<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 19th October 2026

ખંભાળીયા પાસે મીની બસ પલ્‍ટી જતા ૧૦ને ઇજા

 

(કોૈશલ સવજાણી દ્વારા) ખંભાળીયા તા.૧૯: ખંભાળીયા- જામનગર રોડ પર અમદાવાથી દ્વારકા જતા ગાડી નં.ડીડી-૦૯-એકસ-૯૦૨૧ નંબરની ટેમ્‍પો ટ્રાવેલ્‍સ બસ દ્વારકા જતી હતી ત્‍યારે આરાધના ધામ પાસે અચાનક ટેમ્‍પોના ચાલકે ગાડી પર કાબુ ગુમાવા ટેમ્‍પો પલટી ખાઇ જતા રોડ નજીકના ખાડામાં ઉતરી પડી જતા તેમાં બેઠેલ બાર વ્‍યકિતઓ ફસાઇ ગયા હતા.

ખંભાળીયા ફાયર બ્રિગેડને કોલ આવતા તેઓ ઇરસાદભાઇ તથા  જીતેન્‍દ્ર પટેલ ઘટના સ્‍થળે પહોંચી ગયા હતા તથા ઇજાગ્રસ્‍તોને બસમાંથી બહાર કાઢયા હતા તથા ૧૦૮ની ટીમ પણ ઘટનાસ્‍થળે પહોંચી ગઇ હતી તથા ઇજાગ્રસ્‍તોને ખંભાળીયા હોસ્‍પિટલે પહોંચાડવા વ્‍યવસ્‍થા કરી હતી.

(1:14 PM IST)