News of Wednesday, 4th November 2026
મોરબીના નવાગામ પાસે બાઇક સ્લીપ થતાં ૧૮ વર્ષના રાહુલ જોગડીયાનું મોત

રાજકોટ તા. ૪: વાહન અકસ્માતનો વધુ એક બનાવ જીવલેણ નીવડયો હતો. મોરબીના નવાગામ નજીક બાઇક સ્લીપ થઇ જતાં ૧૮ વર્ષના યુવાનનું ગંભીર ઇજા થતાં મૃત્યુ થયું છે. જાણવા મળ્યા મુજબ મોરબીના નવાગામ લક્ષમણનગરમાં રહેતો રાહુલ ભરતભાઇ જોગડીયા (ઉ.વ.૧૮) નામનો યુવાન ૨૮/૧૦ના રોજ બાઇક હંકારી કારખાનેથી ઘરે જમવા જતો હતો ત્યારે નવાગામ લખધીરનગર પાસે તેનું વાહન સ્લીપ થઇ જતાં ગંભીર ઇજા થઇ હતી. તેને મોરબી સારવાર અપાવી રાજકોટ ખસેડાયો હતો. પરંતુ અહિ ગત સાંજે મૃત્યુ થયું હતું.બનાવની જાણ થતાં મકનસર પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી. મૃત્યુ પામનાર રાહુલ બે ભાઇ અને એક બહેનમાં નાનો હતો. તે પિતા સાથે કારખાનામાં કામ કરતો હતો. કારખાનેથી ઘરે જમવા માટે જઇ રહ્યો હતો ત્યારે આ બનાવ બન્યો હતો. યુવાન દિકરાના મૃત્યુથી જોગડીયા-કોળી પરિવારમાં શોક વ્યાપી ગયો છે. મૃતદહેનું રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું.
(11:00 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
