News of Wednesday, 24th June 2026
સરધારના અણીયારાના ૨૬ વર્ષના જેશલ બાંભવાનું ટ્રકની ઠોકરે ચડી જતાં મૃત્યુ
નવા ૧૫૦ રીંગ રોડ પર બાઇક હંકારીને જતો હતો ત્યારે બનાવ

રાજકોટ તા. ૨૪: સરધારના અણીયારા ગામે રહેતાં યુવાનનું નવા ૧૫૦ રીંગ રોડ પર રાતે બાઇક સહિત ટ્રકની ઠોકરે ચડી જતાં ગંભીર ઇજા થવાથી મૃત્યુ થતાં પરિવારમાં કલ્પાંત સર્જાયો છે.
જાણવા મળ્યા મુજબ અણીયારા ગામે રહેતો જેશલભાઇ પાંચાભાઇ બાંભવા (ઉ.વ.૨૬) રાતે સાડા દસેક વાગ્યે નવા ૧૫૦ ફુટ રીંગ રોડ પર બાઇક હંકારીને જતો હતો ત્યારે રાધેક્રિષ્ના હોટેલ નજીક પહોંચતા ટ્રકની ઠોકરે ચડી જતાં બાઇક સહિત ફેંકાઇ જતાં ગંભીર ઇજાઓ થઇ હતી. તેને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. પરંતુ અહિ ટુંકી સારવાર દબા મૃત્યુ થતાં પરિવારજનોમાં ગમગીની વ્યાપી ગઇ હતી. હોસ્પિટલ ચોકીના સ્ટાફે જાણ કરતાં આજીડેમ પોલીસ સ્ટેશનના પીએઅસાઇ જે. એમ. જાડેજાએ જરૂરી કાર્યવાહી કરી હતી. યુવાન દિકરાના મૃત્યુથી બાંભવા પરિવારમાં કલ્પાંત સર્જાયો છે.
(10:37 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
