News of Thursday, 14th May 2026
કુવાડવા રોડ પર પાણી પ્રશ્ને મહિલાઓ બની રણચંડીઃ ચક્કાજામ
ગુરૂદેવ પાર્ક, અંબિકા પાર્ક સહિતના વિસ્તારવાસીએ ઉગ્ર વિરોધ કર્યોઃ પોલીસની સમજાવટથી મામલો થાળે પડયો

રાજકોટ, તા. ૧૪: શહેરના કુવાડવા રોડ પર આવેલા ગુરૂદેવ પાર્ક વિસ્તારમાં પાણીની સમસ્યાને લઈને મહિલાઓ રસ્તા પર ઉતરી આવી હતી. છેલ્લા બે દિવસથી વિસ્તારમાં પાણી ન આવતું હોવાના આક્ષેપ સાથે મહિલાઓએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. પાણી ન મળતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો.
મહિલાઓએ રસ્તા પર ચક્કાજામ કરી તંત્ર સામે નારાજગી વ્યક્ત કરી હતી. વિરોધના કારણે થોડા સમય માટે વાહનવ્યવહાર પર અસર પડી હતી. સ્થાનિક મહિલાઓનો આક્ષેપ છે કે વારંવાર પાણીની સમસ્યા સર્જાતી હોવા છતાં તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવતી નથી.
ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો સ્થળ પર પહોંચ્યો હતો. પોલીસે વિરોધ કરી રહેલી મહિલાઓને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. સમજાવટ બાદ મહિલાઓએ ચક્કાજામ દૂર કર્યો હતો અને વાહનવ્યવહાર પૂર્વવત્ થયો હતો. સ્થાનિકોએ તંત્ર પાસે પાણી પુરવઠાની સમસ્યાનો તાત્કાલિક ઉકેલ લાવવા માંગ કરી છે.
આ અંગેની પ્રાપ્ત માહિતી મુજબ શહેરના વોર્ડ નં. ૪ ના ગુરૂદેવ પાર્ક, અંબિકા પાર્ક સહિતના વિસ્તારમાં છેલ્લા બે-ત્રણ દિવસથી પાણી વિતરણ નહિ થતા રહેવાસીઓ રોષે ભરાયા હતા અને મનપા તંત્રને વારંવાર રજુઆત કરવા છતા પ્રશ્ન હલ નહિ થતા આજે બપોરે વિસ્તારના મહિલાઓ રણચંડી બનતા શહેરનો ટ્રાફીકથી ધમધમતો કુવાડવા રોડ ચક્કાજામ કરતા દેકારો બોલી જવા પામ્યો હતો. આખરે પોલીસ તંત્રને જાણ થતા કાફલો ઘટના સ્થળે પહોંચી મહિલાઓને સમજાવી મામલો થાળે પાડયો હતો અને રસ્તાનો ટ્રાફીક પુર્વવત થયો હતો.
વિસ્તારવાસીઓએ કહયું કે તંત્ર દ્વારા આ સમસ્યા તાકીદે ઉકેલવામાં નહિ આવે તો ઉગ્ર આંદોલનની ચિમકી ઉચ્ચારવામાં આવી હતી.(૬.
(2:57 PM IST)










