<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 13th July 2026

મુરઘા-પેંડા ગેંગની ગેંગવોરના ગુનામાં ફરાર મધ્‍યપ્રદેશનો વિશ્વરાજસિંહ ઉર્ફે દાદુ પકડાયો

એલસીબી ઝોન-૧ના પીએસઆઇ મોવલીયાની ટીમના મનરૂપગીરી, જગદીશસિંહ, મહાવીરસિંહ, રવિરાજભાઇએ ગવરીદળ પાસેથી પકડયો

રાજકોટ તા. ૧૩: શહેરના વિદ્યાનગર મેઇન રોડ પર મુરઘાગેંગ અને પેડાગેંગ વચ્‍ચે થયેલી ગેંગવોર-ફાયરીંગના ગુનામાં ફરાર મધ્‍યપ્રદેશના શખ્‍સને ગવરીદળ ગામ પાસેથી એલસીબી ઝોન-૧ ટીમે પકડી લઇ કાર્યવાહી કરી છે.

અલગ અલગ ગુનામાં ફરાર શખ્‍સોને શોધી કાઢવાની ઝુંબેશ અંતર્ગત એલસીબી ઝોન-૧ ટીમ પેટ્રોલીંગમાં હતી ત્‍યારે એએસઆઇ મનરૂપગીરી ગોસ્‍વામી, હેડકોન્‍સ. જગદીશસિંહ પરમાર, કોન્‍સ. મહાવીરસિંહ ચુડાસમા અને રાજવીરભાઇ પટગીરને બાતમી મળી હતી કે એ-ડિવીઝન પોલીસમાં નોંધાયેલા મુરઘાગેંગ, પેંડાગેંગના ગેંગવોરના ગુનામાં જેનું નામ ખુલ્‍યું હતું તે વિશ્વરાજસિંહ ઉર્ફે દાદુ ઠાકુર પૃથ્‍વીરાજસિંહ રાઠોડ (રહે. પીપલીયાવાટ ગામ, સોૈરવા થાના તા. સોૈડવા જી. અલીરાજપુર મધ્‍યપ્રદેશ) ગવરીદળ ગામમાં આવ્‍યો છે. આ માહિતીને આધારે તેને પકડી લીધો હતો.

નવ મહિના પહેલા મનહરપ્‍લોટ વિદ્યાનગર મેઇન રોડ પર ગેંગવોર થઇ હતી. જેમાં હથીયાર સપ્‍લાયર તરીકે આ શખ્‍સનું નામ ખુલતાં તે સતત ફરાર હતો. આ  અંગેની વિશેષ તપાસ એસઓજી દ્વારા થઇ રહી છે. પોલીસ કમિશનર બ્રજશેકુમાર ઝા, જેસીપી ચૈતન્‍ય મંડલિક, ડીસીપી ઝોન-૧ હેતલ પટેલની સુચના અંતર્ગત પીએસઆઇ એમ. કે. મોવલીયા, એએસઆઇ મનરૂપગીરી ગોસ્‍વામી, હરેશભાઇ પરમાર, હેડકોન્‍સ. હિતેન્‍દ્રસિંહ ઝાલા, હિતેષભાઇ પરમાર, નરેન્‍દ્રભાઇ ગઢવી, જગદીશસિંહ પરમાર, કોન્‍સ. મહાવીરસિંહ ચુડાસમા, રવિરાજભાઇ પટગીર, નિખીલભાઇ પીરોજીયાએ આ કામગીરી કરી હતી. 

(4:02 PM IST)