<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 4th May 2026

વર્ષો જૂનો ચીમનભાઈ શુક્‍લ પરિવાર સાથેનો નાતો અને સ્‍વ. મધુબેનનો આવકાર હંમેશા યાદ રહેશેઃ શંકરસિંહજી વાઘેલા

મધુબેન એ વર્ષો સુધી મનોહરસિંહજી જાડેજાને રાખડી બાંધી તંદુરસ્‍ત લોકશાહીનું ઉદાહરણ પુરૂ પાડ્‍યું છેઃ માંધાતાસિંહજી જાડેજા : પ્રત્‍યેક સંતાનોની પ્રગતિમાં માતાનું યોગદાન મહત્‍વનું હોય છે, મધુકાકી વાત્‍સલ્‍યની મૂર્તિ હતા : અનિરુદ્ધ દવે : વર્ષાે પહેલા કોઈ સગવડતા ન હતી ત્‍યારે સ્‍વ.મધુકાકીના હાથના રોટલા ખાઈ જાહેર જીવન ક્ષેત્રે અનેક લોકો આગળ વધ્‍યા છે : પરસોતમભાઈ રૂપાલા : સ્‍વ. ચીમનભાઈ શુક્‍લની રાજકીય પ્રગતિમાં સ્‍વ. મધુબેનનો સિંહફાળો રહ્યો છેઃ વજુભાઈ વાળા

 

રાજકોટ : ગુજરાતમાં જનસંઘની સ્‍થાપના પૈકીના એક એવા રાજ્‍યસભાના પૂર્વ સાંસદ અને જનસંઘના ધારાસભ્‍ય અને ત્‍યારથી લઈ ભારતીય જનતા પાર્ટીને વટવળક્ષ બનાવવામાં જેનું મહત્‍વનું યોગદાન છે એવા સૌરાષ્‍ટ્ર અને ગુજરાતમાં ચીમનકાકા ના નામથી ઓળખતા એવા ચીમનભાઈ શુક્‍લના ધર્મ પત્‍ની સ્‍વ. મધુબેન શુક્‍લના અવસાન બાદ યોજાયેલ પ્રાર્થનાસભામાં શુક્‍લ પરિવારના કૌશિકભાઇ શુક્‍લ, કશ્‍યપભાઇ શુક્‍લ, નેહલભાઈ શુક્‍લ તથા કાશ્‍મીરાબેન નથવાણી સહિતના પરિવારજનો ને સાંત્‍વના પાઠવવા નૂતનનગર ખાતેના હોલમાં માનવ મહેરામણ ઉમટયો હતો ત્‍યારે સાધુ - સંતો રાજકીય, સામાજીક અને સંસ્‍થાકીય ક્ષેત્રના આગેવાનો બહોળી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહ્યાં હતા.

 આ તકે પ્રદેશ ભાજપ પ્રમુખ જગદીશ વિશ્વકર્માજી, પ્રદેશ ભાજપના સંગઠન મહામંત્રી રત્‍નાકરજી, પૂર્વ કેન્‍દ્રીય મંત્રી અને સાંસદ દેવુસિંહ ચૌહાણ તેમજ કચ્‍છ અને અમદાવાદના પ્રભારીના નાતે અનેક રાજકીય આગેવાનો એ ટેલિફોનીક સાંત્‍વના પાઠવી હતી, આ પ્રાર્થના સભામાં રાજ્‍યના પૂર્વ મુખ્‍યમંત્રી અને ચીમનભાઈ શુક્‍લના અંગત મિત્ર ગણાતા એવા શંકરસિંહજી વાઘેલા એ સ્‍વ. મધુબેન શુક્‍લને શ્રધાંજલિ પાઠવતા જણાવ્‍યું હતું કે, જનસંઘના સમયથી ચીમનભાઈ શુક્‍લ સાથે પરિવારનો નાતો રહ્યો છે અને સુખ દુઃખમાં સાથે રહ્યા હોવાથી મધુબેન પણ અમારા સંબંધોના સાક્ષી રહ્યા છે અને હંમેશા મને માન અને સન્‍માન આપ્‍યું છે.

 આ તકે પૂર્વ રાજ્‍યપાલ વજુભાઈ વાળાએ સ્‍વ. મધુબેન શુક્‍લને શ્રધાંજલિ પાઠવતા જણાવ્‍યું હતું કે, ચીમનભાઈની રાજકીય સફળતામાં સ્‍વ. મધુબેનનો મહત્‍વનો ફાળો રહ્યો છે, રાજકોટના સાંસદ અને પૂર્વ કેન્‍દ્રીય મંત્રી પરસોતમભાઈ રૂપાલાએ પરિવારજનોને સાંત્‍વના પાઠવતા જણાવ્‍યું હતું કે, અમારી રાજકીય કારકિર્દીની શરૂઆતમાં અમરેલી થી રાજકોટ વાહન મારફતે આવવાનું થતું ત્‍યારે રાજકોટમાં રહેવાની કે જમવાની કોઈ સુવિધા નહોતી ત્‍યારે ચીમનભાઈના ઘરે જ રોકાવાનું  અને ભોજન પણ ત્‍યાં જ લેતા એટલે મધુબેનના હાથનું ભોજન હજી પણ યાદ તાજી કરાવે છે, આ તકે પ્રદેશ ભાજપના મહામંત્રી અને રાજકોટ મહાનગરના પ્રભારી અનિરુદ્ધભાઈ દવે એ સ્‍વ. મધુબેન ને શ્રધાંજલી પાઠવતા જણાવ્‍યું હતું કે અનંતકાકા અને ચીમનકાકા વચ્‍ચે પારિવારિક નાતો અને આ માધ્‍યમથી ચીમનકાકના ઘરે આવવાનો મોકો મળતો હતો ત્‍યારે મધુકાકીનો આદરભાવ અને માન સન્‍માન મળતું હોવાથી મધુકાકી એક વાત્‍સલ્‍યની મૂર્તિ હતા ત્‍યારે પ્રત્‍યેક સંતાનોની પ્રગતિમાં માતાનું યોગદાન મહત્‍વનું છે.

આ તકે રાજકોટના રાજવી માંધાતા સિંહ એ શ્રદ્ધાજલી પાઠવતા જણાવ્‍યું હતું કે, મધુબેન મારા પિતા એવા મનોહરસિંહજી જાડેજાને રાખડી બાંધી વિજયભવના આશીર્વાદ આપતા હતા ત્‍યારે એક તંદુરસ્‍ત લોકશાહીનું ઉદાહરણ આ પરિવારે પૂરું પાડ્‍યું હતું. આ તકે પ્રાર્થના સભામાં શ્રધાંજલિ પાઠવવા શંકરસિંહ વાઘેલા, વજુભાઈ વાળા, અનિરુદ્ધભાઈ દવે, કિરીટસિંહ રાણા, રમેશભાઈ ધડુક, પરસોતમભાઈ રૂપાલા, રામભાઈ મોકરિયા દર્શિતાબેન શાહ, ઉદયભાઈ કાનગડ, રમેશભાઈ ટીલાળા, જયરાજસિંહ જાડેજા, ડો. ભરતભાઈ બોઘરા, ડો. માધવ દવે, રમેશભાઈ રૂપાપરા,  ધનસુખભાઈ ભંડેરી, મુકેશભાઈ દોશી,  કમલેશભાઈ જોષીપુરા, ગોવિંદભાઈ પટેલ, અરવિંદભાઈ રૈયાણી, હસુભાઈ દવે, નરેન્‍દ્રભાઈ દવે,  રામજીભાઇ માવાણી,  રમાબેન માવાણી, નીતિનભાઈ ભારદ્વાજ, ડો. વલ્લભભાઈ કથીરીયા, જ્‍યોતીન્‍દ્રભાઈ મહેતા, જવાહરભાઈ ચાવડા, જનકભાઇ કોટક, પ્રતાપભાઇ કોટક, ઉમેશભાઈ રાજ્‍યગુરુ, માંધાતાસિંહજી જાડેજા, અંજલીબેન રૂપાણી, અલકાબેન ભારદ્વાજ, ભાવનાબેન જોષીપુરા, અશોકભાઈ ડાંગર, નરેન્‍દ્રભાઈ સોલંકી, ડો. જૈમનભાઈ ઉપાધ્‍યાય, ડો. હેમાંગભાઈ વસાવડા, જીતુભાઈ  મહેતા, પ્રદીપસિંહ વાઘેલા, ઇન્‍દ્રનીલભાઇ રાજ્‍યગુરુ, લલિતભાઈ કાગથરા, કલ્‍પક ત્રીવેદી, મુરલીભાઈ દવે, સતીષભાઈ મહેતા, રાજુભાઈ ધ્રુવ, લાખાભાઇ સાગઠીયા, ટપુભાઈ લીંબાસીયા, ભાનુભાઈ મેતા, કલ્‍પકભાઈ મણિયાર, હંસિકાબેન મણિયાર,ડી.કે. સખીયા, જીમ્‍મીભાઈ અડવાણી , પ્રવીણભાઈ માકડિયા, યુસુફભાઇ જુણેજા, શાંતુભાઈ રૂપારેલીયા,  ડી.વી. મહેતા, ભરતભાઈ મકવાણા, લાભુભાઈ ખીમાણીયા,  રાજુભાઈ બોરીચા, પિયુષભાઈ શાહ, યોગેન્‍દ્રસિંહ જાડેજા, વલ્લભભાઈ દુધાત્રા, લલિતભાઈ વાડોલિયા અતુલ રાજાણી, વી.પી. વૈષ્‍ણવ,  જયેશભાઈ ઉપાધ્‍યાય, દેવાંગભાઈ માંકડ, ડો.પ્રદીપભાઈ ડવ,  સુરેન્‍દ્રસિંહ વાળા, પુષ્‍કરભાઈ પટેલ, રાજદીપસિંહ જાડેજા, માવજીભાઈ ડોડીયા, ખીમજીભાઇ મકવાણા, નિલેશભાઈ શાહ, ચમનભાઈ સિંધવ, દલસુખભાઈ જાગાણી, જયંતભાઈ ધોળકિયા, પ્રભાતભાઈ ડાંગર, કાંતિભાઈ ઘેટિયા, ધર્મેન્‍દ્રભાઇ મીરાણી, વિજયભાઈ ચૌહાણ, ચંદુભાઈ શિંગાળા, જ્‍વલંત છાયા, બાબુભાઈ આહિર, પિયુષભાઈ શાહ, નરેન્‍દ્રસિંહ જાડેજા, જયેશભાઈ બોઘરા, નાગદાનભાઇ ચાવડા,હરેશભાઈ હેરભા, હર્ષદભાઈ ગોહેલ, હરેશભાઈ સોની, જે.પી. ત્રીવેદી, જયેન્‍દ્રભાઈ મહેતા, વિનુભાઇ ધવા, પરષોત્તમભાઈ પીપળીયા,  સજ્‍જાદ હીરા, નરેન્‍દ્રસિંહ ઠાકુર, વિજયભાઈ ભટાસણા,     કિશોરભાઇ રાઠોડ, કરણાભાઈ માલધારી, હિરેનભાઇ મહેતા,ડો. સંજીવભાઈ ઓઝા, બળવંતભાઈ જાની, અપૂર્વભાઈ મણિયાર, બકુલભાઈ નથવાણી, નીતિનભાઈ નથવાણી, ગોપાલભાઈ માકડિયા, વિનુભાઇ પરમાર,  તેજસભાઇ ત્રીવેદી, મિલનભાઈ શુક્‍લ, હરેશભાઈ જોષી, સમીરભાઈ ખીરા, રસિકભાઈ કાવઠિયા, અજયભાઈ પરમાર, મનીષભાઇ ચાંગેલા, નિદતભાઈ બારોટ, નાથાભાઈ ટોળિયા, દિલીપભાઈ પટેલ, મેહુલભાઈ રૂપાણી,  કમલેશભાઈ ત્રીવેદી,  મહેશભાઈ ચૌહાણ, યજ્ઞેશભાઇ જોષી,  અનિલભાઈ પારેખ, ધીરુભાઈ મહેતા, નલીનભાઇ ઝવેરી,   કૌશિકભાઇ અઢિયા,   ભુપતભાઇ દવે, નલીનભાઇ વસા, ભાયાભાઈ સાહોલિયા, યુસુફભાઇ જોહર કાર્ડ, પ્રવીણભાઈ રાઠોડ, ભીમાભાઇ કેશવાલા, સાકિરભાઈ સાદીકોટ, હાસ્‍મીન યુસુફભાઈ, અનિલભાઈ દેસાઈ, ચેતનભાઈ રામાણી, નીતિનભાઈ ઢાંકેચા, તુલસીદાસ ગોંડલીયા, લલિતભાઈ શાહી, પરસોતમભાઈ સાવલીયા,  પોપટભાઈ ટોળિયા, સી. ટી. પટેલ, કમલેશભાઈ શાહ,  દેવાંગભાઈ દવે, હબીબભાઈ જુમાણી, હબીબ ગનીભાઈ, દિગુભા વાધેલા જયંતભાઈ પંડ્‍યા, મહેશભાઈ રાજપુત, જનાર્દનભાઈ પંડ્‍યા, દિનુમામા, ઉપેનભાઈ મોદી, ધીરુભાઈ સરવૈયા, ડો. ચંદારાણા, વસા બ્રધર્સ, ડો. ત્રીવેદી ન્‍યૂરો સર્જન, શીવભાઈ દવે, યોગીભાઈ પઢિયાર, ઉત્‍પલભાઈ જોષી(કુલપતિ, સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટી) નવીનભાઈ શેઠ, રામજીભાઇ શિયાણી, દેવાંગભાઈ પારેખ, મનીષ રાડિયા, એ.જી. મોદન, કૌશિકભાઇ મહેતા, શૈલેષભાઈ ઠાકર, પારસ મોદી, ધીરુભાઈ મહેતા, બલરામ કારીયા, રમેશભાઈ  ઘોડાસરા, લીલાભાઇ કડછા, પાર્થ ગણાત્રા,  જયેશભાઈ વસા, રમેશભાઈ ફળદુ, ગંભીરસિંહ પરમાર, નીતેશ કથીરીયા, પ્રવીણભાઈ ધોળકિયા, હીરાભાઈ જોગરાણા ડો. કમલભાઈ ડોડીયા, વશરામભાઇ સાગઠીયા, રાજુભાઈ પોબારૂ, જયંતીભાઈ સરધારા, દશરથભાઈ વાળા, ડો. સુરેશભાઈ જોષીપુરા, ધ્રુવ કુંડલ, જયદેવ જોષી, હબીબ કટારીયા, રાજુભાઈ જોષી, જે.ડી.ડાંગર, દિવ્‍યરાજસિંહ ગોહિલ, જયેશભાઈ સંઘાણી સહિતના સાથે ઉપસ્‍થિત રહ્યાં હતાં.

(2:38 PM IST)