<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 5th November 2026

જુનાગઢમાં ૧૦૮ કિ.મી.ના સાયકલોથોન

નશા મુક્‍તિ, સાયબર ફ્રોઙ જાગળતિ અને જરૂરિયાતમંદ બાળકોને શિક્ષણ આપવાનો ઉદ્દેશ

(વિનુ જોશી દ્વાર)જૂનાગઢઃ તા.પ, જૂનાગઢ વોકિંગ ક્‍લબ દ્વારા વિવિધ સેવાકીય પ્રવળતિના ઉદ્દેશ્‍યથી છેલ્લા પાંચ વર્ષથી સાઇકલ રાઈડ યોજવામાં આવે છે.નવા વર્ષ પ્રારંભે ૧૦ જાન્‍યુઆરીએ જૂનાગઢ ભુતનાથ મંદિર થી રામપરા અને ત્‍યારબાદ રૂપાલ ધામ અને ત્‍યાંથી પરત ભૂતનાથ મંદિર સુધીની ૧૦૮ કિલોમીટર લાંબી છઠ્ઠી સાયક્‍લોથોન યોજાશે. આ સાયકલોથોનમા  જૂનાગઢ, રાજકોટ, ભાવનગર, પોરબંદર, અમદાવાદ, વડોદરા, ભુજ, સુરત, મહેસાણા તથા મુંબઈ સહિતના શહેરોમાંથી મોટી સંખ્‍યામાં સાયકલલિસ્‍ટો જોડાશે. સાયકલોથોનના આયોજક કલ્‍પેશભાઈ હિંડોચાના જણાવ્‍યા મુજબ વોકિંગ ક્‍લબ માત્ર વોકિંગ કે સાયકલિંગ પૂરતું સીમિત નથી. ક્‍લબ દ્વારા સ્‍વિમિંગ, જિગ્નેશિયમ, ઘોડે સવારી, બેડમિન્‍ટન, રનીંગ, રસસાખેચ સહિતની પ્રવળત્તિઓ સાથે સંકળાયેલ છે.

જૂનાગઢ રેન્‍જ પોલીસ તથા ફિટ ઇન્‍ડિયા મુવમેન્‍ટના સહયોગથી યોજાનાર સાયકલિંગ ઇવેન્‍ટ દ્વારા નશાના દૂષણ સામે જાગળતિ ફેલાવવી, સાયબર ફ્રોઙ, જરૂરિયાતમંદ બાળકોના શિક્ષણમાં યોગદાન સહિતના ઉદ્દેશ્‍યથી કરવામાં આવશે. ક્‍લબનો હેતુ નાણાકીય નહીં પરંતુ સાયકલિંગનો અનુભવ અને વધુને વધુ લોકો ફિટનેસ તરફ વડે તે છે.સમગ્ર આયોજનને સફળ બનાવવા ડો કેતન ગઢવી, ડો સુનિલ લુણગરીયા, ડો રક્ષિત પીપળીયા, ડો કમલેશ બાખલખીયા, ડો મુકુદ ત્રિવેદી સહિતની ટીમ જહેમત ઉઠાવી રહી છે. સાયકલોથોનમા જોડાવવા,રજીસ્‍ટ્રેશન તથા  અંગે વધુ માહિતી માટે  કલ્‍પેશભાઈ હિંડોચા-૯૮૨૫૫૦૭૨૬૫,સફીભાઈ દલાલ -૯૮૨૪૮૬૮૧૯૫ નંબર પર રજીસ્‍ટ્રેશન કરાવવા વોકિંગ ક્‍લબની યાદીમાં જણાવ્‍યું છે.

(1:23 PM IST)