<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 23rd July 2026

લઘુ ઉદ્યોગ ભારતી દ્વારા નેશનલ પેન્‍શન સીસ્‍ટમ વિષય પર યોજાય ગયો વર્કશોપ

 

રાજકોટ, તા. ર૩ : માઇક્રો, સ્‍મોલ અને મિડિયમ એન્‍ટરપ્રાઇઝિસ  માટે નાણાકીય સુરક્ષા અને નિવળત્તિ માટેની તૈયારીને પ્રોત્‍સાહિત કરવા માટે પેન્‍શન ફંડ રેગ્‍યુલેટરી એન્‍ડ ડેવલપમેન્‍ટ ઓથોરિટી એ પીડબલ્‍યુસી ઇન્‍ડિયા અને લઘુ ઊદ્યોગ ભારતી સાથે મળીને  આર. પી .જે.હોટેલ, રાજકોટ  ખાતે નેશનલ પેન્‍શન સિસ્‍ટમ  પર વર્કશોપ  યોજવામાં આવ્‍યો હતો.

આ કાર્યક્રમ ભારત સરકાર ના પીએફઆરડીએ ના અધિકારી શ્રી ઈસ્‍માઈલ સલામ, ડેપ્‍યુટી જનરલ મેનેજર, પીએફઆરડીએ, ભારત સરકાર તથા શ્રી અભિષેક ધિમન, આસિસ્‍ટન્‍ટ મેનેજર, પીએફઆરડીએ, ભારત સરકાર ખાસ દિલ્‍હી થી ઉપસ્‍થિત રહેલ. તેમજ ગુજરાત પ્રદેશ લઘુ ઉદ્યોગ ભરતી ના સચિવ શ્રી હંસરાજ ગજેરા, જયભાઈ માવાણી, લઘુ ઉદ્યોગ ભરતી સૌરાષ્‍ટ્ર સંભાગ ના મહામંત્રીશ્રી જયભાઈ માવાની તેમ જ વિવિધ ઔદ્યોગિક એસોસિએશન ના હોદ્દદારો તેમ જ ઉદ્યોગકારો ઉપસ્‍થિત રહેલા.

વર્કશોપમાં વિવિધ ક્ષેત્રોના ૯૦ થી વધુ ઉદ્યોગસાહસિકો, ઉદ્યોગ નિષ્‍ણાતો અને પોઇન્‍ટ્‍સ ઓફ પ્રેઝન્‍સ (PoPs) માંથી SBI પેન્‍શન ફંડ્‍સ, ઇન્‍ડિયન બેંક, કેનરા બેંકના પ્રતિનિધિઓ પણ હાજર રહ્યા હતા.

શ્રી હંસરાજ ગજેરાએ  વક્‍તાઓ અને ભાગ લેનારાઓનું ઉષ્‍માભર્યું સ્‍વાગત કર્યું અને કાર્યક્રમને સકારાત્‍મક અને ઉત્‍સાહપૂર્ણ માહોલ સર્જયો બાદ મહેમાનોએ વકતવ્‍ય આપેલ.

ભાગ લેનારાઓએ NPS નોંધણી પ્રક્રિયા, PoPsની સહાયક ભૂમિકા અને પેન્‍શન યોજનાઓ અપનાવવાથી કર્મચારી ટકાવારી અને ઉદ્યોગ વળદ્ધિ પર પડતા સકારાત્‍મક પ્રભાવ અંગે વિગતવાર ચર્ચા કરી. આ સહકારનો હેતુ ગુજરાતના પ્‍લ્‍પ્‍ચ્‍ ઇકોસિસ્‍ટમમાં NPSનો વ્‍યાપ વધારવાનો છે, જે લાખો કામદારો માટે વધુ આર્થિક સમાવેશ અને લાંબા ગાળાની નાણાકીય સુખાકારીમાં યોગદાન આપે છે.

દેવાંગ પાઠકે 15th India Industries Fair (IIF) 2026 નુ ઉદ્ધાટન કર્તા, ઉદ્યોગકારો ને વિસ્‍તુત મહિતી આપિ અને આમા ભાગ લેવા પ્રોત્‍સાહિત કર્યા.

આ કાર્યક્રમનું આયોજન કેતન વાસા, પ્રમુખ, લઘુ ઉદ્યોગ ભરતી (રાજકોટ) અને એમની ટીમના સપોર્ટ થી કરવામાં આવ્‍યું હતું. તેમ લઘુ ઉદ્યોગ ભારતીના રોહિતભાઇ વસાણી મો. ૯૯૦૪૦ ૭૪૭૭૭ ની યાદીમાં જણાવાયું છે.

(3:10 PM IST)