<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 27th April 2026

મહુવાના ઉમણિયાવદર ગામે ૩૨૦૦ મતદારોનો ચૂંટણી બહિષ્‍કારઃ ૩ બુથ પર એક પણ મત ન પડયો

હાઈવે-૮ પર કટ ન આપતાં અકસ્‍માતો અને મુશ્‍કેલીથી કંટાળીને ગ્રામજનોએ લીધો નિર્ણયઃ વહીવટી તંત્રના પ્રયાસો નિષ્‍ફળ, બપોર સુધી સૂમસામ રહ્યા મતદાન મથકા

(રહીમ વસાયા દ્વારા)મહુવા તા.૨૭: તાલુકાના ઉમણિયાવદર ગામના ગ્રામજનોએ સ્‍થાનિક સ્‍વરાજ્‍યની ચૂંટણીનો સંપૂર્ણ બહિષ્‍કાર કર્યો છે. ૩૨૦૦ જેટલા મોટી સંખ્‍યામાં મતદારો ધરાવતા આ ગામમાં સ્‍થાપિત ૩ મતદાન બુથ પર બપોર સુધી એક પણ મત પડ્‍યો નથી.

ગ્રામજનોના જણાવ્‍યા મુજબ, ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે નંબર-૮ પર ઉમણિયાવદર ગામ પાસે હાઈવેમાં કટ (રસ્‍તો) આપવામાં આવ્‍યો નથી. જેના કારણે અવારનવાર નાના-મોટા અકસ્‍માતો સર્જાયા કરે છે. ગામના લોકોને મહુવા શહેર તરફ જવા-આવવા માટે પારાવાર મુશ્‍કેલીનો સામનો કરવો પડે છે. લાંબા સમયથી રજૂઆત કરવા છતાં તંત્ર દ્વારા કોઈ નિરાકરણ ન આવતાં ગ્રામજનોમાં ભારે રોષ છે.

ચૂંટણી બહિષ્‍કારની જાણ થતાં જ વહીવટી તંત્રના અધિકારીઓ અને પોલીસ સ્‍ટાફ ગામમાં પહોંચી ગયો હતો. અધિકારીઓએ ગ્રામજનોને સમજાવવાના સતત પ્રયત્‍નો કર્યા, હાઈવે કટનો પ્રશ્ન ઉકેલવાની ખાતરી પણ આપી. પરંતુ ગ્રામજનો પોતાની માંગ પર અડગ રહ્યા અને એક પણ વ્‍યક્‍તિએ મતદાન કર્યું નથી.

ગ્રામજનોનું કહેવું છે કે ચૂંટણી સમયે નેતાઓ વાયદા કરે છે પણ ચૂંટાયા બાદ કોઈ ધ્‍યાન આપતું નથી. જ્‍યાં સુધી હાઈવે પર કટની સમસ્‍યાનું નિરાકરણ નહીં આવે ત્‍યાં સુધી અમે મતદાન નહીં કરીએ

(1:38 PM IST)