<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 4th November 2026

પતિ વિરૂધ્‍ધ પત્‍નિએ ૩૦ લાખનો ચેક રિટર્ન થવા અંગે કરેલ ફરિયાદ નામંજુર

રાજકોટ તા. ૪: પતિ સામેનો રૂા.૩૦ લાખના ચેક રિર્ટનનો કેસ રદ કરી કોર્ટે પત્‍નીની અરજી ફગાવી દીધી હતી.

કેસની ટૂંકમાં હકીકત એ મુજબની છે કે, ફરિયાદી-નિર્મળાબેન નટવરલાલ ભટ્ટ, કે જેઓ રાજકોટ મુકામે રહેતા હોય અને જયારે આરોપી - રોહિતભાઈ મથુરદાસ પટેલ કે જેઓ, અમદાવાદ મુકામે રહેતા હોય, જેઓ બન્ને એકબીજા સાથે ઘણાં સમયથી પરિચિયમાં આવેલા હોય અને એકબીજાને ઓળખતા હોય જેથી ફરિયાદી તથા આરોપીએ મુ.જુના વાઘણીયા, તા.બગસરા, જી.અમરેલી ખાતે તા.૦૧/૦૨/૨૦૨૪ ના રોજ લગ્ન કરેલ. તે રીતે, ફરિયાદી તથા આરોપી કાયદેસરના પતિ-પત્‍ની થતાં હોય અને ફરિયાદી તથા આરોપીએ બન્નેના પુનઃલગ્ન કરેલ.

લગ્નબાદ થોડા જ દિવસમાં આરોપીએ તેમના અગાઉના લગ્નથી થયેલ સંતાનના ધંધાના ટુંકા ગાળા માટે નાણાંની જરૂરીયાત સંબંધે રકમ રૂા. ૩૦,૦૦,૦૦૦/- ત્રીસ લાખ પુરા માંગણી કરતા, ફરિયાદીએ, આરોપીને ત્રીસ લાખ રોકડા પાંચ દિવસમાં પરત ચુકવી આપવાની શરતે હાથ ઉછીના આપેલ. ત્‍યારબાદ પાંચ દિવસ પુર્ણ થતાં ફરિયાદી સદરહું રકમની આરોપી પાસેથી માંગણી કરતા આરોપીએ જણાવેલ કે તેઓ પાસે હાલ રોકડા રૂપિયા નથી જેથી ચુકવણી પેટે ફરિયાદીને દસ લાખ પુરાના કુલ ત્રણ ચેકો તેઓની સહી કરેલ આપેલ હતા. સદરહું ચેકોને ફરિયાદી દ્રારા તેઓનાખાતામાં ડિપોઝિટ કરવાતાં તે પેમેન્‍ટ સ્‍ટોપડ બાય દ્રોવરના કારણોસર પરત ફરેલ અને તે અંગે એડવોકેટ મારફત નોટિસ મોકલાવતા જે નોટિસ લેફટના શેરા પરત ફરેલ અને સમયસર ફરિયાદીના કાયદેસરના નાણાંની ચૂકવણી ન કરતાં ફરિયાદીએ આરોપી વિરૂધ્‍ધ ધ નેગોશીએબલ ઈન્‍સ્‍ટ્રુમેન્‍ટસ એકટ, ૧૮૮૧ ની કલમ ૧૩૮ ના અંતગતમાં રાજકોટની  અદાલતમાં ચેક રીર્ટનની ફરીયાદ દાખલ કરેલ હતી. અદાલતે ડી.એલ.એસ.માં રકમ ભરવાની શરતે રિપોર્ટ મંજુર પણ કરેલ હોય તેમછતાં, કોર્ટ દ્રારા આપવામાં આવેલ હવે મુદત તારીખે ફરિયાદીના વકીલશ્રી કે ફરિયાદી  કોર્ટમાં હાજર રહેલ ન હોય જે નામદાર કોર્ટ રેકર્ડ તપાસતાં ઉપરોકત તમામ ફરિયાદીની ગેરવર્તુણકને ઘ્‍યાને લઈને ફરિયાદીની ફરિયાદ સી.આર.પી.સી.ની કલમ-૨૫૬ અન્‍વયે ડીસમીસ ફોર ડીફોલ્‍ટ યાને રદ કરતો હુકમ ફરમાવેલ હતો.

 આ કામના આરોપી પતિ રોહિતભાઈ મથુરદાસ પટેલ, વતી એડવોકેટ ડેનિશ જે. મહેતા રોકાયેલા હતા.

ડેનિશ જે. મહેતા એડવોકેટ

(3:53 PM IST)