તા. ૨૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક વદ – ૩ શુક્રવાર
News of Friday, 27th November 2026
થાન પંથકમાં ૨૦ મેટ્રીક ટન કાર્બોસેલ કોલસો જપ્ત

વઢવાણ તા.૨૬: થાનગઢ પોલીસે ખાખરાળી ગામની સીમમાં ખેતરમાંથી ૨૦ મેટ્રિક ટન કાર્બોસેલ કોલસો અને ખનનનાં સાધનો મળી ૬ લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો છે. આ મામલે વિશાલભાઈ રાજુભાઈ દેગામાને પકડવામાં આવ્યા છે.
પોલીસને ખાખરાળી ગામની સીમમાં આવેલી રણછોડભાઈ વિરજીભાઈ શેટાણીયાની માલિકીના ખેતરમાં ગેરકાયદે કોલસાનું ખનન થતું હોવાની બાતમી મળી હતી.
પોલીસે એક ટ્રેક્ટર, બે લોખંડના પાઇપ, એક બકેટ અને ૨૦ મેટ્રિક ટન કાર્બોસેલ કોલસો જપ્ત કર્યો હતો. કાયદેસરની કાર્યવાહી માટે ખાણ-ખનિજ વિભાગ, સુરેન્દ્રનગરને જાણ કરવામાં આવી છે.
પકડાયેલા વિશાલભાઈ રાજુભાઈ દેગામા ખાખરાળી, તાલુકો થાનગઢના રહેવાસી છે. દરોડાની કામગીરી પોલીસ ઇન્સ્પેક્ટર વી.યુ. ગડરીયાની આગેવાનીમાં થઈ હતી.
ટીમમાં પોલીસ હેડ કોન્સ્ટેબલ જયદીપભાઈ કલોત્રા અને પોલીસ કોન્સ્ટેબલ નરેશભાઈ ભોજીયા, અભયરાજસિંહ સીસોદીયા, હરપાલસિંહ પરમાર તથા મહિપતસિંહ ખેર જોડાયા હતા
(11:05 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
