<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 14th September 2026

સહેલી લેડીઝ કલબ દ્વારા ૨૦ મીએ ‘વેલકમ નવરાત્રી' : એક દિવસીય રાસોત્‍સવ યોજાશે

 

રાજકોટ તા. ૧૪ : સહેલી લેડીઝ કલબ દ્વારા આગામી તા. ૨૦ ના રવિવારે વેલકમ નવરાત્રીનું આયોજન કરાયુ છે.

સેન્‍ટ ગાર્ગી સ્‍કુલ, ર-સુભાષનગર, આમ્રપાલી ફાટક પાસે, રૈયારોડ ખાતે તા. ૨૦ના રવિવારે બપોરે ૩ થી ૭ આયોજીત આ એક દિવસીય વેલકમ નવરાત્રીમાં ૩ થી ૧૦ વર્ષ, ૧૧ થી ૧૮ વર્ષ, ૧૯ થી ૪૦ વર્ષ અને ૪૦ થી ઉપરની વય એમ પાંચ ગ્રુપમાં લેડીઝ જેન્‍ટસ ભાગ લેશે.

દરેક ગ્રુપના ખેલૈયાઓને લાખેણા ઇનામો ઉપરાંત શ્‍યોર ગીફટ અપાશે. વધુ માહિતી માટે મો.૯૯૨૪૭ ૫૩૭૨૨ ઉપર સંપર્ક કરવા જણાવાયુ છે.

સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા જીતા દતાણી, તૃપ્‍તિ મકવાણા, જયોતિ પોરીયાના માર્ગદર્શન હેઠળ જહેમત ઉઠાવવામાં આવી રહી છે. (તસ્‍વીર : સંદીપ બગથરીયા)

(2:52 PM IST)