તા. ૪ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ કારતક સુદ – ૧૪ મંગળવાર
News of Friday, 26th June 2026
ભકિતનગર પોલીસ સ્ટેશન હેઠળની ૩૦ સોસાયટીમાં ર૭ જૂન -ર૦૩૧ સુધી અશાંતધારો યથાવત : કોઠારીયામાં અશાંતધારો ર૮ થી લાગુ
કોઠારીયા વોર્ડ નં. ૪- આર.અમે.સી.માં આવે છે ? રાજકોટ સીટી પ્રાંત-રને દસ્તાવેજ મંજુરી અંગે સત્તા સોંપતી સરકાર : આજીડેમ પોલીસ સ્ટેશન હેઠળની તીરૂપતિ સોસાયટી, રણુજાધામ સોસાયટી, ગોકુલ પાર્ક, કૈલાશ ઇન્ઙ એરીયા, જુનુ ગણેશનગર, સનાતન પાર્ક ઉપરાંત શીવધાર પાર્ક, ગણેશનગર, રામનગર સોસાયટી, માધવ રેસીડન્સી સહિતના વિસ્તારો આવરી લેવાયા : કલેકટર ઉપર ગઇકાલે સાંજે નોટીફીકેશન ઉતર્યુ...

રાજકોટ, તા. ર૬ : રાજકોટના ભકિતનગર પોલીસ સ્ટેશન હેઠળની ૩૦ સોસાયટીમાં પાંચ વર્ષ પહેલા અશાંતધારો લાગુ કરાયો હતો, જેમાં દસ્તાવેજની મંજુરીની સત્તા રાજકોટ સીટી પ્રાંત-૧ને સોંપાઇ હતી, આ અશાંતધારાને પાંચ વર્ષ પુરા થાય તે પહેલા રાજકોટ કલેકટર ડો. ઓમ પ્રકાશે સરકારમાં દરખાસ્ત મોકલી હતી, જેને સરકારના મહેસુલ - ગૃહ ખાતાએ મંજુરી આપી અને ભકિતનગર પોલીસ સ્ટેશન હેઠળની તમામ ૩૦ સોસાયટીમાં તા. ર૮ જૂન ર૦ર૬ થી ર૭ જુન ર૦૩૧ સુધી અશાંત ધારો લંબાવાયો છે.
ગુજરાત સરકારે રાજકોટ શહેરના નિર્દિષ્ટ વિસ્તારોમાં હુલ્લડો અને મોબની હિંસાની તીવ્રતા અને સમયગાળાને ધ્યાનમાં લઈને જાહેર કર્યું છે કે આ વિસ્તારો લાંબા સમય સુધી અશાંત રહ્યા છે; તેથી હવે, ગુજરાત પ્રતિબંધિત સ્થાવર મિલકતના સ્થાનાંતરણ અને અશાંત વિસ્તારોમાં પ્રિમિસિસમાંથી કર્તાઓને બહાર કાઢવાથી રક્ષણ અંગેના અધિનિયમ, ૧૯૯૧ (ગુજરાત અધિનિયમ નં. ૧૨ ઑફ ૧૯૯૧)ની કલમ-૩ની ઉપ-કલમ (૧)ના ખંડ (આઇ) દ્વારા મળેલી સત્તાઓનો ઉપયોગ કરીને, ગુજરાત સરકારે નકકી કર્યુ છે કે, ઉક્ત અનુસૂચિમાં સ્તંભ (૩)માં નિર્દિષ્ટ વિસ્તારો (આરએમસી વોર્ડ નં., સિટી સર્વે વોર્ડ નં., શીટ નં./ટીકા નં., ટી.પી.નં., એફ.પી. નં.સી.એસ., નં., રેવન્યુ સર્વે નં. વગેરે સહિત)ને ભકિતનગર પોલીસ સ્ટેશનની અધિકારક્ષેત્ર અંતર્ગત અશાંત વિસ્તારો જાહેર કરવામાં આવે છે.
(ખ) આ અશાંત સમયગાળો ૫ વર્ષ (તા. ૨૮ જૂન ૨૦૨૬ થી ૨૭ જૂન ૨૦૩૧ સુધી) નક્કી કરવામાં આવે છે.
આ અશાંત વિસ્તારોમાં આ સમયગાળા દરમિયાન કરવામાં આવેલા તમામ સ્થાવર મિલકતના સ્થાનાંતરણ અમાન્ય અને રદ્દ ગણાશે. કલેક્ટર, રાજકોટની પૂર્વ મંજૂરી વિના કોઈ મિલકત સ્થાનાંતરિત કરી શકાશે નહીં.
આ ઉપરાંત રાજકોટ કલેકટર દ્વારા રાજકોટ સીટીના વોર્ડ નં. ૪, કોઠારીયા વિસ્તારમાં લાંબા સમય સુધી અશાંત વિસ્તાર જણાતા સરકારમાં અશાંતધારો કોઠારીયા ક્ષેત્રમાં લાગુ કરવા દરખાસ્ત મોકલી હતી, જેને પણ રાજય સરકારે મંજુરીની મહોર મારી કોઠારીયા વિસ્તારોને ર૮ જુન-ર૦ર૬ થી ર૭ જુન ર૦૩૧ સુધી અશાંતધારામાં આવરી લેવાનું જાહેર કર્યુ છે, ભકિતનગર અને કોઠારીયા બંને વિસ્તાર અંગે ગઇકાલે સાંજે સરકાર નોટીફીકેશન જાહેર કરી કલેકટરને જાણ કરી દીધી છે, કોઠારીયા, વિસ્તારમાં જે સોસાયટીઓમાં, વિસ્તારોમાં અશાંતધારો લાગુ કરાયો તેમાં દસ્તાવેજ મંજુરીની સત્તા રાજકોટ સીટી પ્રાંત-રને સરકારને સોંપી છે.
સરકારે કોઠારીયા વિસ્તાર અંગે જાહેર કર્યુ છે. (ક) ઉક્ત અનુસૂચિમાં નિર્દિષ્ટ વિસ્તારોને આજી ડેમ પોલીસ સ્ટેશનની અધિકારક્ષેત્ર અંતર્ગત અશાંત વિસ્તારો જાહેર કરવામાં આવે છે.
(ખ) આ અશાંત સમયગાળો ૫ વર્ષ (તા. ૨૮ જૂન ૨૦૨૬ થી ૨૭ જૂન ૨૦૩૧ સુધી) નક્કી કરવામાં આવે છે.
આ અશાંત વિસ્તારોમાં આ સમયગાળા દરમિયાન કરવામાં આવેલા તમામ સ્થાવર મિલકતના સ્થાનાંતરણ અમાન્ય અને રદ્દ ગણાશે. કલેક્ટર, રાજકોટની પૂર્વ મંજૂરી વિના કોઈ મિલકત સ્થાનાંતરિત કરી શકાશે નહીં.
કોઠારીયા-આજીડેમ પોલીસ સ્ટેશન હેઠળની તીરૂપતિ સોસાયટી, રણુજાધામ, સોસાયટી, ગોકુલ પાર્ક, કૈલાસ ઇન્ડસ્ટ્રીયલ એરીયા, જુનુ ગણેશનગર, સનાતન પાર્ક, શીવધાર પાર્ક, ગણેશનગર, રામનગર સોસાયટી, માધવ રેસીડેન્સી સહિતના કુલ રર થી રપ જેટલા વિસ્તારો આવરી લેવાયા છે.
જયારે ભકિતનગરની ૩૦ સોસાયટીમાં ફરી અશાંત ધારો લાગુ કરાયો તેમાં તિરૂપતિ, નીલકંઠ પાર્ક, મેહુલનગર, દેવપરા, ગોકુલનગર, મેઘાણીનગર, કેદારનાથ, સૂર્યોદય, સોરઠીયાવાડી વિસ્તાર, વિવેકાનંદ, પુનિત સોસાયટી, પટેલનગર, મહેશ્વરી, પરસાણા, નવદુર્ગા, રાધાકૃષ્ણનગર, મારૂતીનગર વિગેરેનો સમાવેશ થાય છે.
(3:07 PM IST)










