તા. ૧૦ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો વદ – ૩ બુધવાર
News of Friday, 23rd October 2026
કુર્મી ક્ષત્રીય મહાસભાના ગુજરાતના મંત્રી તરીકે વસંતભાઇ લીંબાસિયા

રાજકોટ, તા.૨૩: અખિલ ભારતીય કુર્મી ક્ષત્રીય મહાસભાના રાષ્ટ્રીય અધ્યક્ષ ડો. વિજયસિંહ નિરંજનના માર્ગદર્શન હેઠળ સંસ્થાના પ્રદેશ પ્રમુખ ગોપાલભાઇ પી. વસ્તરપરા અને મહામંત્રી આશિષકુમાર બી. પટેલએ ગુજરાત પ્રદેશ મંત્રી તરીકે રાજકોટના જાણીતા પાટીદાર અગ્રણી શ્રી વસંતભાઇ એન લીંબાસીયા (મો. ૯૯૨૫૦ ૧૩૨૧૫)ની નિમણૂક કરી છે. આ સંસ્થા ખેતી સાથે જોડાયેલા લોકોનું સંગઠન છે. શ્રી વસંતભાઇ લીંબસિયા મૂળ ટંકારા પાસેના કાગદડીના વતની છે. ત્યાં વર્ષો સુધી સરપંચ તરીકે સેવા આપી હતી.
તેઓ શ્રી સ્વામિનારાયણ ગુરૂકુળ રાજકોટના પૂર્વ વિદ્યાર્થી અને સંતોના અસીમ કૃપાપાત્ર છે. વૃંદાવન ડેરી તેમનું વ્યવસાયિક સોપાન છે. મોરબી રોડ પર નિર્માણ પામેલ કન્યા ગુરૂકુળના તેઓ ભૂમિદાતા છે. સરહદે શહીદ થતા સૈનિકોના પરિવારો અને ખેતી વિષયક કારણસર આપઘાત કરતા ખેડૂતોના પરિવારોને ઉપયોગી થવા તેમણે વૃંદાવન ફાઉન્ડેશનની સ્થાપના છે. કુર્મી ક્ષત્રીય મહાસભાના પ્રદેશ મંત્રી તરીકે તેઓ ખેતી ક્ષેત્રે યોગદાન આપવા માંગે છે.
(10:08 AM IST)










