News of Friday, 3rd July 2026
વિક્રાન એન્જીનીયરીંગની ઉંચી ઉડાનઃ કરોડો રૂપિયાનાં ઓર્ડરો પ્રાપ્ત થયાઃ સોલાર ક્ષેત્રમાં ડંકા વગાડી દીધા
કંપનીના સીએમડી રાકેશ માર્ખેડકર રાજકોટમાં: પત્રકારો સાથે વાતચીત : વિક્રાન એન્જિનીયરીંગ વિવિધતાસભર EPC પોર્ટફોલિયો ધરાવે છે, જેમાં વીજ ટ્રાન્સમિશન અને વિતરણ, એકસ્ટ્રા હાઈ વોલ્ટેજ EHV સબસ્ટેશનો, પાણીનું માળખું, રેલ્વેનું વીજળીકરણ અને અક્ષય ઉર્જાની કામગીરી સામેલ છે

રાજકોટ, તા.૦૩: ભારતની વિકસીત એન્જિનીયરિંગ, પ્રોકયોરમેન્ટ એન્ડ કન્સ્ટ્રક્શન (EPC) કંપનીઓ પૈકીની એક વિક્રાન એન્જિનીયરિંગ લિમિટેડ ભારતના માળખાગત અને અક્ષય ઊર્જાનાં ક્ષેત્રોમાં પોતાની સ્થિતિ મજબૂત કરી રહી છે, જેને કંપનીની મજબૂત ઓર્ડર બુક, વિવિધ પ્રકારના પ્રોજેક્ટના પોર્ટફોલિયો અને કામ પૂર્ણ કરવાના મજબૂત ટ્રેક રેકોર્ડની પીઠબળ છે. મીડિયા સાથે સંવાદમાં કંપનીએ પોતાની લાંબા ગાળાની વ્યૂહરચના વહેંચી હતી, જેમાં એન્જિનીયરિંગ કુશળતા, શિસ્તબદ્ધ અમલીકરણ અને સતત મૂલ્ય સર્જન પ્રત્યે પોતાની કટિબદ્ધતા દર્શાવી હતી.
આ સંવાદ પછી કંપનીએ તાજેતરમાં ૯૬૯ MW AC સૌર પાવર પ્રોજેક્ટના વિકાસ માટે ઈં ૩,૫૧૭.૯૮ કરોડનો સીમાચિホરૂપ એન્જિનીયરિંગ, પ્રોકયોરમેન્ટ એન્ડ કન્સ્ટ્રક્શન (EPC) કોન્ટ્રાક્ટ હાંસલ કર્યો એની જાહેરાત કરી હતી. આ કોન્ટ્રાક્ટથી કંપનીની મોટા પાયે અક્ષય ઊર્જાની માળખાગત સુવિધા ઊભી કરવાની તેની ક્ષમતા વધારે મજબૂત થઈ છે. આ મહત્વપૂર્ણ સીમાચિホની સાથે વિક્રાન એન્જિનીયરિંગે NOPL સોલર પ્રોજેક્ટ્સમાં ૧૦૦ ટકા ઇક્વિટી હિસ્સાની ખરીદી પણ પૂર્ણ કરી છે, જેથી તેની કામગીરી પૂર્ણ કરવાની ક્ષમતા વધારે મજબૂત થઈ છે અને લાંબા ગાળાના પ્રોજેક્ટની વિઝિબિલિટી વધી છે.
વ્યવસાયમાં આ મજબૂત વેગને પ્રતિબિંબિત કરે છે - વિક્રાન એન્જિનીયરિંગની રૂ.૭૬,૪૦૦ કરોડથી વધારાની ઓર્ડર બુક. એનાથી કંપનીની આવકમાં વધારાનું અનુમાન મળે છે અને કંપનીની સતત, શિસ્તબદ્ધ વળદ્ધિની ફરી પુષ્ટિ થાય છે.
વિક્રાન એન્જિનીયરિંગ વિવિધતાસભર EPC પોર્ટફોલિયો ધરાવે છે, જેમાં વીજ ટ્રાન્સમિશન અને વિતરણ, એક્સ્ટ્રા હાઈ વોલ્ટેજ (EHV) સબસ્ટેશનો, પાણીનું માળખું, રેલવેનું વીજળીકરણ અને અક્ષય ઊર્જાની કામગીરી સામેલ છે. કંપની સમગ્ર ભારતમાં સરકારી અને ખાનગી ક્ષેત્રના ક્લાયન્ટ માટે સંપૂર્ણ એન્જિનીયરિંગ સમાધાનો આપે છે. તેની એન્જિનીયરિંગ અને ડિઝાઇનથી લઈને ખરીદી, નિર્માણ, પરીક્ષણ અને પ્રોજેક્ટ શરૂ કરવા સુધીની સંપૂર્ણ ક્ષમતાઓ ગુણવત્તા, સલામતી અને કાર્યકારી કાર્યદક્ષતાના સર્વોચ્ચ માપદંડો જાળવીને કંપનીને સતત જટિલ માળખાગત પ્રોજેક્ટ પૂર્ણ કરવા સક્ષમ બનાવે છે.
આ અંગે વિક્રાન એન્જિનીયરિંગ લિમિટેડના સીએમડી શ્રી રાકેશ માર્ખેડકરે કહ્યું હતું કે કંપની સૌર વીજ પ્રોજેક્ટને સફળતાપૂર્વક શરૂ કરીને પોતાની અક્ષય ઊર્જા સાથે સંબંધિત કામગીરીની ક્ષમતાને મજબૂત કરી રહી છે અને સાથે સાથે, યુટિલિટી સ્કેલ પર EPC પોર્ટફોલિયો વધારી પણ રહી છે. સંપૂર્ણ એન્જિનીયરિંગ કુશળતા અને મજબૂત અમલીકરણ માળખાનાં પીઠબળ સાથે વિક્રાન એન્જિનીયરિંગ ભારતમાં ઝડપથી થઈ રહેલા માળખાગત વિકાસ અને સ્વચ્છ ઊર્જા તરફની આગેકૂચમાં સહયોગ આપવાની શ્રેષ્ઠ સ્થિતિમાં છે
(10:52 AM IST)










