News of Tuesday, 3rd November 2026
મેટોડામાં યુપીના યુવાનનો ફોન હેક કરી ૯૮ હજાર ઉપાડી લેવાયા
ઓટીપી કે મંજૂરી વગર ખાતામાંથી બે એકાઉન્ટમાં યુપીઆઇ દ્વારા રકમ ટ્રાન્સફર કરનાર સાયબર ગઠીયા સામે મેટોડા પોલીસમાં ગુનો

રાજકોટ તા. ૩ :.. મેટોડા જીઆઇડીસીમાં રહેતા યુપીના શ્રમિકના ફોન હેક કરી સાયબર ગઠીયાએ રૂા. ૯૮ હજાર ઉપાડી લીધાની મેટોડા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાઇ છે.
આ મામલે મેટોડા જીઆઇડીસી પોલીસે ગેઇટ નં. ૩ માં શકિત કંપનીની ઓરડીમામં રહી નોકરી કરતાં મુળ યુપીનાં નિરંજન હુકુમચંદ નિષાદ (ઉ.ર૩) ની ફરીયાદ પરથી અજાણ્યા શખ્સો સામે ગુનો દાખલ કરી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
નિરંજને ગઇ તા. ૩૧ તેના ફોનમાં પ્લે-સ્ટોર એપમાંથી અપડેટ આપતા ગમે તે રીતે આરોપીએ તેનો ફોન હેક કરી ઓ. ટી. પી. કે કોઇપણ મંજૂરી વગર તેના ખાતામાંથી યુપીઆઇ દ્વારા બે ટ્રાન્ઝેકશન કરી રૂા. ૯૮ હજાર બે ખાતામાં ટ્રાન્સફર કરી સાયબર ફોડ કર્યુ હતું. હાલ પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.
(3:47 PM IST)










