News of Friday, 13th November 2026
લક્ષ્મીજીનું સ્વાગત

બેટી ! આ શું કરી રહી છો? સવારના પહોરમાં ! વ્હેલી સવારે !
મા ! હું આ રંગોળી રચી રહી છું, હા, રંગોળી પૂરી રહી છું !
કેમ રંગોળી? શા માટે રંગોળી ? એવું શું છે આજે ? કહો
મા! આજે નવ વર્ષનો પ્રારંભ છે ! નવા વર્ષનો પ્રથમ દિન
હા, અને આ દીવડા કેમ? પ્રગટાવ્યા છે કેમ આટલા દીવડા?
તે પણ મા! એટલા માટે જ કે આજે વર્ષનો પ્રારંભ છે, હા પ્રારંભ!
નવા વર્ષના પ્રારંભે આ રંગોળી કેમ? અને આટલા દીવડા કેમ?
અરે મા! મારી વાત સાંભળ ! શ્રવણ કરો મારી વાત ! શ્રવણ કરો !
આજે આપણે ઘેર લક્ષ્મીજી પધારવાના છે, હા લક્ષ્મીજી પધારશે!
લક્ષ્મીજીના સ્વાગત માટે આ રંગોળી અને આ દીવડા અપાર !
:: આલેખન :: ભાણદેવ મો. ૮૮૪૯૪ ૩૭૩૪૭
(12:08 PM IST)










