News of Thursday, 25th June 2026
મારી ખુરશી કયાં? કોર્પોરેટરો ગોટે ચડયા
સભાગૃહમાં નગરસેવકો માટે નવી બેઠક વ્યવસ્થા અમલમાં

રાજકોટઃ આજની સામાન્ય સભામાં ચૂંટાયેલા નગરસેવકો પોતાની ખુરશી શોધવા મથામણ કરતા નજરે પડયા છે. સેક્રેટરી વિભાગ દ્વારા રમેશભાઇ છાયા સભાગૃહ ની બેઠક વ્યવસ્થામાં ફેરફાર કરતા અને દરેક કોર્પોરેટરોને બેઠક માટે નંબર આપવામાં આવતા શરૂઆતમાં પોતાની ખુરશી ગોતવા આમ-તેમ થવું પડયું હતું. ઉપરોકત તસ્વીરમાં સભાગૃહની બેઠક વ્યવસ્થામાં નંબરો લાગેલા દર્શાય છે. જયારે બીજી તસ્વીરમાં સ્ટેન્ડીંગ ચેરમેન પરેશ પીપળીયા, શાસક પક્ષનેતા હિરેન ખીમાણીયા, કોર્પોરેટરો પ્રદીપ ડવ, કિશન ટીલવા, અશ્વિન ભોરણીયા સહિતના નવી બેઠક વ્યવસ્થામાં પોતાની ખુરશી ગોતતા દર્શાય છે.(તસ્વીરઃ અભિજીત બગથરીયા)
(3:09 PM IST)










