ભારત પણ ટેરિફ વોર જાહેર કરશે : ૨૦૦ દિવસનો માસ્ટર પ્લાન! : સમગ્ર વિશ્વની નજર અમેરિકા, ચીન, કેનેડા, મેક્સિકો અને યુરોપિયન દેશો વચ્ચેના ટેરિફ યુદ્ધ પર ટકેલી છે બીજી તરફ ભારત પણ આ યુદ્ધમાં કૂદીને બધાને આશ્ચર્યચકિત કરવા જઈ રહ્યું છે : ગયા વર્ષે ડિસેમ્બરમાં, DGTR એ ફેબ્રિકેશન, પાઇપ મેન્યુફેક્ચરિંગ, મેન્યુફેક્ચરિંગ, કેપિટલ ગુડ્સ, ઓટો, ટ્રેક્ટર, સાયકલ અને ઇલેક્ટ્રિકલ પેનલ્સ સહિત વિવિધ ઉદ્યોગોમાં વપરાતા સ્ટીલ ઉત્પાદનોની આયાતમાં અચાનક વધારા અંગે તપાસ શરૂ કરી હતી, જે બાદ આ નિર્ણય લેવાનું નક્કી કરવામાં આવી રહ્યું છે3:01 PM IST
બટર ગાર્લિક નાન 2025ની વિશ્વની શ્રેષ્ઠ બ્રેડ ઘોષિત : ટોપ 10માં ભારતની 4 બ્રેડ : બટર ગાર્લિક નાન ભારતના ઘરેલું રસોડાઓથી લઈને આંતરરાષ્ટ્રીય રેસ્ટોરાં સુધી લોકપ્રિય : ટેસ્ટ એટલાસની 50 શ્રેષ્ઠ બ્રેડની યાદીમાં ભારતની 8 બ્રેડ સામેલ : અમૃતસરી કુલચા બીજા સ્થાને : પરોઠા, ભટુરા, આલૂ નાન અને રોટીએ પણ યાદીમાં સ્થાન મેળવ્યું : ભારતીય વાનગીઓની વૈવિધ્યતા ચમકી9:48 PM IST
ખેડૂત આંદોલન : શંભુ બોર્ડર ક્લિયર : ખનૌરી પર જેસીબીથી કાર્યવાહી : મોટા ખેડૂત નેતાઓની ધરપકડ : ઈન્ટરનેટ સેવા બંધ : જુઓ વીડિયો : પોલીસે ખેડૂતોના મંચો તોડી પડ્યા : ટ્રોલીઓ હટાવી : પટિયાલા DIGની મહિલાઓને હાથ જોડીને અપીલ : SSP નાનક સિંહે કહ્યું- આજે રસ્તો ખુલશે : SGPCના એડવોકેટ ધામીએ ધરપકડની નિંદા કરી10:51 PM IST
અમેરિકી ફેડરલ રિઝર્વે વ્યાજદરો સ્થિર રાખ્યા : આર્થિક અનિશ્ચિતતાને લીધે નિર્ણયમાં સાવધાની : ટ્રમ્પની નીતિઓથી વધતી અસ્થિરતા : ટેરિફ અને નોકરીઓમાં ઘટાડાનો ભય : ફેડ ચેર પોવેલે શાંતિનો સંદેશ આપ્યો : S&P 500માં 10%નો ઘટાડો - સ્ટેગફ્લેશનની ચિંતા : નિષ્ણાતોની આગાહી - 2025માં વ્યાજદરમાં ઘટાડાની શક્યતા11:49 PM IST
અમેરિકા : 1963માં રાષ્ટ્રપતિ જોન એફ. કેનેડી (JFK)ની ડલાસમાં થયેલી હત્યાની નવી ફાઈલ્સમાં ચોંકાવનારા ખુલાસાઓ : ટ્રમ્પની સુરક્ષા ટીમ સહિત નિષ્ણાતો સ્તબ્ધ : JFKની સાથે રોબર્ટ એફ. કેનેડી અને માર્ટિન લ્યુથર કિંગ જુનિયરની હત્યા સંબંધિત ફાઈલ્સ પણ જાહેર થઈ : 63,400 પાનાંના દસ્તાવેજોમાં CIAનો ‘ડીપ સ્ટેટ’ દાવો : ઓસ્વાલ્ડની નબળી નિશાનબાજી અને પૂર્વ ચેતવણીનો ઉલ્લેખ : રાષ્ટ્રપતિ ટ્રમ્પનું વચન પૂર્ણ : પરંતુ રેડેક્શન અને અવ્યવસ્થાથી નારાજગી : નિષ્ણાતોને મોટા ખુલાસાની આશા નહીં3:06 PM IST
બિલ ગેટ્સે પ્રધાનમંત્રી મોદી સાથે મુલાકાત કરી : ભારતની નવીનતાથી સ્થાનિક અને વૈશ્વિક વિકાસને ગતિ મળતી હોવાની કરી પ્રશંસા : ટેક્નોલોજી, આરોગ્ય અને ટકાઉપણું પર ચર્ચા ; ગેટ્સે નડ્ડા, જયશંકર અને નાયડુ સાથે પણ મુલાકાત કરી : ભારતની AI અને ડિજિટલ પ્રગતિ પર ધ્યાન : ગેટ્સ ફાઉન્ડેશન સાથે સહયોગની નવી યોજનાઓ11:30 PM IST
યાદશક્તિ ગુમાવતા શારજાહમાં ફસાયેલા 87 વર્ષીય ભારતીય પ્રવાસી રશીદ અનવર ધાર, ઈદ અલ ફિત્ર પહેલાં કાશ્મીર પરત ફર્યા : યાદશક્તિ ગુમાવનાર વૃદ્ધની ભારતીય સંઘ શારજાહ, દુબઈ કોન્સ્યુલેટ અને UAE અધિકારીઓના સહયોગથી વતનવાપસી : રાસ અલ ખૈમાહમાં વ્યવસાય નિષ્ફળ થયા બાદ ફસાયેલા ધારની ઈદ માટે પરિવાર સાથે મુલાકાતની ખુશી10:01 PM IST
કેબિનેટે UPI પર પ્રોત્સાહન આપવાની યોજનાને મંજૂરી આપી:રાષ્ટ્રીય ગોકુલ મિશન હેઠળ રૂ. 3400 કરોડ મંજૂર : નાના વેપારીઓ શ્રેણીના રૂ. 2000 સુધીના વ્યવહારો માટે પ્રતિ વ્યવહાર મૂલ્યના 0.15% ના દરે પ્રોત્સાહન આપવામાં આવશે: ૪૫૦૦ કરોડ રૂપિયાના રોકાણ સાથે રાષ્ટ્રીય ધોરીમાર્ગનું નિર્માણ થશે: યુરિયાની ઉપલબ્ધતા માટે પણ મોટો નિર્ણય7:19 PM IST
સિંગાપોરમાં 12,000 વેપારીઓ ટૂંક સમયમાં UPI ચુકવણી સ્વીકારશે : ભારતીય પ્રવાસીઓ માટે સુવિધામાં વધારો : UPIનો વૈશ્વિક વિસ્તાર : NPCI ઇન્ટરનેશનલ અને HitPayની ભાગીદારી : QR કોડ આધારિત ચુકવણીથી પ્રવાસી સ્થળો અને રિટેલ સ્ટોર્સમાં લાભ : સિંગાપોરમાં 1.2 મિલિયન ભારતીય પ્રવાસીઓને લક્ષ્યાંકિત કરતી પહેલ6:18 PM IST
આ મુલ્લાઓ કે મુસ્લિમો છે જે સ્ત્રીઓના કપડાં અને ચારિત્ર્ય માટે જવાબદાર: મૌલાનાએ હોળી રમવા પર વિવાદ ઉભો કરતા હસીન જહાં લાલઘૂમ : ચેમ્પિયન્સ ટ્રોફી દરમિયાન મોહમ્મદ શમીના ઉપવાસ ન કરવાના વિવાદનો પણ હસીન જહાંએ યોગ્ય જવાબ આપ્યો:શમી પર આરોપ લગાવતી વખતે કહ્યું કે તે તેને ઓળખે છે અને તે ક્યારેય ઉપવાસ રાખતો નથી.6:04 PM IST
એક પછી એક ચૂંટણી હારી રહેલી કોંગ્રેસ સફાળી જાગી: 700 જિલ્લા પ્રમુખોને દિલ્હી બોલાવ્યા; ગુજરાત પર વધુ ધ્યાન કેન્દ્રિત કર્યું : આ બેઠક ૧૬ વર્ષ પછી યોજાઈ રહી છે, જેને કોંગ્રેસ માટે એક મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ પહેલનો પાયલોટ પ્રોજેક્ટ ગુજરાતમાં લાગુ કરવામાં આવશે.6:03 PM IST
ફેડરલ જજે અમેરિકી સૈન્યમાં ટ્રાન્સજેન્ડર પર પ્રતિબંધને સ્થગિત કર્યો : રાષ્ટ્રપતિ ટ્રમ્પના આદેશને ‘દ્વેષથી ભરેલો’ ગણાવ્યો : સમાનતાના સિદ્ધાંતનો ઉલ્લેખ કરતાં કર્યો નિર્ણય : ટ્રમ્પની નીતિને વધુ એક અસ્થાયી ઝટકો : સરકારને 21 માર્ચ સુધીનો સમય : ટ્રાન્સજેન્ડર સૈનિકો પર પ્રતિબંધ ‘અપમાનજનક અને તથ્યોથી વિપરીત’ ગણાવી જજે આકરી ટીકા કરી5:22 PM IST
પતિના મૃતદેહના ૧૫ ટુકડા કરી ડ્રમમાં મૂકીને સિમેન્ટથી ભર્યોઃ પત્નિએ તેના બોયફ્રેન્ડ સાથે મળીને દર્દનાક મોત આપ્યું : મેરઠના એક ઘરમાં થીજી ગયેલા સિમેન્ટથી ભરેલા પ્લાસ્ટિકના ડ્રમમાં મૃતદેહોના અંગો મળી આવ્યાના સમાચારથી હંગામો મચી ગયો : લાશ મર્ચન્ટ નેવીમાં કામ કરતા સૌરભ રાજપૂતની હતી, જેની તેની જ પત્નિએ તેના બોયફ્રેન્ડ સાથે મળીને હત્યા કરી હતી11:00 AM IST
છેલ્લા દસ વર્ષમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ વર્તમાન અને ભૂતપૂર્વ સાંસદો, ધારાસભ્યો, વિધાન પરિષદના સભ્યો અને રાજકીય નેતાઓ સામે 193 કેસ નોંધ્યા : જોકે આમાંથી ફક્ત બે કેસમાં જ સજા ફટકારવામાં આવી : આનાથી EDની કાર્યવાહી અને તેની અસરકારકતા પર પ્રશ્નો ઉભા થયા છે. વિપક્ષી પક્ષો લાંબા સમયથી આરોપ લગાવી રહ્યા છે કે કેન્દ્ર સરકાર રાજકીય હરીફોને નિશાન બનાવવા માટે EDનો ઉપયોગ કરી રહી છે4:36 PM IST
કિસાન આંદોલન : કેન્દ્ર સરકારનો MSP પર મોટો નિર્ણય : આજની ખેડૂતો સાથેની બેઠક બાદ આગામી બેઠક 4 મેની મળશે : ખનૌરી અને શંભુ બોર્ડર પર ચાલતા એક વર્ષના આંદોલનમાં આજે નિર્ણાયક દિવસ : ત્રીજા રાઉન્ડની બેઠક બેનતીજા : સચિવ સ્તરના અધિકારીની નિમણૂકની જાહેરાત : દેશભરના ખેડૂતો પાસેથી MSP પર સૂચનો લેવાશે5:04 PM IST
આજે બની નિફ્ટી - સેન્સેક્સમાં તેજીની ‘હેટ્રિક’ : મિડકેપે નવ મહિનાનો સૌથી મોટી ઇન્ટ્રાડે ઉછાળો બતાવ્યો : સેન્સેક્સ 148 અંકની વૃદ્ધિ સાથે 75,449 પર અને નિફ્ટી 22,908 પર બંધ : ડિફેન્સ, રિયલ્ટી અને PSU શેરોમાં જોરદાર ખરીદી : મિડકેપમાં Angel One, CAMS, CDSLની લીડ - IT અને FMCG પર દબાણ : શુગર અને ટેલિકોમ શેરોમાં પણ એક્શન4:30 PM IST
2025 ના વસંતમાં લોન્ચ થનારા ખાનગી અવકાશ મિશનમાં પહેલીવાર ભારતીય વાયુસેનાના ટેસ્ટ પાઇલટ અને ગગનયાન મિશન સાથે જોડાયેલા અવકાશયાત્રી શુભાંશુ શુક્લાને આંતરરાષ્ટ્રીય અવકાશ સ્ટેશન પર મોકલવામાં આવશે : નાસાના ISS પ્રોગ્રામ મેનેજર ડાના વેઇગલે જણાવ્યું કે "ખાનગી અવકાશ મિશન માઇક્રોગ્રેવિટી રિસર્ચ માટે નવી તકો ઉત્પન્ન કરવાની સાથે-સાથે માનવ અવકાશ ઉડાનનો વ્યાપ પણ વધારી રહ્યું છે."4:26 PM IST
યુરોપ ગંભીર આંતરિક સંઘર્ષથી નાશ પામશે,યુરોપની વસ્તી અચાનક અને ઝડપથી અદૃશ્ય થઈ જશે ,2221 માં એલિયન્સ પૃથ્વી પર દેખાશે : બાબા વેંગાની ચોંકાવનારી ભવિષ્યવાણી : 2025 માં વિનાશક ઘટનાઓની શ્રેણી જોવા મળશે. તેમણે આ ઘટનાઓને વિનાશની શરૂઆત તરીકે વર્ણવી આ માનવતા માટે સંકટ લાવશે માનવ જાતિના સંપૂર્ણ લુપ્ત થવાનો ભય પણ વ્યક્ત કર્યો આ માનવતા માટે પડકારોનો સમય4:15 PM IST
અદાણી ગ્રૂપ ભારતીય પ્રોફેશનલ ગોલ્ફમાં પ્રવેશ્યું : અદાણી ગ્રૂપે કપિલ દેવના PGTI સાથે મળીને ઇન્વિટેશનલ ગોલ્ફ ચેમ્પિયનશિપની શરૂઆત કરી : 1.5 કરોડની ઈનામી રકમ સાથેની પ્રથમ ટૂર્નામેન્ટ 1-4 એપ્રિલે જયપી ગ્રીન્સ ખાતે યોજાશે : ભારતીય ગોલ્ફને પ્રોત્સાહનનું લક્ષ્ય : પ્રી-ટૂર્નામેન્ટ ઈવેન્ટ અને ગોલ્ફ ક્લિનિક 29 માર્ચે અમદાવાદમાં : કપિલ દેવ રહેશે હાજર4:09 PM IST
નાગપુર હિંસાના માસ્ટરમાઇન્ડ ફહીમ ખાનની ધરપકડ : નિતિન ગડકરી સામે માઇનોરિટી ડેમોક્રેટિક પાર્ટીમાંથી લોકસભા ચૂંટણી લડી હતી : વિશ્વ હિન્દુ પરિષદે કહ્યું કે નાગપુરમાં એક દિવસ પહેલા થયેલી હિંસા પૂર્વ આયોજિત હતી, વીએચપીના વિદર્ભ પ્રાંતના મંત્રી દેવેશ મિશ્રાએ મીડિયાને જણાવ્યું હતું કે વહીવટીતંત્રે હિંસા માટે જવાબદાર લોકો સામે કડક કાર્યવાહી કરવી જોઈએ3:46 PM IST
બેંગલુરુમાં મહિને દોઢ લાખ કમાતા કર્મચારીને પણ મુશ્કેલી પડી રહી છે! : એક ટેક કર્મચારીએ ઇન્ડિયન વર્કપ્લેસ સબરેડિટ પર પોતાની સ્ટોરી શેર કરી, જેમાં તેના આરામદાયક જીવન પાછળના કડવા સત્યનો ખુલાસો કર્યો દર મહિને ૧.૫ લાખ રૂપિયાની સારી આવક હોવા છતાં તેણે સ્વીકાર્યું કે મેટ્રો શહેરમાં જીવન નાજુક લાગે છે અને સ્થિરતાનો અભાવ છે2:32 PM IST
સુનિતા વિલિયમ્સ દરિયામાં ઉતરતાની સાથે જ ડોલ્ફિન દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું : એલોન મસ્કે શેર કર્યો એક સુંદર વીડિયો ડ્રેગન કેપ્સ્યુલ સમુદ્રની સપાટીને સ્પર્શતાની સાથે જ ચારેય પેરાશૂટ ધીમે ધીમે પડ્યા, પછી ડોલ્ફિનના એક જૂથે કેપ્સ્યુલને ઘેરી લીધું જેમાં સુનિતા વિલિયમ્સ હાજર હતી12:21 PM IST
કસ્ટમર પર ગરમ ચા ઢોળવા બદલ સ્ટારબક્સને ૫૦ મિલિયન ડોલરનું વળતર ચૂકવવા આદેશ : આરોપ હતો કે, સ્ટારબક્સમાં આપવામાં આવેલી ચાનું ઢાકણું બરાબર રીતે બંધ ન હોવાથી તે તેના ખોળામાં પડી હતી અને તેનાથી તેની ચામડી અને ગુપ્તાંગો ગંભીર રીતે દાઝી ગયા હતાઃ જ્યુરીએ માન્યું કે સ્ટારબક્સની બેદરકારીથી કસ્ટમરને પીડા સહન કરવી પડી છે : કેલિફોર્નિયાના એક ડિલિવરી ડ્રાઈવરે સ્ટારબક્સ સામે કેસ કર્યો હતો12:02 PM IST
મુંબઈ એરપોર્ટનું ટર્મિનલ 1 સુરક્ષા જોખમોને કારણે તોડવાનો આદેશ : અદાણી ગ્રૂપ તેને એર કાર્ગો હબમાં રૂપાંતરિત કરશે : IIT બોમ્બેના ઓડિટમાં ટર્મિનલમાં કાટ, લીકેજ અને માળખાકીય ખામીઓ નોંધાઈ : AERAએ જાહેર સુરક્ષાને પ્રાથમિકતા આપી : પુનર્વિકાસ યોજના : 33% ક્ષમતા વધારીને 20 મિલિયન મુસાફરોની સુવિધા : ત્રણ વર્ષમાં નવું આધુનિક માળખું ઊભું થશે9:55 PM IST
રાજનાથ સિંહના 2 દિવસમાં 2 માસ્ટરસ્ટ્રોક:હવે આ દેશ પાકિસ્તાનને પણ શસ્ત્રો માટે ચોખ્ખી ના કહેશે : ભારત દરેક પ્લેટફોર્મ પર પાકિસ્તાનની આતંકવાદ નીતિનો પર્દાફાશ કરે છે:પછી ભલે તે પ્રાદેશિક પ્લેટફોર્મ હોય કે વૈશ્વિક પ્લેટફોર્મ: રાજનાથ સિંહે તુલસી ગબાર્ડને પાકિસ્તાન સમર્થિત ખાલિસ્તાની તરફી સંગઠન પર પ્રતિબંધ મૂકવા જણાવ્યું અને બીજા દિવસે નેધરલેન્ડના સંરક્ષણ પ્રધાન રૂબેન બર્કેલમેન્સને પાકિસ્તાનને સંરક્ષણ સાધનો કે તકનીકી સહાય ન આપવા અપીલ કરી10:14 PM IST
મોમોસ બનાવવાની ફેક્ટરીના ફ્રિજમાંથી કૂતરાનું કપાયેલું માથું મળી આવ્યું :તપાસ માટે મોકલાયું : પંજાબના મોહાલીમાં મ્યુનિસિપલ કોર્પોરેશનની તબીબી ટીમે ચિકનની દુકાનો પર દરોડા પાડ્યા: 60 કિલો દુર્ગંધવાળું ફ્રોઝન ચિકન જપ્ત કર્યું:ટીમને મોમોઝ બનાવતી ફેક્ટરીના ફ્રીઝરમાંથી એક કૂતરાનું માથું પણ મળ્યું 10:33 PM IST
રેલ્વેતંત્રનો રાહતભર્યો નિર્ણયઃ ટ્રેનમાં જેટલી સીટો હશે તે પ્રમાણે જ ટિકિટનું વેચાણ થશે : રેલ્વે સ્ટેશનો અને ટ્રેનોમાં ભીડ વ્યવસ્થાપનને લઈને મોટા પગલા ભરવાની તૈયારી:રેલ્વે મંત્રીએ કહ્યું કે ટ્રેનોમાં જેટલી સીટો ઉપલબ્ધ છે તેટલી જ ટિકિટ આપવાનો પ્રયાસ થશે ટ્રેનોને સમયસર ચલાવવી એ રેલ્વેની પ્રાથમિકતા છે.11:11 PM IST
અકિલા સોશ્યિલ મીડિયાતિલકવાડાના ૧૦ ગામમાંથી દૂધ ઉઘરાવી જતા ટેમ્પો વાળા દૂધ ચોરી કરતા ખેડૂતોએ કર્યું સ્ટિંગ ઑપરેશન : ઘણા દિવસોથી ખેડૂતોને શંકા જતા કેટલાક ખેડૂતોએ વોચ રાખી તો ડ્રાઈવર કંડકટર દૂધના કેનોમાંથી દૂધની ચોરી કરી અંદર પાણી નાંખી દેતા હોવાનું બહાર આવ્યું:કેટલાક ખેડૂતોએ દૂધ ચોરીનું સ્ટિંગ ઓપરેશન કર્યા બાદ મામલો પોલીસ મથકે પણ પહોંચ્યો હતો11:13 PM IST
અમદાવાદના અસલાલીમાં ત્રણ બોગસ ડૉક્ટર ઝડપાયા :એલોપેથિક દવાઓ સહિત તબીબી સાધનો જપ્ત કરાયા : ગેરકાયદે દવાની પ્રેક્ટિસ કરતાં મૂળ ઉત્તર પ્રદેશના અને હાલ લાંભા ખાતે રહેતાં રામકુમાર પ્રભુનાથ બાબુસિંગ સિંહ અને આનંદસિંહ બસદેવસિંહ રાજપૂત અને મૂળ પશ્ચિમ બંગાળના કામત્નમયા ઠાકુર બિશ્વાસ (હાલ-દસક્રોઈ) પકડાયા9:39 PM IST
રાજ્યમાં આવીને કોઈ દંગા મચાવે તો દાદાનું બુલડોઝર તો ફરશે જ - ગુજરાતમાં શાંતિ અને સુરક્ષા માટે કડક પગલાં : ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીની જાહેરાત : ગૃહમંત્રીએ જાહેરાત કરી કે ટૂંક સમયમાં ડ્રગ્સ સંબંધિત ફરિયાદ માટે એક ખાસ હેલ્પલાઇન નંબર શરૂ થશે : ધોલેરા અને સાણંદમાં સ્માર્ટ પોલીસ સ્ટેશનનું નિર્માણ થશે8:11 PM IST
ગુજરાત માહિતી આયોગની સ્પષ્ટતા : ચોક્કસ હુકમો ફક્ત સંબંધિત અરજદારને જ લાગુ : અન્ય નાગરિકો પર થતા ખોટા અર્થઘટન સામે ચેતવણી : ચોક્કસ અરજદારો માટે જારી હુકમોની સ્પષ્ટતા : પોરબંદર અને અંબાજીમાં ખોટા અર્થઘટનના ગંભીર કિસ્સા : RTI હેઠળ અન્ય નાગરિકો પર હુકમો લાગુ નહીં : અધિકારીઓને RTI જોગવાઈઓનું પાલન કરવા સૂચના : ખોટા અર્થઘટન સામે કડક કાર્યવાહીની ચેતવણી7:08 PM IST
અંતરીક્ષમાં લાંબા રોકાણ પછી પૃથ્વી પર પરત ફરેલી ગુજરાતની દીકરી અને ભારતનું ગૌરવ સુશ્રી સુનિતા વિલિયમ્સ અને અવકાશયાત્રીઓને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અભિનંદન. : જુઓ વિડિયો : સુનિતા વિલિયમ્સ અને તેમની સાથેના અવકાશયાત્રીઓનો અતુટ સમર્પિતભાવ આવનારા લાંબા સમય સુધી લાખો લોકોને પ્રેરણા પૂરી પાડશે તેવી અપેક્ષા વ્યક્ત કરી 3:07 PM IST
ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીની સૂચનાથી રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે અસામાજિક ગુંડા તત્વો પર કાર્યવાહી અંગે ૧૦૦ કલાકમાં કાર્યવાહીના આપેલા આદેશની ગંભીર નોંધસ્ટેટ મોનીટરીંગ સેલે કરી અસરકારક કામગીરી. : રાજ્યના ૧૫ મોટા બૂટલેગરો અને જુગારના કેસના મોટા ગુનેગારો વિરૂધ્ધ કડક કાર્યવાહી કરવા તખ્તો તૈયાર1:21 PM IST
રાજ્યની તમામ આરોગ્ય સંસ્થાઓમાં તબીબો અને પેરામેડિકલ સ્ટાફ ઉપલબ્ધ કરાવવા સરકારે સઘન પ્રયાસો હાથ ધર્યા છે : રાજ્યની હોસ્પિટલમાં ડૉકટર્સની ઘટ્ટ નજીકના સમયમાં ભૂતકાળ બનશે : આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ : રાજ્યમાં વર્ગ-2ની 1921 અને સ્ટાફનર્સ વર્ગ-3 ની 1903 જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા ચાલી રહી છે : પેરામેડીકલ વર્ગ-૩ સંવર્ગની ખાલી જગ્યાઓ ભરવા ૧૦ વર્ષીય ભરતી કેલેન્ડરમાં સમાવેશ કરેલ જગ્યાઓનાં માંગણાપત્રક મોકલવાની કાર્યવાહી પ્રગતિ હેઠળ : તાપી જિલ્લામાં વર્ગ-1 માં 54.68 ટકા અને વર્ગ-2 માં 85.50 ટકા તેમજ વલસાડ જિલ્લામાં વર્ગ-1 માં 42.5 અને વર્ગ-2 માં 93.02 ટકા જગ્યાઓ ભરાયેલી4:05 PM IST
ગુજરાતમાં અંગદાનથી મળતા અંગોના ટ્રાન્સપ્લાન્ટ માટેની ફાળવણી પ્રક્રિયા સંપૂર્ણપણે પારદર્શી , ગેરરિતીને કોઇ અવકાશ નહીં : છેલ્લા બે વર્ષમાં રાજ્યમાં બ્રેઇનડેડ અંગદાતાઓ તરફથી કુલ 856 અંગો મળ્યા : સિવિલ હોસ્પિટલમાં 282 અંગો મળ્યાં : આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ : રાજ્યમાં ઓર્ગન ડોનેશનની પ્રવૃત્તિને વેગ આપવા સરકાર દ્વારા SOTTO (સ્ટેટ ઓર્ગન એન્ડ ટીસ્યુ ટ્રાન્સપ્લાન્ટ ઓર્ગેનાઈઝેશન) ને પ્રચાર-પસાર માટે રૂ. 7 કરોડના ફંડની જોગવાઈ : અંગદાન કરાવતી હોસ્પિટલને પ્રત્યેક કેસ દીઠ રૂ.૫૦,૦૦૦ સુધીની સહાય રાજ્ય સરકાર દ્વારા અપાય છે: રાજ્યમાં ૩૫,૦૦૮ લોકોએ NOTTOના વેબપોર્ટલ પર અંગદાનની પ્રતિજ્ઞા લીધી3:23 PM IST
પોલીસનાં નામથી ગુંડાઓ ફફડે તેવો યુગ ફરી આવ્યો... જોજો રાજકારણીઓની પોસ્ટિંગની દખલગીરી ઝુંબેશનું સુરસુરિયું ન કરી નાખે : એક યુગમાં ભરૂચ અને અમદાવાદની ગેંગનો સફાયો કરવામાં મહત્વનો રોલ ભજવનાર જ્ઞાનેન્દ્રસિંહ મલ્લિકે ક્રાઇમ બ્રાન્ચમાં પહોંચી એક્શન શરૂ કરાવતા લોકોનો વિશ્વાસ વધ્યો અનુપમસિંહ ગેહલોતે રાજકોટ સીપી ઓફિસનાં લીંબડાનો રીઢા ગુનેગારોને સ્વાદ ચખાડાતો તેનું વર્ણન કરતાં ઈશારામાં સમજી ગયેલ પોલિસે માથાભારે તત્વોની ગેરકાયદે મિલકત પર બુલડોઝર ફેરવી દીધા વડોદરા સીપી નરસિંહમાં કોમારનાં નેતૃત્વમાં ક્રાઇમ બ્રાન્ચ દ્વારા રીઢા ગુનેગારોને તેમના વિસ્તારમાંથી ઉઠાવી પ્રથમ તેમના વિસ્તારમાં પછી ક્રાઇમ બ્રાન્ચના આગવી ઢબે સરભરા શરૂ કરાવી છે રાજકોટ સીપી વ્રજેશ ઝા, ડીસીપી પાર્થરાજસિંહ ગોહિલ, ડીસીપી સજ્જનસિંહ પરમાર અને ડીસીપી જગદીશ બાગરવાનાં નેતળત્વમાં અદભુત આયોજન ગોઠવ્યું છે2:43 PM IST
સુનિતા વિલિયમ્સના વતન ગામ ઝુલાસણમાં ઉત્સવનો માહોલ: જ્યાં હોળી અને દિવાળીની એકસાથે ઉજવણી : કલ્પના ચાવલા પછી, સુનિતા વિલિયમ્સ ડાઉન્સી ભારતીય મૂળના બીજી મહિલા છે જે અવકાશમાં ગયા: સુનિતાના ઘણા સંબંધીઓ અને પરિવારના સભ્યો ઝુલાસણ ગામમાં રહે છે. સુનિતા વિલિયમ્સ પોતે પણ 2006 અને 2013 માં અહીં આવી ચૂકી છે6:17 PM IST
1 કિલો ડાંગર પાછળ 4 હજાર લીટર પાણી વપરાય: ખેડૂત 50 ટકા જ ડાંગર લઇ શકે તેવો પરિપત્ર જાહેર કરીશું : ગુજરાતમાં ડાંગરનો સૌથી સારો પાક દ.ગુજરાતમાં થાય છે : મંત્રી મુકેશ પટેલનુ પાણી બાબતે એવું નિવેદન : સિંચાઇ વિભાગની બેદરકારીથી પાક બંધ થતા હોવાનો આરોપ લગાવાયો , જેમાં સિંચાઇ વિભાગના કારણે ખેડૂતો પાણીથી વંચિત હોવાનો દાવો 4:31 PM IST
ભાજપે તે માટે કોઇ ચોક્કસ સમુદાયના લોકો પસંદ કર્યા એવું કેમ? વિક્રમ ઠાકોરે ગુજરાતી ફિલ્મ ઇન્ડ્રસ્ટીઝને ઉભી કરવામાં મોટો ફાળો આપ્યો છે : કોંગ્રેસ નેતા ચંદનજી ઠાકોરે વિક્રમ ઠાકોરને પોતાનું સમર્થન આપ્યું : હું ભાજપ હોય, કે કોંગ્રેસ દરેક પાર્ટીનું સન્માન કરું છું. સરકારે દરેક સમાજના કલાકારને બોલાવ્યા અને તેમનું સન્માન કર્યું, તે સારી બાબત છે. મને ન બોલાવ્યો, તેનું મને કોઈ જ દુ:ખ નથી : અભિનેતા વિક્રમ ઠાકોર4:29 PM IST
રી સ્ટ્રક્ચરીંગ ઓફ યુનિવર્સિટી એન્ડ રી કન્સ્ટ્રકશન ઓફ કોલેજ એફિલીએશન સિસ્ટમ માટેના રીપોર્ટ મુજબ મલ્ટી/ઇન્ટર-ડીસીપ્લીનરી યુનિવર્સિટીઓ માટે સાત યુનિવર્સિટીને "સેન્ટર ઓફ એક્સેલન્સ" તરીકે ઘોષિત કરી: પ્રફુલભાઈ પાનસેરિયા : NEP-૨૦૨૦ના સરળ અને અસરકારક અમલવારી માટે સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (SOP) જાહેર : ઉચ્ચ અને ટેક્નિકલ શિક્ષણ રાજ્ય મંત્રી 3:26 PM IST
અમદાવાદના નરોડામાં નકલી હોસ્પિટલ ચલાવનાર આરોપીએ અગાઉ નવરંગપુરામાં પણ નકલી હોસ્પિટલ શરૂ કરી હતી : મ્યુનિસિપલ કોર્પોરેશનનાં સહિ સિક્કા વાળુ ખોટુ ફોર્મ સી બનાવી કોઈ પણ જાતના રજીસ્ટ્રેશન વીનાં થ્રી સ્ટાર નામની હોસ્પિટલ શરૂ કરી'તી : નરોડા વિસ્તારમાં ચાલતી નકલી હોસ્પિટલમાં ICUઅને ટ્રોમા સેન્ટર પણ બનાવવામાં આવ્યા હતા, જોકે અંતે ભાંડો ફુટી જતા પોલીસ ફરિયાદ દાખલ થઈ અને સંચાલકની ધરપકડ કરાઈ 4:18 PM IST
'સુરતની સરથાણા પોલીસ તોડ કરે છે' : સુરતના ધારાસભ્ય કુમાર કાનાણી ભાજપના ફાયરબ્રાન્ડ નેતાએ મુખ્યમંત્રીને ધગધગતો પત્ર પાઠવ્યો : હાર્પિક કંપનીનું ડુપ્લિકેટ લિક્વિડ પકડવા માટેની રેડમાં અંદાજે 8 થી 10 પોલીસકર્મીઓએ આરના એન્ટરપ્રાઈઝના માલિકો પાસેથી રૂ. 8,00,000 લઈ ગોડાઉનમાં હાજર પૂરો માલ FIRમાં ન દર્શાવવા માંગ્યા હતા4:19 PM IST
‘આઇ લવ યુ બાબુ, આઇ મિસ યુ બાબુ...હેપ્પી એનીવર્સરી'...ચિઠ્ઠી લખીને કરણનો આપઘાત : અઢારમી ફેબ્રુઆરીએ લગ્નને એક વર્ષ પુરૂ થયું હતું: બકાલુ વેંચી ગુજરાન ચલાવતો હતો : કૃષ્ણનગર રોડ ભોલેનાથ સોસાયટીનો બનાવઃ ૨૪ વર્ષના યુવાને ઘર પાસે બકાલુ ભરવા ભાડે રાખેલા રૂમમાં પગલુ ભર્યુઃ પિત્રાઇ ભાઇ આટો મારવા આવતાં લટકતો મળ્યોઃ કારણ અકળઃ પતરીયા પરિવારમાં ગમગીની11:02 AM IST
વિરોધ : જુઓ વિડિયો3:36 PM IST
જરૂરિયાતમંદ મહિલાઓ માટે નિઃશુલ્ક તીર્થયાત્રા : વિખ્યાત-સેવાભાવી બિલ્ડર દિલીપભાઇ ગોસ્વામી પરિવારની પ્રેરક સેવા વિધવા-નિરાધાર અને જરૂરિયાતમંદ મહિલાઓ માટે ૧ર દિવસ અંબાજીથી ઋષિકેશ સુધી ૧પ સ્થાનો પર નિઃશુલ્ક યાત્રાઃ ભોજન-આવાસ-દર્શન-પૂજન તથા આરોગ્ય સહિતની સુવિધાઃ વિશેષ વિગતો માટે મો. ૯૮૦૪૩ ૯૮૦૪૬ નંબર પર સંપર્ક કરો. 3:54 PM IST
બોર્ડમાં ૦૬ સભ્ય ગેરહાજર3:41 PM IST
વકીલો - સી.એ. - ટેક્ષ કન્સલટન્ટોમાં ઉમળકોઃ પૂ. જીગ્નેશદાદાના સંગાથે કૃષ્ણભકિતમાં લીન બનશે : રાજકોટ લોહાણા મહાજન આયોજીત ભાગવત સપ્તાહનો જબરો માહોલ જામ્યો ચૈત્રી નવરાત્રી 30 માર્ચથી પ એપ્રિલ ર0રપ દરમ્યાન રાજકોટના વિશાળ રેસકોર્ષ ગ્રાઉન્ડ ખાતે ગામે-ગામથી હજારો ભાવિકોનો અવિરત પ્રવાહ રહેશેઃ પવિત્ર 108 પોથીજીના દર્શન કરીને ધન્ય બનશે લોહાણા મહાજન પ્રમુખ રાજુભાઇ પોબારૂ અને કારોબારી પ્રમુખ ડો. નિશાંતભાઇ ચોટાઇ સહિતનું ટ્રસ્ટી મંડળ-ટીમ વિરાટ-સફળ આયોજન કરવામાં વ્યસ્ત વિશાળ શોભાયાત્રામાં પણ વૈષ્ણવો-સનાતનીઓ-ભાવિકો-મહિલા મંડળના બહેનો ઉત્સાહપૂર્વક જોડાઇને પવિત્ર પોથીજીને વ્યાસપીઠ સુધી લઇ જશેઃ ડ્રેસકોડ અને ધજા સાથે યુવાનોની બાઇક રેલી તથા વિવિધ ગાડીઓનો કાફલો સૌ કોઇનું ધ્યાન ખેંચશે4:04 PM IST
ટ્રાફીક ડ્રાઇવમાં નંબર વગરના 63 વાહનો ડીટેઇન4:26 PM IST
રાજકોટના બુટલેગર અલ્તાફ ઉર્ફે છ આંગળી સહિત રાજયના ૧પ ગુન્હેગારોની ગેરકાયદે મિલ્કતો શોધી કાઢતું એસએમસી : રાજયમાં કાયદો વ્યવસ્થા મજબુત બને અને લોકો સલામતી અનુભવે તે માટે ૧૦૦ કલાકમાં કડક શિક્ષાત્મક કાર્યવાહી સંદર્ભે સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા જવાબદાર તંત્રવાહકો સાથે મળી ગુન્હાઓ નોંધવા અને ગેરકાયદે બાંધકામો હટાવવા તૈયારીઓ : અલગ અલગ ૧પ ટીમો મેદાને3:02 PM IST
રાજકોટના ૭પ૬ અસામાજીક તત્વોનું હિટલીસ્ટ બનાવાયું : તોળાતા પગલા : ચોરી - લુંટ જેવા મિલ્કત સંબંધી ગુનાઓ, સરાજાહેર હુમલાઓ, ધાક-ધમકી ખંડણી, દારૂ - જુગારના ધંધા અને બળાત્કાર - અપહરણ જેવા ગુનાઓને વારંવાર અંજામ આપતા ગુનેગારો યાદીમાં સામેલ : રાજયના પોલીસ વડા દ્વારા ૧૦૦ કલાકમાં ગુન્હેગારો ઉપર કડક કાયદાકીય કાર્યવાહીના આદેશ બાદ ધડાધડ કાર્યવાહી : વારંવાર ગુનાઓ આચરતા ગુનેગારો સામે આગામી દિવસોમાં હદપાર, પાસા, ગેરકાયદે મિલ્કતો તોડી પાડવા સહિતના પગલા લેવાશે : પોલીસ કમિશ્નર બ્રજેશ ઝા3:11 PM IST
તમામ આરોગ્ય કેન્દ્રમાં મેયરનો તપાસનો આદેશ 3:40 PM IST
ચક્રબહાદુરને પત્નિ સાથે રૂબરૂ અને મનોજને ફોનમાં ઝઘડો થયોઃ બંનેએ ગળાફાંસો ખાઇ દુનિયા છોડી : આકાશવાણી ચોક ત્રણ માળીયા અને સાધુવાસવાણી રોડ ગોપાલ ચોકમાં આપઘાતની બે જુદી જુદી ઘટના :30 વર્ષનો નેપાળી યુવાન એક મહિના પહેલા જ પત્નિ સાથે રાજકોટ આવ્યો હતોઃ આવતીકાલે પરત નેપાળ જાય એ પહેલા મામાના ઘરે પગલુ ભર્યુઃ બીજા બનાવમાં યુપીના 25 વર્ષના યુવાનને વતનમાં રહેતી પત્નિ સાથે ફોનમાં ચડભડ થતાં મોત મેળવ્યું :નેપાળી ચક્રબહાદુરને તો આવતીકાલે પરત નેપાળ જવાનું હતું: એ પહેલા પરલોકની વાટ પકડી4:27 PM IST
હનુમાન મઢી છોટુનગર હોલ નજીકથી ઇસ્માઇલ અલાણાને એસઓજીએ તમંચા-કાર્ટીસ સાથે દબોચ્યો : પીઆઇ સંજયસિંહ એમ. જાડેજા, પીએસઆઇ એમ. બી. માજીરાણાની ટીમની કામગીરીઃ ફિરોઝભાઇ અને દિગ્વીજયસિંહની બાતમીઃ યુપી તરફથી આવ્યાનું રટણઃ સાચી વિગતો ઓકાવવા રિમાન્ડ મેળવવા તજવીજ ઇસ્માઇલ અગાઉ જુનાગઢમાં રાયોટીંગ સહિત બે ગુનામાં પણ સંડોવાઇ ચુક્યો છે2:49 PM IST
કોમલે કહેલું-પપ્પા હું એકલી પડી ગઇ છું, કેતને મારો ઉપયોગ કર્યો છે, મારા પર કાળા-ધોળા કરે છે! : મવડી માતાજીના માંડવામાં ગઇ ત્યારે મારી દિકરી ભુવા કેતનના વશમાં આવી ગઇ હતીઃ તે ઘરેથી ગઇ ત્યારે ભાડે રહેતી હોવાનું કહેલું, અમે તપાસ કરતાં કેતન ભુવાના ઘરે જ રહેતી હતીઃ અનહદ ત્રાસને લીધે મારી દિકરીએ આપઘાત કર્યો-પિતાની વ્યથા :દિકરી મેસેજ કરીને કહેતી-કેતન મને બહુ હેરાન કરે છે, મારે છે, ખોટુ બોલે છે અને બીજી વાઇફ સાથે વાતો કરે છેઃ તાલુકા પોલીસે આપઘાત કરનાર કોમલના પિતાની ફરિયાદ નોંધીઃ ભાગી ગયેલા ભુવા કેતનની શોધખોળ :ભુવો એવુ પણ કહેતો કે-હું કહું તેમ કરશો તો પૈસાનો વરસાદ થશે! આપઘાત કરવા મજબૂર થયેલી કોમલબેન, ફરિયાદ નોંધાવનાર તેના પિતા ધીરજલાલ સોલંકી અને આરોપી કેતન સાગઠીયા3:28 PM IST
બંગડી બજારમાં વેપારી હિરેનભાઇને બે શખ્સોએ ઢીકાપાટુનો બેફામ માર મારતાં સારવાર લીધી : દુકાન પાસે વેપારીએ પોતાનું વાહન રાખ્યું હોઇ એક્સેસ પર નીકળેલા બે શખ્સે અહિ શું કામ રાખ્યું છે? કહી ડખ્ખો કર્યો :આના વાહનમાં સુયા મારી ડેમમાં નાંખી દેવું છે તેમ કહેતાં વેપારીએ આવુ બોલવાની ના કહેતાં મારકુટઃ વચ્ચે પડેલા તેના માતાને પણ મુંઢ ઇજા4:28 PM IST
જામનગર પોલીસની અસામાજિક તત્વો સામે મોટી કાર્યવાહી : 285 શખ્સોનો સર્વે : 46 ટપોરીઓની ધરપકડ : એસપી પ્રેમસુખ ડેલુની આગેવાનીમાં એલસીબી કચેરીએ આગવી પૂછપરછ: જુઓ વિડીયો : ગેરકાયદે દબાણો હટાવવાની ઝુંબેશની યોજના : ગુજરાત પોલીસ મહાનિર્દેશકના આદેશ પર જિલ્લામાં બે દિવસથી સઘન ઓપરેશન : ટપોરીગીરી પર કડક ચેતવણી7:06 PM IST
ધ્રોલમા આર્થિક ભીંસ સહીત જીવનથી ઘેરાયેલા યુવાનનો આપઘાત : પુત્રને પંખે લટકતો જોઈને પિતા ત્યાં જ ઢળી પડ્યા - હાર્ટએટેક : જીવનની કરૂણાંતિકા : એકના એક મળતક પુત્રને પિતાના હાથે અગ્નિસંસ્કાર : ધ્રોલના સમાજ જીવનમાં ભારે આઘાત છવાયો :નિલેશ ભાલચંદ્રભાઈ કવૈયા અપરણિત હતો, પિતા ભાલચંદ્રભાઈ કવૈયાના લગ્ન જીવન બાદ છુટાછેડા થયેલ હતા અને નિલેશ વેલ્ડીગ કામનો વ્યવસાય કરતો હતો માતા છોડીને ચાલી જતા પિતાના લગ્ન જીવનમાં ભંગાણ અને ધંધો પણ બરાબર ચાલતો ન હોવાથી તેમજ પિતા પુત્ર એકલા રહેતા હોવા સહીતના તમામ કારણો સાથે જીવનથી ઘેરાય ગયો હતો2:51 PM IST
હાપા યાર્ડમાં ર૭ હજાર ગુણી જીરાની આવક 1:33 PM IST
ભાવનગર બોર તળાવમાં મહિલાનો મૃતદેહ મળ્યો12:25 PM IST
દ્વારકા મીઠાપુર ભાટીયામાં પોલીસનું ચેકીંગ11:40 AM IST















































































































































કરન્સી કન્વર્ટર
તંત્રી સ્થાને થી













































































































































































































































