<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 14th May 2026

મોરબીના સાદુળકા ગામે ખેતતલાવટીમાં ડૂબી જતા કાકા-ભત્રીજા સહિત ૩ ના મોતની અરેરાટી

બકરા ચરાવવા ગયેલા માલધારી હાથ-પગ ધોવા જતા ઉંડા પાણીમાં ગરકાવ થઇ ગયા : માલધારી પરિવારમાં કલ્‍પાંત

(પ્રવિણ વ્‍યાસ દ્વારા) મોરબી, તા., ૧૪:   મોરબી નજીક જૂના સાદુળકા ગામની સીમમાં આવેલી ખેત તલાવડીમાં ૩ લોકોના ડૂબી જવાથી મોત થયા છે. ફાયર બ્રિગેડ દ્વારા બહાર કાઢવામાં આવેલા ત્રણેય મળતકોની ઓળખ થઈ ગઈ છે, જેમાં કાકા-ભત્રીજા સહિત ત્રણ લોકોએ પોતાનો જીવ ગુમાવ્‍યો હોવાનું ખુલ્‍યું છે. આ તમામ લોકો બકરા ચરાવવા માટે ગયા હતા અને ખેત તલાવડીમાં હાથ-પગ ધોવા તેમજ નાહવા જતા આ હૃદયદ્રાવક કરુણાંતિકા સર્જાઈ હતી.

પ્રાપ્ત વિગતો અનુસાર, આ ગોઝારી ઘટના મોરબીમાં લક્ષ્મીનગરની પાછળ અને આર્યવ્રત સ્‍કૂલની પાછળ આવેલી જૂના સાદુરકા ગામની સીમમાં એક ખેત તલાવડીમાં બની હતી. આજે સવારે આ ત્રણેય લોકો પોતાના બકરા ચરાવવા માટે આ વિસ્‍તારમાં ગયા હતા. બપોરના સમયે જ્‍યારે તેઓ ખેત તલાવડી પાસે હાથ-પગ ધોવા અને નાહવા માટે ગયા, ત્‍યારે અચાનક સંતુલન ગુમાવતા કે પાણીની ઊંડાઈનો અંદાજ ન આવતા તેઓ અંદર પડી ગયા હતા. પાણી ઊંડું હોવાથી ત્રણેય લોકો તેમાં ગરકાવ થઈ ગયા હતા અને ડૂબી જવાના કારણે તેમના કરુણ મોત નીપજ્‍યા હતા.

ફાયર બ્રિગેડની ટીમે કલાકોની જહેમત બાદ પાણીમાંથી બહાર કાઢેલા ત્રણેય મળતદેહોની ઓળખ ક૨વામાં આવી છે. મળતકોમાં હાથાભાઈ પૂંજાભાઈ રાતડીયા (ઉંમર ૨૮, રહે. લક્ષ્મીનગર), જયદેવ સોડાભાઈ રાતડીયા (ઉંમર ૧૧) અને કારૂભાઈ ગીગાભાઈ વહેરા (ઉંમર ૩૧, રહે. ધરમપુર) નો સમાવેશ થાય છે. આ કરુણ બનાવમાં મળત્‍યુ પામનાર હાથાભાઈ અને ૧૧ વર્ષીય માસૂમ જયદેવ બંને સંબંધમાં કાકો-ભત્રીજો થાય છે. કાકા-ભત્રીજા સહિત ત્રણ લોકોના અકાળે મોત નિપજતા લક્ષ્મીનગર અને ધરમપુર ગામમાં ભારે અરેરાટી વ્‍યાપી ગઈ છે અને મળતકોના પરિવારજનોમાં કલ્‍પાંત છવાઈ ગયો છે.

 

(11:54 AM IST)