News of Monday, 29th June 2026
ધ્રાંગધ્રામાં ગભરામણ થયા બાદ ૨૬ વર્ષના કરણ પાલીવાલનું મોત
ખાનગી હોસ્પિટલના તબિબની બેદરકારીનો આક્ષેપ થતાં પોલીસે મૃતદેહ ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે રાજકોટ ખસેડયો કોન્ટ્રાક્ટ બેઝ પર જીઇબીમાં ડ્રાઇવીંગ કરતાં કરણના ૪ મહિના પહેલા જ લગ્ન થયા હતા

રાજકોટ તા. ૨૯: ધ્રાંગધ્રામાં રેલ્વે કોલોનીમાં રહેતાં કરણભાઇ યોગેશભાઇ પાલીવાલ (ઉ.વ.૨૬) નામના યુવાનને ગઇકાલે સાંજે અચાનક ગભરામણ થતાં શ્વાસમાં તકલીફ થતાં ધ્રાંગધ્રાની શ્રીજી હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. પરંતુ સારવાર દરમિયાન મૃત્યુ થતાં પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો. બનાવમાં તબિબની બેદરકારીનો આક્ષેપ પરિવારજનોએ કરતાં મૃતદેહને ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે રાજકોટ ખસેડાયો છે.
મૃત્યુ પામનાર કરણભાઇ બે ભાઇમાં મોટો હતો અને ચાર મહિના પહેલા જ તેના લગ્ન થયા હતાં. તે જીઇબીમાં કોન્ટ્રાક્ટ બેઝ પર ડ્રાઇવીંગ કરી ગુજરાન ચલાવતો હતો. તેના ભાઇ સહિતના સગા સ્વજનોએ આક્ષેપ કર્યો હતો કે જે હોસ્પિટલમાં અમે મારા ભાઇને લઇ ગયા ત્યાં એમડી પણ હાજર નહોતાં. કમ્પાઉન્ડરે સારવાર કરી હતી. આ દરમિયાન અમારા ભાઇનું મૃત્યુ થયું હતું. મોતનું કારણ જાણવા અમે ફોરેન્સિક પોસ્ટમોર્ટમની માંગણી કરી છે. હોસ્પિટલના તબિબની બેદરકારીથી અમે અમારા સ્વજનને ગુમાવ્યા છે. ધ્રાંગધ્રા પોલીસે મૃતદેહને ફોરેન્સિક પોસ્મમોર્ટમ માટે રાજકોટ ખસેડયો છે. આ બનાવથી પાલીવાલ-વણજારા પરિવારમાં કલ્પાંત સર્જાયો છે.
(11:57 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
