News of Thursday, 5th November 2026
વિશ્વકર્મા વિશ્વ દ્વારા વોટસએપ આધારીત ઘર રંગોળી સ્પર્ધા

રાજકોટ : અહીંથી પ્રસિદ્ધ થતા કલા-કારીગરી, કૌશલ્ય અને સાહિત્યને ઉજાગર કરતા વિશ્વકર્મા પરિવારના મલ્ટીમીડિયા મેગેઝીન ‘વિશ્વકર્મા વિશ્વ' દ્વારા પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ વિશ્વકર્મા પરિવારના ભાઈ-બહેનો માટે વોટસએપ આધારીત ‘ઘર રંગોળી સ્પર્ધા'નું આયોજન કરવામાં આવ્યું હોવાનું શ્રી પ્રવિણ ગજ્જર જણાવે છે. સ્પર્ધકોએ દીપોત્સવી પર્વ નિમિત્તે ઘર આંગણે બનાવેલ રંગોળીનો ટોપ એંગલથી ફોટો પાડી વોટસએપ નં. ૯૦૯૯૯ ૪૯૫૬૫ પર મોકલી તુરંત ફોન કરવો. સ્પર્ધકે રંગોળી બેસતા વર્ષની સાંજ સુધીમાં મોકલવી જરૂરી છે. ઘર રંગોળી સ્પર્ધામાં કોઈપણ શહેરના વિશ્વકર્મા પરિવારના ભાઈ-બહેનો ભાગ લઇ શકશે. સ્પર્ધામાં ભાગ લેવા માટે આજે જ ફોન કરીને તમારું નામ રજીસ્ટ્રેશન કરાવું જરૂરી છે. સ્પર્ધામાં આવેલ રંગોળીઓ પૈકીની પ્રથમ ૧૨ રંગોળી અને તેના કલાકારો સાથેનું ૨૦૨૭નું કેલેન્ડર ‘ધ આર્ટ' બનાવવામાં આવશે. ૨૦૨૭ના કેલેન્ડરમાં સ્થાન પામવાની તક ઝડપવા આ અનેરી વોટસએપ આધારીત ઘર રંગોળી સ્પર્ધામાં ભાગ લેવા જણાવાયું છે. રજીસ્ટ્રેશનની વધુ વિગત માટે વિશ્વકર્મા વિશ્વના તંત્રી પ્રવીણ ગજજરનો મો. નં. ૯૦૯૯૯ ૪૯૫૬૫ પર સંપર્ક સાધી શકાય છે.
(4:42 PM IST)










