News of Tuesday, 14th July 2026
ગોંડલમાં જુગાર રમતી ૧૩ મહિલા અને સંચાલક પકડાયોઃ ૧.૩પ લાખની રોકડ કબ્જે
ભવનાથનગરમાં ભગીરથસિંહ વાઘેલાના મકાનમાં બી-ડીવીઝન પોલીસનો દરોડો

રાજકોટ, તા. ૧૪ : ગોંડલના ભવનાથનગરમાં રહેણાંક મકાનમાં ચાલતા જુગારના હાટડા ઉપર બી-ડીવીઝન પોલીસે રેઇઇડ કરી જુગા રમતી ૧૩ મહિલા અને સંચાલકને ઝડપી લીધા હતા.
મળતી વિગતો મુજબ ગોંડલ ભવનાથનગર દતાત્રેય મંદિર પાસે રહેતા ભગીરથસિંહ વિરભદ્રસિંહ વાઘેલા તેના પત્ની હિનાબા મારફત તેના મકાનમાં જુગાર રમાડતા હોવાની બાતમી મળતા શ્રી સ.ત. વકારભાઇ ઉમરભાઇ અરબ એ.એસ.આઇ. બ.નં. ૦૭, ક્રાઇમ-૧, ડી.આઇ.જી.પી.ક ચેરી રાજકોટ રેન્જ, રાજકોટ મો. ૮ર૦૦૧૪૩૮૪૦ (૧) હિનાબા ભગીરથસિંહ વાઘેલા રહે. ગોંડલ ભવનાથનગર, દતાત્રેય મંદિરની બાજુમાં (ર) મયુરાબેન દીપકભાઇ અમૃતિયા રહે. ગોંડલ ગુંદાળા રોડ વલ્લભભવન સોસાયટી (૩) કિરણબેન ચંપકભાઇ પટેલ રહે. ગોંડલ યોગીનગર શેરી નં. ૮, (૪) રેખાબેન રણછોડભાઇ સાવલિયા ઘરકામ રહે. ગોંડલ (પ) કિશોરભાઇ દિલાવરસિંહ રાણા રહે. ગોંડલ રઘુવીર સોસાયટી (૬) ભાવનાબા ગજેન્દ્રસિંહ ગોહિલ રહે. ગોંડલ રામ હોસ્પિટલ પાછળ (૭) ભારતીબેન રાજેશભાઇ માંડલીયા કામ રહે. ગોંડલ, સમદ્વાર પાસે, પંચાવતીના ખુણા પાસે (૮) જયશ્રીબા પ્રદ્યુમનસિંહ ગોહિલ રહે. ગોંડલ, એસઆરપી (૯) ગીતાબેન સંજયભાઇ અમીપરા રહે. ગોંડલ તક્ષશિલા સોસાયટી ભકિત હોસ્પિટલ પાસે (૧૦) દક્ષાબેન જગદીશભાઇ ઝાલાવડિયા રહે. ગોંડલ સ્ટેશન પ્લોટ શેરી નં. ૧૯, (૧૧) જયશ્રીબેન હરેશભાઇ વાણિયા રહે. ગોંડલ, સ્ટેશન પ્લોટ, શિશુ મંદિર સ્કુલ પાસે, (૧ર) રીટાબા યોગેન્દ્રસિંહ જાડેજા રહે. ગોંડલ, ભવનાથ પ્લોટ (૧૩) નીલાબેન બિપીનભાઇ ગીરધરલાલ રહે. ગોંડલ મોટી બજાર (૧૪) ભગીરથસિંહ વિરભદ્રસિંહ વાઘેલા રહે. ગોંડલ, ભવનાથનગરને રોકડા રૂા. ૧,૩પ,૯૦૦ અને ગંજીપત્તા સાથે પકડી પાડી કાર્યવાહી કરી હતી
(11:36 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
