ્રાઉન્‍ડ વ્‍યવસ્‍થા, એલીડી સાઉન્‍ડ અને લાઈટ વ્‍યવસ્‍થા, (૪) જાહેર પાણી વ્‍યવસ્‍થા, (૫) મુખ્‍ય એન્‍ટ્રી ગેટ વ્‍યવસ્‍થા, (૫) ઇમરજન્‍સી સેવા (આરોગ્‍ય) : ડોક્‍ટર વ્‍યવસ્‍થા, (૬) ફાયર સેફટી, (૭) ગ્રાઉન્‍ડ સ્‍વચ્‍છતા, (૮) ર્પાકિંગ વ્‍યવસ્‍થા, (૯) પ્રેસ મીડિયા કમિટી, (૧૦) ગ્રાઉન્‍ડ બેઠક વ્‍યવસ્‍થા, (૧૧) સુલભ શૌચાલય વ્‍યવસ્‍થા, તમામ કમિટીના સદસ્‍યોનો સાલ ઓઢાડી બહુમાન કરવામાં આવેલ હતું તેમ અખબારી યાદીમાં જણાવાયું છે.

(2:14 PM IST)