News of Monday, 5th October 2026
નોરતા નજીક આવતા ગરબાને આખરી ટચ આપવાના કામો શરૂ

રાજકોટ : નવરાત્રીને હવે થોડા દિવસો જ બાકી રહ્યા છે. ત્યારે માતાજીના સ્થાપન માટે મુકવામાં આવતા માટીના ગરબા બનાવવાનું કામ પુરજોશમાં ચાલી રહ્યુ છે. ખાસ પ્રકારની માટીમાંથી તૈયાર થતા આ ગરબા ઘડાઇ ગયા બાદ તેમના પર કલરકામ અને વિવિધ સુશોભનના કામો કરવામાં આવે છે. વાણીયાવાડી જલારામ ચોક ખાતે ગરબાને સુશોભનનું કામ કરી રહેલા જેન્તીભાઇ અને પરિવારજનો નજરે પડે છે. (તસ્વીર : સંદીપ બગથરીયા)
(3:17 PM IST)










