News of Tuesday, 15th September 2026
સિવિલ હોસ્પિટલના ગેઇટ પાસેથી યુવાન બેભાન મળ્યા બાદ મોત
વાલીવારસ હોય તો પ્ર.નગર પોલીસનો સંપર્ક કરવો

રાજકોટ તા. ૧૫ઃ શહેરની પીડીયુ સિવિલ હોસ્પિટલના ગેઇટ પાસેથી અજાણ્યો આશરે ૩૫ વર્ષનો યુવાન બેભાન હાલતમાં મળી આવતાં સારવાર માટે ઇમર્જન્સી વોર્ડમાં ખસેડાયેલ. પરંતુ અહિ તેનું મૃત્યુ થયું હતું. હોસ્પિટલ ચોકીના સ્ટાફે જાણ કરતાં પ્ર.નગર પોલીસે કાર્યવાહી કરી હતી. તસ્વીરમાં દેખાતા મૃતકના સગા સંબંધી વાલીવારસ હોય તો પ્ર.નગર પોલીસનો ૬૩૫૯૬ ૨૭૪૦૫ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.
(3:19 PM IST)










