News of Saturday, 14th November 2026
કચ્છમાં મારૂતિનંદન લોજીસ્ટીક કંપની સાથે ૮.૪૬ કરોડની સાઇબર ઠગાઈમાં ૧૩ આરોપી ઝડપાયા
પૂર્વ કચ્છ પોલીસની ઝડપી કાર્યવાહી, આંતરરાજ્ય સાયબર ગેંગનો પર્દાફાશ, માસ્ટર માઈન્ડ પ્રવીણ રેગર સહિતના આરોપીઓ સામે અન્ય ગુનાઓ

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા.૧૪: પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારી જ્ઞાનેન્દ્રસિંહ મલિક ગુજરાત રાજ્ય તથા પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડીયા , સરહદી રેન્જ ભુજ-કચ્છ તથા પોલીસ મહાનિરીક્ષક બિપીન આહિરે સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સ ગાંધીનગર નાઓ દ્વારા સાયબર ક્રાઇમ રોકવા જરૂરી સુચના કરેલ જે અનવ્યે પોલીસ અધિક્ષક સાગર બાગમાર પૂર્વ કચ્છ, ગાંધીધામનાઓ દ્વારા સાયબર ફ્રોડના મોટી રકમના બનતા સાયબર ગુના કામે સંડોવાયેલ આરોપીઓને શોધી કાઢવા તેમજ આ પ્રકારના સાયબર ફ્રોડના ગુનાના ભોગ બનનાર ફરીયાદીને વધુમાં વધુ રકમ પરત મળે તે બાબતે ઝડપી અને સ્માર્ટ સાયબર નેટવર્કીંગ સીસ્ટમનો ઉપયોગ કરી કાર્યવાહી કરવા જરૂરી માર્ગદર્શન આપેલ હતું.
ફરીયાદીશ્રીના યશ બેન્ક ના એકાઉન્ટ ના સી.સી.ઓડી બેંક ખાતામાંથી વગર ઓટીપી અને વગર ઓથોરાઇઝ રીતે કોઇપણ રીતે નેટબેન્કીંગનું એક્સેસ મેળવી તેમની કંપનીના ખાતામાંથી કુલ-૨૧૧ અલગ-અલગ ટ્રાન્જેક્શન કરી કુલ રૂપિયા-૮,૪૬,૦૭૮૪૯/- (આઠ કરોડ છેતાળીસ લાખ સાત હજાર આઠસો ઓગણ પચાસ) જેટલી રકમ ઓનાલાઇન ટ્રાન્સફર કરી ફરીયાદીશ્રી સાથે ઓનલાઇન નાણાંકીય છેતરપીડી થયેલાનો ગુનો નોંધાયેલ હતો.
ટેકનિકલ એનાલીસીસ આધારે ધ્યાને આવતા પોલીસ ની અલગ અલગ ૧૦ ટીમો દ્વારા રાજય બહાર તપાસ હાથ ધરવામાં આવેલ અને આ ગુનાની તપાસમાં અમદાવાદ સાયબર ક્રાઇમ સેલ તથા સાયબર એકસલન્સ ગાંધીનગર ની ટીમની પણ મદદ મેળવવામાં આવેલ અને આ ગુનો આચરનાર આરોપીઓ દ્વારા બોગસ (શેલ) કંપનીઓ અને ભાડાના અલગ-અલગ બેંક એકાઉન્ટસ નો ઉપયોગ કરીને નાણાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા અને આ ગુના કામે હાલે કુલ ૧૩ આરોપીઓને અલગ અલગ રાજ્યો જેમાં ગુજરાત તથા આસામ, છતિસગઢ, રાજસ્થાન, મધ્યપ્રદેશ, તેલંગાણા તથા આંધપ્રદેશ દિલ્હી, હરીયાણા ખાતે થી પકડી પાડવામાં આવેલ છે અને આ ગુના કામે વધુ તપાસ ચાલુ છે. આ તપાસ દરમ્યાન સાયબર ફ્રોડમાં ગયેલ રકમ પૈકી રૂપીયા- ૩,૮૨,૭૩,૯૮૭ કરોડ જેટલી રકમ હોલ્ડ/ફ્રિજ કરાવવામાં સફળતા મળેલ છે.
પોલીસે પ્રવિણ ભેરૂલાલ રેગર ઉ.વ.૨૪ રહે-ભીંડર તા.ભીંડર જી.ઉદયપુર રાજસ્થાન, રઝાક મોહમ્મદ સુલતાનમોહમ્મદ મંસુરી ઉ.વ.૩૨ રહે-આકોલા ચીતોડગઢ રાજસ્થાન, સમૈયાહ મલ્લયાહ દામેરા ઉ.વ.૫૧ રહે- હજુરાબાદ જી.કરીમનગર તેલંગાણા, રાકેશ દલારામ સોલંકી ઉ.વ.૨૦ રહે-માણકલાવ જોધપુર રાજસ્થાન, મનીષ રામાનંદ આહીર ઉ.વ.૨૧ રહે-બુઆના જીલ્લો ઝુનુઝુનુ રાજસ્થાન, સચીન સુરેન્દ્રસિંધ આહીર ઉ.વ. ૨૩ રહે-બુહાના જીલ્લો ઝુનુઝુનુ રાજ્ય રાજસ્થાન, પ્રભુદાદાસ પ્રતાપ કુમાર દાસ ઉ.વ.૨૬ રહે-ગુવાહાટી રાજય-આસામ, ભાનુપ્રતાપ બીસાહુદાસ ઉ.વ.૩૨ રહે-બછેરા પારા ત્રીતા, બિલાસપુર, છત્તીસગઢ (આરોપીની છતીસગઢ ખાતેના ગુનામાં ધરપકડ બાકી હોય જેથી તેઓને સોપેલ છે) સોહિલખાન અજબખાન પઠાણ ઉ.વ.૨૦ રહે- ગુપ્તાનગર, એ.પી.એમ.સી. અમદાવાદ, અરમાન સલીમભાઈ ચૌહાણ ઉ.વ.૧૯ રહે-જુહાપુરા અમદાવાદ, રાહુલ રામજીભાઈ સોલંકી ઉ.વ.૩૬ રહેહુલર મીલ, જામનગર, હિરેનભાઇ સવજીભાઈ સોનાગરા ઉ.વ.૩૯ રહે- ગુલાબનગર જામનગર, કૈલાશચંદ્ર ગીરધારીલાલ ભીલ ઉ.વ.૩૮૨હે-આકોલા કપાસણ જી.ચીતોડગઢ રાજસ્થાનને ઝડપી લીધા છે.
મોબાઈલ ફોન નંગ-૧૪ કિ.રૂ. ૭૦,૦૦૦/-., લેપટોપ નંગ-૦૨ કિ.રૂ. ૪૦,૦૦૦/, સી.પી.યુ. હાર્ડડીસ્ક નંગ-૧ કિ.રૂ. ૩,૦૦૦/- જપ્ત કરેલ છે.
આ કામગીરીમાં સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર એમ.જે.હુણ તથા લોક્લ ક્રાઇમ બ્રાન્ચ પોલીસ ઇન્સ્પેકટર એસ.વી. ગોજીયા તથા પો.સબ.ઇન્સ. એચ.બી. કોવાડીયા, પો.સબ.ઇન્સ. આર.એમ. ડુવા, પો.સબ. ઇન્સ. ડી.જી.પટેલ, પો.સબ.ઇન્સ. કે.જે. વાઢેર, પો.સબ.ઇન્સ. સી.એમ. ચૌધરી તથા એલ.સી.બી ટીમ તથા અમદાવાદ સાયબર ક્રાઇમ સેલ તથા સાયબર એકસલન્સ ગાંધીનગરની ટીમ તથા ગાંધીધામ સાયબર ક્રાઇમ ટીમ તથા પોલીસ સ્ટેશનના પોલીસ સ્ટાફ સાથે આ કામગીરી કરવામાં આવેલ છે.(૨
(11:08 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
