News of Tuesday, 3rd November 2026
માળીયામિંયાણાના ખાખરેચી ગામે બેભાન થઇ પડી જતા શ્રમીકનું મોત

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી, તા.૩: માળીયાના મિંયાણા ખાખરેચી ગામે પેપરમિલમાં અચાનક બેભાન થઈ પડી જવાથી શ્રમિકનું મોત થયુ હતુ.
માળીયા મિયાણા તાલુકાના ખાખરેચી ગામની સીમમાં આવેલ લેમિટ પેપરમિલ કારખાનાની લેબર કોલોની સામેના ખુલ્લા મેદાનમાં મજૂરી કામ કરતા મૂળ ઉત્તરપ્રદેશના વતની ધીરેન્દ્રસિંહ મહેન્દરસિંહ ઠાકુર ઉ.૪૦ ગઈકાલે વહેલી સવારે અચાનક પડી ગયા બાદ બેભાન થઈ જતા તેમને સારવાર માટે જેતપર સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવતા ફરજ પરના તબીબે મળત જાહેર કર્યા હતા. પી.એમ. રિપોર્ટમાં માથાના ભાગે હેમરેજ થવાથી મોત નીપજ્યાનું ખૂલ્યું છે. ઘટના અંગે માળીયા પોલીસે અકસ્માતે મળત્યુ અંગર નોંધ કરી તપાસ શરૂ કરી છે
(11:47 AM IST)










