<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 20th November 2026

ઓલ ઇન્‍ડિયા વુમન્‍સ કોન્‍ફરન્‍સ શતાબ્‍દી વર્ષ નિમિત્તે રવિવારે દેશભરમાં વોકાથોનનો કાર્યક્રમ

શ્રીમતી ભાવના જોશીપુરા દિલ્‍હી ખાતે રેલીમાં નેતળત્‍વ કરશે

રાજકોટઃ તા.ર૦,દેશના સૌથી જૂના અને વિશાળ મહિલા સંગઠન ઓલ ઇન્‍ડિયા વુમન્‍સ કોન્‍ફરન્‍સના શતાબ્‍દી વર્ષ નિમિત્તે મહિલા સશક્‍તિકરણ સુરક્ષા અને જાગળતિના વિવિધ આયામોને આવરી લઈ કાર્યક્રમો ચાલી રહેલ છે તેના ભાગરૂપે રવિવારે તા. ૨૨મી નવેમ્‍બર ના રોજ દેશના તમામ રાજ્‍યોમાં આવેલી ઓલ ઇન્‍ડિયા વુમન્‍સ કોન્‍ફરન્‍સની શાખાઓમાં મહિલા સશક્‍તિકરણ, સર્વ ક્ષેત્રિય સહભાગીતા, સુરક્ષા સહિતના આયામોને કેન્‍દ્રમાં રાખી અને વોકાથોન દ્વારા વિવિધ ક્ષેત્રના અગ્રણી બહેનો જાગળતિ પ્રેરક પ્‍લે કાર્ડ અને બેનર સાથે માર્ચ કરશે. ઓલ ઇન્‍ડિયા વુમન્‍સ કોન્‍ફરન્‍સના નેશનલ ટ્રેઝરર અને રાજકોટના પ્રથમ મહિલા મેયર શ્રીમતી ભાવના જોશીપુરા, રાષ્‍ટ્રીય અધ્‍યક્ષ શ્રીમતી કુલજીત કોર અને મહામંત્રી શ્રીમતી રેહાના બેગમ સાથે દિલ્‍હી ખાતે આયોજિત કાર્યક્રમની આગેવાની લેશે.

રાજકોટ ખાતે જામ ટાવર નજીક આવેલ ર્વકિંગ વિમેન્‍સ હોસ્‍ટેલ પરિસર થી ૨૨મીએ સવારે ૭:૩૦ કલાકે વોકાથોનનું આયોજન કરાયું છે. રાજકોટના કાર્યક્રમમાં અગ્રણી મહિલા વકીલો, મહિલા તબીબો, સુરક્ષા ક્ષેત્રે કાર્યરત બહેનો, મહિલા અને બાળ વિકાસ, મહિલા પોલીસ સ્‍ટેશન કાર્યરત મહિલા અધિકારી, અખિલ હિન્‍દ મહિલા પરિષદ શાખાના હોદ્દેદારો, સ્‍વૈચ્‍છિક સેવા સંસ્‍થા બહેનો જોડાનાર છે.

ઓલ ઇન્‍ડિયા વુમન્‍સ કોન્‍ફરન્‍સના પ્રથમ અધ્‍યક્ષ તરીકે વડોદરા રાજ્‍યના તત્‍કાલીન મહારાણી ચીમનાબાઈ ગાયકવાડ (૧૯૨૭)હતા. ઉપરાંત હંસા જીવરાજભાઈ મહેતા,(MS University કુલપતિ) પણ હતા.

રાજકોટ શાખાની સ્‍થાપના ૧૯૬૩ માં શ્રીમતી હરગંગાબેન દેસાઈ દ્વારા કરવામાં આવી હતી. રેલીના અંતે મહિલા સશક્‍તિકરણ જાગળતિ અર્થે પ્રતિજ્ઞા વાંચન શપથગ્રહણ થશે.

(3:52 PM IST)