<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 9th May 2026

માંગરોળ દરિયામાં ટોકન વગર માછીમારી કરતી ૨ બોટ ઝડપાઇ

બંને બોટનાં માલિક વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી

 

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ, તા.૯: માંગરોળ મરીન પોલીસ સ્‍ટેશનનો સ્‍ટાફ દરિયાઈ વિસ્‍તારમાં પેટ્રોલિંગમાં હતો ત્‍યારે માંગરોળ નજીક દરિયામાં શ્નમુસ્‍કાઙ્ખ નામની હોડીનું ચેકિંગ કરવામાં આવ્‍યું હતું. તપાસમાં આ હોડી પાસે માછીમારી માટે જરૂરી ઓનલાઇન ટોકન કે રજીસ્‍ટ્રેશન નંબર નહોતો.  હોડીના માલિક શેરીયાજબારાના અયુબભાઈ ઇબ્રાહીમભાઈ સમા  સામે લાયસન્‍સની શરતોનો ભંગ કરવા બદલ ગુનો નોંધ્‍યો હતો. આ ઉપરાંત પોલીસ તપાસમાં ‘જેલાની-૯' નામની હોડી હોડીના માલિક શેરીયાજબારાના અયુબભાઈ ઇબ્રાહીમભાઈ સમા દરિયામાં માછીમારી કરવા માટે જરૂરી ટોકન લીધા વગર મળી આવ્‍યા હતા. બંને કિસ્‍સામાં શખ્‍સોએ  રાષ્‍ટ્રીય સુરક્ષાની દ્રષ્ટિએ અતિ ગંભીર ગણાતા ઓનલાઇન ટોકન લીધા વગર દરિયામાં પ્રવેશ કર્યો હતો. પોલીસે ગુજરાત મત્‍સ્‍યોદ્યોગ (સુધારા) વટહુકમ-૨૦૨૦ની કલમ-૩(૪) તથા ૧(૧) મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

(12:09 PM IST)