<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 20th May 2026

રાજકોટના ૨૩માં મેયર કોણ? આવતા ગુરૂવારે ફેંસલો

૨૮મીએ મનપાનું બોર્ડઃ મેયર, ડેપ્‍યુટી મેયર, સ્‍ટેન્‍ડિંગ કમિટીના ૧૨ સભ્‍યોની વરણી માટે બોર્ડ બોલાવતા અનંદુ સુરેશ ગોવિંદ

રાજકોટ તા.૨૦: મહાનગરપાલિકાના ચુંટાયેલા કોર્પોરેટરશ્રીઓની મુદત તા.૧૧ માર્ચ ૨૦૨૬ના પૂર્ણ થતા ચુંટણીપંચ દ્વારા તા.૨૬ એપ્રિલ ૨૦૨૬ના રોજ મ્‍યુનિસીપલ કોર્પોરેટરોશ્રીઓની ચુંટણી હાથ ધરવામાં આવેલ હતી. તા.૨૮ એપ્રિલના રોજ મતગણતરી હાથ ધરવામાં આવ્‍યા બાદ ચુંટણીપંચ દ્વારા ચુંટાયેલા ઉમેદવારોના નામ ધી ગુજરાત ગર્વમેન્‍ટ ગેઝેટમાં પ્રસિધ્‍ધ કરવામાં આવેલ છે. મ્‍યુનિસીપલ કોર્પોરેશનની સામાન્‍ય ચુંટણી બાદ ચુંટાયેલા કોર્પોરેટરોશ્રીઓની પ્રથમ બેઠક મ્‍યુનિ.કમિશનરશ્રી દ્વારા બોલાવાની હોય છે. શહેરના ૨૩માં મેયરની ચુંટણી આગામી તા.૨૮ ને ગુરૂવારે સવારે ૧૧ વાગ્‍યે મ્‍યુનિસીપલ કોર્પોરેશનના રમેશભાઇ છાયા સભાગૃહમાં યોજાશે.

ઇન્‍ચાર્જ મ્‍યુનિ.કમિશનર અનંદુ સુરેશ ગોવિંદે શહેરના કુલ ૧૮ વોર્ડના ૭૨ કોર્પોરેટરોશ્રીની પ્રથમ બેઠક તા.૨૮ના ગુરૂવારે સવારે ૧૧ વાગ્‍યે મનપાની સેન્‍ટ્રલ ઝોનની કચેરીના પ્રથમ માળે આવેલ રમેશભાઇ છાયા સભાગૃહ ખાતે મેયરશ્રી, ડેપ્‍યુટી મેયરશ્રીની ચુંટણી તેમજ સ્‍ટેન્‍ડિંગ કમીટીના ૧૨ સદસ્‍યશ્રીઓની નિમણુંક કરવા બોલાવેલ છે જેની નોટીસ દરેક કોર્પોરેટરશ્રીઓને મોકલી આપવા ઇન્‍ચાર્જ મ્‍યુનિસીપલ સેક્રેટરી ધવલ જેસડીયાને સુચના આપવામાં આવેલ છે.

જો કે હવે આવતા ગુરૂવારે રાજકોટના ૨૩માં મેયર સતાનુ સુકાન સંભાળી લેશે તે નિヘીત થઇ ગયુ છે ત્‍યારે મેયર, ડેપ્‍યુટી મેયર, સ્‍ટેન્‍ડિંગ ચેરમેનના દાવેદારોમાં નવો ઉત્‍સાહ જાગ્‍યો છે. આ સાથે જ શાસક નેતા અને દંડકની નિમણુંકો થઇ જશે

(3:38 PM IST)