News of Friday, 24th July 2026
લાઠીમાં ૩ ઇંચ સોૈરાષ્ટ્ર-કચ્છમાં મેઘાવી માહોલની જમાવટ
સાર્વત્રિક હળવો-ભારે વરસાદ શરૂ થતા વધુ વરસાદની આશા : વડિયા-કુંકાવાવમાં વધુ દોઢ ઇંચ વરસ્યોઃ કુલ ૧૦ ઇંચ

રાજકોટ, તા.૨૪: રાજકોટ સહિત સોૈરાષ્ટ્ર-કચ્છમાં સર્વત્ર મેઘાવી માહોલ બરાબરનો જામ્યો છે આવા વાતાવરણ વચ્ચે સવારથી બપોર સુધીમાં ઝાપટાથી માંડીને દોઢ ઇંચ જેટલો વરસાદ પડયો છે.
અમરેલી જીલ્લાના વડિયા કુંકાવવામાં આજે બપોરે વધુ દોઢ ઇંચ વરસાદ પડતા કાલે સાંજથી આજે બપોર સુધીમાં ૧૦ ઇંચ વરસાદ જયારે
ગારીયાધારમાં દોઢ, શિહોર, પાલીતાણામાં પોણો ઇંચ વરસાદ પડયો છે. જયારે સાવરકુંડલામાં ૧ ઇંચ વરસ્યો છે.
આ ઉપરાંત જૂનાગઢ, મેંદરડા, ભાણવડ, રાજકોટ, ઉમરાળામાં ઝાપટા પડયા છે.
(3:26 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
