<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 13th November 2026

અમૃત સાગર પાર્ટી પ્‍લોટમાં વિરપુરધામ બનાવાયુ

શ્રી રઘુવંશી યુવા ગ્રુપ વોર્ડ નં.૧૦ દ્વારા સતત ૨૦માં વર્ષે જલારામ જયંતિ મહોત્‍સવનું આયોજન ૧૦થી ૧૨ હજાર ભાવિકો મહાપ્રસાદનો લાભ લેશે, વડીલો માટે અલાયદી વ્‍યવસ્‍થા, સીંગતેલમાં રસોઇ બનાવશે

રાજકોટઃ શ્રી રઘુવંશી યુવા ગ્રુપ, વોર્ડ નં.૧૦ દ્વારા આ વર્ષે પરમ પૂજ્‍ય સંત શિરોમણી શ્રી જલારામ બાપાની ૨૨૭મી જન્‍મજયંતિ તા.૧૬, સોમવારના રોજ અમૃત સાગર પાર્ટી પ્‍લોટ ખાતે ઉજવણી કરવામાં આવશે.

આ પ્રસંગે સાજે ૬:૩૦ કલાકે મહાઆરતી, ત્‍યારબાદ સાંજે ૭ કલાકથી ભજન સંધ્‍યા તથા મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્‍યું છે.

ભજન સંધ્‍યામાં ગાયક કલાકારો તરીકે શ્રી મુન્નાભાઇ ઠક્કર, શ્રી આશિતભાઇ સોનપાલ, શ્રી હિનાબેન કોટડિયા, શ્રી મયુર કોટકઘ શ્રી મયુરીબેન ભાલારા તથા શ્રી હરિતાબેન ચંદારાણા દ્વારા ભજનની સુંદર પ્રસ્‍તુતિ કરવામાં આવશે. કાર્યક્રમનું એન્‍કરિંગ મીનલબેન સોનપાલ દ્વારા કરવામાં આવશે તથા સંગીત મનોજ-વિમલ (ગુજરાતી ફિલ્‍મ મ્‍યુઝિક ડિરેકટર) દ્વારા આપવામાં આવશે.

મહાપ્રસાદમાં સિનિયર સિટીઝન માટે વિશેષ વ્‍યવસ્‍થા કરવામાં આવશે. જેમાં સિનિયર સિટીઝનને ટેબલ-ખુરશી પર બેસાડીને પ્રસાદ આપવામાં આવશે. પ્રસાદની તમામ રસોઇ મિનરલ વોટરમાં બનાવવામાં આવશે. પ્રસાદમાં ચોખા ઘીની બુંદી, ગાંઠિયા, કઢી, ખીચડી, બાજરાના રોટલા, સિંગતેલમાં બનાવેલ શાક તથા સંભારો પીરસવામાં આવશે.

કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે રાજકોટ શહેર ભાજપ પ્રમુખ શ્રી માધવભાઇ દવે, મેયર ડો. નેહલભાઇ શુક્‍લ, ડેપ્‍યુટી મેટર શ્રીમતી દક્ષાબેન વસાણી, રાજકોટ લોહાણા મહાજનના પ્રમુખ શ્રી રાજુભાઇ  પોબારુ, કારોબારી પ્રમુખ ડો. નિશાંતભાઇ ચોટાઇ, રાજકોટ શહેર ભાજપ મહિલા મોરચાના પૂર્વ પ્રભારી શ્રીમતી અંજલીબેન રૂપાણી, પૂર્વ શહેર ભાજપ પ્રમુખ તથા રઘુવંશી અગ્રણી શ્રી કમલેશભાઇ મીરાણી, કોર્પોરેટર વોર્ડ નં. ૧૦ શ્રીમતી નિતાબેન કમલેશભાઇ લાલ તેમજ ડીએમએલ ગ્રુપના ચેરમેન અને રઘુવંશી અગ્રણી શ્રી હરિશભાઇ લાખાણી, રઘુવંશી અગ્રણી શ્રીમતી કાશ્‍મીરાબેન નથવાણી સહિતના ઉપસ્‍થિત રહેશે.

કાર્યક્રમને સફળ બનાવવા માટે પ્રમુખ પરેશ તન્ના, બીપીન પોપટ, ભરત સેતા, ભાવેશ પોપટ, પરેશ આર. તન્ના, પ્રદીપ રાજવીર, ચેતન તન્ના, યશવંત જોબનપુત્રા, હરિશ દત્તાણી, જય અમલાણી, રાકેશ અમલાણી, નિલેશ કોટક, ડો. પ્રણવ ઉનડકટ, બિપિન પુજારા, નિલેશ રાયચુરા, મુન્નાભાઇ ઠક્કર, ગોૈતમ સોમૈયા, મિતેશ પુજારા, બીપીનભાઇ રાજાણી, નીરવ ગોકાણી વગેરે કાર્યકરો જહેમત ઉઠાવી રહ્યા છે. તમામ જલારામ ભક્‍તોને મહાઆરતી, ભજન સંધ્‍યા તથા મહાપ્રસાદનો લાભ લેવા શ્રી રઘુવંશી યુવા ગ્રુપ, વોર્ડ નં. ૧૦ દ્વારા આમંત્રણ અપાયું છે.

અકિલાના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા સાથે તસ્‍વીરમાં રઘુવંશી યુવા ગ્રુપ વોર્ડ નં.૧૦ના પ્રમુખ પરેશ તન્ના, પ્રભુદાસભાઇ જોબનપુત્રા, નિલેશભાઇ રાયચુરા, ચેતનભાઇ તન્ના, નિલેશભાઇ કોટક, મિતેશ પુજારા, હર્ષીલ તન્ના, બીંદીયાબેન અમલાણી, સંગીતાબેન સેતા નજરે પડે છે. (તસ્‍વીરઃ અભિજીત બગથરીયા)

(3:46 PM IST)