<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 5th June 2026

વાલ્મિકી સમાજ દ્વારા રવિવારે વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટનું વિતરણ અને નવા ચુંટાયેલા સભ્યોનું સન્માન

રાજકોટ,તા.૫: વાલ્મિકી સમાજ રાજકોટ દ્વારા તા.૭ના રવિવારે વાલ્મિકી સમાજના વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ વિતરણનો કાર્યક્રમ યોજેલ છે.

૯-પરસાણાનગર, મહાદેવ મંદીરની પાસેના મેદાન, જામનગર રોડ ખાતે યોજાયેલ આ સમારોહ દરમિયાન વિદ્યાર્થીઓને સ્કૂલ બેગ, નોટબૂક તેમજ કંપાસ બોકસ સહીતની શૈક્ષણિક કીટનું નિઃશુલ્ક વિતરણ કરશે. જેનો ૮૦૦થી વધૂ વિદ્યાર્થીઓ લાભ લેશે.

ઉપરાંત આ અવસરે સૌરાષ્ટ્ર મહાનગરપાલિકા અને નગરપાલિકામાંથી ચૂંટાયેલા વાલ્મિકી સમાજના સભ્યોનું સન્માન કરાશે. ભાવનગર મહાપાલિકાના જયકિશનભાઈ શાવલીયા, ગોંડલ મહાપાલીકાના શૈલેષભાઈ ગોરી, સુરેન્દ્રનગર મહાપાલિકાના શ્રીમતી દિવ્યાબેન સિયાવડા, પોરબંદર મહાપાલીકાના યોગેશભાઈ પૂનાલી, બોટાદ મહાપાલીકાના ભરતભાઈ વાઘેલા, ભાવનગર મહાપાલીકાના શ્રીમતી રેખાબેન બારૈયા, મોરબી મહાપાલીકાના શ્રીમતી શીતલબેન વાઘેલા, ખંભાળીયા મહાપાલીકાના શ્રીમતી પુષ્પાબેન વાઘેલાનું સન્માન કરાશે.

સમારોહના ઉદ્ઘાટક તરીકે શહેરી વિકાસમંત્રી શ્રીમતી દર્શનાબેન વાઘેલા, મુખ્ય અતિથિ તરીકે રાજકોટના સાંસદ પરષોત્તમભાઈ રૂપાલા, મેયર નેહલભાઈ શુકલ, ધારાસભ્યો સર્વશ્રી દર્શિતાબેન શાહ, ઉદયભાઈ કાનગડ, ભાનુબેન બાબરીયા, રમેશભાઈ ટીલાળા ઉપસ્થિત રહેશે.

તસ્વીરમાં અકિલા ખાતે વિગતો વર્ણવતા મુકેશભાઈ પરમાર, અજયભાઈ વાઘેલા, યતિત વાઘેલા, કીરીટ વાઘેલા, જગદીશભાઈ સોલંકી, દિલીપભાઈ વાઘેલા, દિપકભાઈ વાઘેલા, પિન્ટુ પુરબીયા, યૌવન મેવાડા, વિક્રમગોરી, મનોજભાઈ વાઘેલા, મથુર નારોલા, કપિલ વાઘેલા, ગીરીશ બારૈયા, રામ પરમાર, ગિરધર વાઘેલા, અરવિંદભાઈ રાઠોડ, લલિત પરમાર, કમલેશ મકવાણા, કૌશીક સોઢા, સુશિલ લઢેર, ભરતભાઈ બારૈયા, પિલુ વાઘેલા, ગૌતમ વાઘેલા, ભરતભાઈ મેવાડા નજરે પડે છે.(તસ્વીરઃ  સંદીપ બગથરીયા)

(2:55 PM IST)