News of Sunday, 21st June 2026
જામનગરના શાંતિનગર પાસેથી ઝબલામાં ઈંગ્લીશ દારૂના અલગ- અલગ બ્રાન્ડના 208 ચપલા સાથે આરોપી શક્તિસિંહ જાડેજાને ઝડપી લેવાયો
જામનગર સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન સર્વેલન્સ સ્ક્વોડે બાતમીના આધારે શાંતિનગર શેરી નં ,7 પાસેથી આરોપીને ઝડપી લીધો

જામનગર શહેરમા શાંતીનગર શેરી નં.૦૭ પાસેથી આરોપીના કબ્જામાં રહેલ બ્લુ કલરની ઝબલા થેલીઓ માથી ઇગ્લીશ દારૂ ના અલગ-અલગ બ્રાંન્ડના ચપલા નંગ-૨૦૮ કિ.રૂ૬૨,૬૨૪૦૦/-નો મદ્દામાલ જામનગર સીટી “બી” ડીવીઝન પોલીસ સ્ટેશન સર્વેલન્સ સ્કોર્ડએ પકડી પડ્યો છે
નાયબ પોલીસ મહાનિરીક્ષક રાજકોટ વિભાગ રાજકોટ, નિલીપ્ત રાય (IPS) નાઓ ધ્વારા પ્રોહીબીશન તથા જુગાર ધારા હેઠળના કેસો શોધી કાઢવા જણાવેલ હોય, જેથી જામનગર જીલ્લાના પોલીસ અધીક્ષક ડો. રવિ મોહન સૈની (IPS) તથા નાયબ પોલીસ અધિક્ષક જે.એન.ઝલાનાઓએ જામનગર જીલ્લા માથી દારૂ જુગારની બદીને નેસ્ત નાબુદ કરવા પ્રોહીબીશન તથા જુગાર ધારાના કેસો શોધી કાઢવા સુચના કરતા સીટી બી ડીવી. પો.સ્ટે. ના પોલીસ ઇન્સ.એન.એમ.ગઢવીનાઓના માર્ગદર્શન મુજબ સર્વેલન્સ સ્કોડના પો.સ.ઈ. ડી.જી.રાજ તથા સ્ટાફના માણસો પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા.
દરમ્યાન સીટી બી. ડીવી. પો.સ્ટે.ના સ્ટાફના ક્રિપાલસિંહ પી.સોઢા તથા જયદીપસિંહ અમરસિંહ જાડેજા તથા કલ્પેશભાઈ રમેશભાઇ અઘારાને મળેલ ખાનગી હકિકત આધારે જામનગર શહેરમાં શાંતીનગર શેરી નં.૦૭ પાસે રહેતા શક્તિસિંહ ધીરૂભા જાડેજા નાઓ પોતાના કબ્જામાં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો વેચાણ અર્થે રાખેલ છે તેવી હકીકત આધારે રેડ દરમ્યાન ઇંગ્લીશના અલગ-અલગ બ્રાન્ડના ચપલા નંગ ૨૦૮ મળી કિ.રૂ.૬૨,૪૦૦/-નો મુદામાલ કબ્જે કરી મજકુર આરોપી વિરૂધ્ધ પો. કોન્સ. કલ્પેશભાઇ રમેશહાઇ અઘારાએ ફરીયાદ રીપોર્ટ આપતા પો.હેડ કોન્સ. ક્રિપાલસિંહ પી.સોઢાનાઓએ પ્રોહીબીશન ધારા હેઠળ કાયદેસર ની કાર્યવાહી કરેલ છે. સદરહુ દારૂનો જથ્થો રાખનાર શક્તિસિંહ ધીરૂભા જાડેજા જાતે-દરબાર ઉ.વ.૨૬ ધંધો-મજુરી રહે. શાંતીનગર શેરી નં.૦૭ પાસે જામનગર મો.નં. ૭૫૭૫૮ ૧૪૯૪૭ વાળાને ઘોરણદર અટક કરી આગળ ની કાર્યવાહી હાથ ઘરેલ છે.
આ કામગીરી પોલીસ ઈન્સ.એન.એમ.ગઢવી તથા સર્વેલન્સ સ્કોડના પો.સબ ઇન્સ. ડી.જી.રાજ તથા એ.એસ.આઈ. મુકેશસિંહ રાણા, રાજેશભાઇ વેગડ, પો.હેડ.કોન્સ. ક્રીપાલસિંહ સોઢા, સંજયભાઇ પરમાર, દશરથસિંહ પરમાર, જયપાલસિંહ જાડેજા તથા પો.કોન્સ. સાજીદભાઈ બેલીમ, જયદીપસિંહ જાડેજા, પ્રહલાદસિંહ જાડેજા, કલ્પેશભાઈ અઘારા, ધર્મેન્દ્રસિંહ વાઢેર, કપીલભાઈ ગુજરીયા, નીલેશભાઇ ઠાકરીયા દ્વારા કરવામાં આવેલ છે.
(4:58 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
