<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 27th April 2026

રાજકોટમાં પરિણામ પહેલા જ ભાજપમાં ‘વિજયી' ઉત્‍સાહ! વોર્ડ નં. ૮ અને ૯ના કાર્યાલયોમાં આતશબાજી

મતદાન સંપન્ન થયા બાદ કાલે આવનારા પરિણામો પૂર્વે જ થયેલી આ ઉજવણી રાજકીય ચર્ચાનો વિષય બન્‍યો

રાજકોટઃ રાજકોટમાં મતદાન પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે સંપન્ન થયા બાદ હવે શહેરનું રાજકીય તાપમાન પરિણામના દિવસને લઈને ચરમસીમા પર છે. કાલે આવનારા ચૂંટણી પરિણામોની સૌ કોઈ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે, ત્‍યારે આ વચ્‍ચે વોર્ડ નંબર ૮ અને ૯ ના ભાજપ કાર્યાલયોમાં  મતદાન પૂર્ણ થયા બાદ આતશબાજી અને ફટાકડા ફોડી કરવામાં આવતા ગલિયારાઓમાં અનેક તર્ક-વિતર્ક સર્જ્‍યા છે. આ અંગે લોકમુખે ચર્ચાતી વિગતો મુજબ મતદાન પૂર્ણ થયા બાદ તરત જ, રાજકોટના વોર્ડ નંબર ૮ અને ૯ ના ભાજપના કાર્યાલયોમાં કાર્યકરો દ્વારા ફટાકડા ફોડીને ઉત્‍સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. જ્‍યારે આવતીકાલે મતગણતરી થવાની છે અને પરિણામો જાહેર થવાના છે, ત્‍યારે એક દિવસ અગાઉ જ થયેલી આ ઉજવણીએ રાજકીય વિશ્‍લેષકોનું ધ્‍યાન ખેંચ્‍યું છે. લોકચર્ચાનું કેન્‍દ્ર આ પ્રકારની ઉજવણીને કારણે લોકોમાં એક જ સવાલ ઉઠી રહ્યો છે કે શું આ ભાજપનો અગાઉથી નક્કી કરેલો આત્‍મવિશ્વાસ છે કે પછી માત્ર કાર્યકરોનો ઉત્‍સાહ? શું તેમને પરિણામો વિશે કોઈ પૂર્વ સંકેત મળી ગયો છે?

રાજકોટના રાજકીય વાતાવરણમાં અત્‍યારે સસ્‍પેન્‍સનો માહોલ છે. એક તરફ રાજકીય પક્ષો પોતપોતાના દાવાઓ કરી રહ્યા છે, તો બીજી તરફ સામાન્‍ય નાગરિકો પણ આતશબાજીના દ્રશ્‍યો જોઈને આヘર્યચકિત છે. શું આ ઉજવણી માત્ર પક્ષના કાર્યકરોનો ઉત્‍સાહ છે કે પછી આવતીકાલના પરિણામો તરફનો એક ઈશારો, તે તો હવે આવતીકાલે મતગણતરીના આંકડા જ સ્‍પષ્ટ કરશે. 

(3:28 PM IST)