<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 23rd October 2026

જસદણ તાલુકામાં આરોગ્‍ય સાથે ચેડા કરતા ૩ બોગસ ડોક્‍ટરો ઝડપાયા

કાળાસર, આંબરડી અને લીલાપુરમાંથી પોલીસે દરોડા પાડી ઇન્‍જેક્‍શન-બાટલાનો જથ્‍થો જપ્ત કર્યો મોડી સાંજે રાજકોટ ગ્રામ્‍ય પોલીસની સઘન ઝુંબેશથી ફફડાટઃ વગર ડિગ્રીએ પ્રેક્‍ટિસ કરતા ત્રણ શખ્‍સો વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈઃ રાજકોટ જીલ્લામાંથી બીજા પણ બોગસ ડોક્‍ટરો ઝડપાયા હોવાની ચર્ચા

વિજય વસાણી દ્વારા), આટકોટ તા.૨૩: માન્‍ય ડિગ્રી વગર વર્ષોથી ગેરકાયદેસર રીતે દર્દીઓની સારવાર કરી નાગરિકોના આરોગ્‍ય સાથે ગંભીર ચેડાં કરતા બોગસ તબીબો સામે રાજકોટ જિલ્લા પોલીસે લાલ આંખ કરી છે. જિલ્લાભરમાં ચલાવવામાં આવી રહેલી વિશેષ તપાસ ઝુંબેશ અંતર્ગત જસદણ તાલુકામાંથી ત્રણ બોગસ ડોક્‍ટરો રંગે હાથ ઝડપાઈ જતાં ભારે ચકચાર મચી ગઈ છે. આટકોટથી વિજય વસાણી દ્વારા પ્રાપ્ત વિગતો અનુસાર, પોલીસે ત્રણેય આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની ધરપકડની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસમાંથી પ્રાપ્ત વિગતો મુજબ, જસદણ તાલુકાના ગ્રામ્‍ય વિસ્‍તારોમાં કોઈ પણ પ્રકારની અધિકળત ડિગ્રી કે લાયકાત ન હોવા છતાં લોકોના સ્‍વાસ્‍થ્‍ય સાથે ચેડાં કરીને ઇન્‍જેક્‍શન આપતા અને બાટલા ચડાવતા હોવાની ચોક્કસ બાતમી મળી હતી. આ બાતમીના આધારે પોલીસે દિવસભર સઘન તપાસ હાથ ધરીને કાળાસર ગામમાંથી સંતોષ શંકરરામ બિહારી, આંબરડી ગામમાંથી ચંદુ વાલજી પલાળીયા અને લીલાપુર ગામમાંથી અરવિંદ પ્રભુદાસ દેસાણીની ધરપકડ કરી લીધી હતી. પોલીસની આ રેડ દરમિયાન તબીબી સાધનો ઉપરાંત ઇન્‍જેક્‍શન, બાટલા અને વિવિધ દવાઓનો શંકાસ્‍પદ જથ્‍થો જપ્ત કરવામાં આવ્‍યો છે.

બિનસત્તાવાર સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, રાજકોટ જિલ્લાના અન્‍ય વિસ્‍તારોમાંથી પણ આ પ્રકારની ગેરકાયદે પ્રવળત્તિ આચરતા અન્‍ય બોગસ ડોક્‍ટરો પોલીસના સકંજામાં આવ્‍યા હોવાની ચર્ચા છે. હાલ પોલીસ દ્વારા સમગ્ર મામલે ઊંડાણપૂર્વક તપાસ કરીને આગળની કાનૂની કાર્યવાહી કરવામાં આવી રહી છે.

(1:27 PM IST)