<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 30th June 2026

જામનગરમાં ફાયર NOC વિના ચાલતા 3 ટ્યુશન ક્લાસને સીલ કરાયા

3 દિવસના વિરામ બાદ ફાયર વિભાગની ચકાસણીમાં આ ખામી સામે આવી

જામનગર શહેરમાં ફાયર NOC વિના ચાલતા 3 ટ્યુશન ક્લાસને સીલ કરી દેવામાં આવ્યા છે. 3 દિવસના વિરામ બાદ ફાયર વિભાગની ચકાસણીમાં આ ખામી સામે આવી હતી. ટ્યુશન કલાસમાં ફાયર સલામતી અંગે ઝુંબેશ હાથ ધરાઈ છે. દીપક શોપિંગ સેન્ટરમાં ઓમ ટ્યુશન ક્લાસ અને મોરલ ટ્યુશન ક્લાસ સીલ કરવામાં આવ્યા છે. રણજિતનગર વિસ્તારમાં કે.ડી. એકેડમી ટ્યુશન ક્લાસને પણ સીલ કરવામાં આવ્યા. ત્રણેય કોચિંગ ક્લાસના સંચાલકોને નોટિસ ફટકારવામાં આવી છે.

(12:49 AM IST)