News of Thursday, 29th October 2026
શ્રી સોમનાથ મંદિરમાં 3D-લાઈટ એન્ડ સાઉન્ડ શોનો ચોમાસાના વિરામ બાદ પ્રારંભ
દિવાળી વેકેશનમાં પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવના દર્શનાર્થે આવનાર ભક્તો માટે વિશેષ આકર્ષણઃ શો નો સમય સાયં આરતી બાદ સાંજે ૭-૪૫ વાગ્યાનો રહેશેઃ શનિવાર તથા રવિવાર તહેવારોના દિવસોમાં યાત્રી પ્રવાહને ધ્યાને લઇ બે શો યોજવામાં આવશે

(દિપક કક્કડ દ્વારા) વેરાવળ તા.૨૯: પ્રથમ જ્યોતિર્લિગ શ્રી સોમનાથ મહાદેવના દર્શને આવતા દેશવિદેશના યાત્રીઓ સમક્ષ શ્રી સોમનાથ તીર્થના યુગ યુગાંતરના ગૌરવને ઉજાગર કરતો ૩ઝ લાઈટ એન્ડ સાઉન્ડ શો ચોમાસાના વિરામ બાદ પુનઃ યાત્રીઓ માટે શરૂ કરવામાં આવ્યો છે.
દિવાળી વેકેશનમાં સોમનાથ મહાદેવ ના દર્શને આવનાર ભક્તો શ્રી સોમનાથ તીર્થના ઇતિહાસથી માહિતગાર થાય, કઈ રીતે ચંદ્રદેવના તપથી ભગવાન સોમનાથ આ ભૂમિ પર પધાર્યા, કઈ રીતે ભગવાન શ્રીકૃષ્ણ એ પોતાની અંતિમ લીલા દર્શાવી નિજધામ ગમન કર્યું. કઈ રીતે આ તીર્થ પ્રભાસ કેહવાયું. શું છે ધાર્મિક કથા? આ તમામ બાબતોને આધુનિક 3D લેઝર ટેકનોલોજીના ઉપયોગથી આવનાર યાત્રિકો માહિતગાર થાય તે માટે લાઇટ એન્ડ સાઉન્ડ શો નું નિર્માણ કરવામાં આવ્યું છે. જે શો આવનાર યાત્રીઓમાં પ્રસિદ્ધ છે. આ શો ચોમાસા દરમિયાન પ્રતિવર્ષ બંધ રહેતો હોય છે. પણ દિપાવલી પુર્વે પુનઃ આ શો યાત્રીઓ માટે શરૂ કરવામાં આવતો હોય છે.
ચોમાસાની સીઝન બાદ શ્રી સોમનાથ મહાદેવ મંદિરે લાઈટ એન્ડ સાઉન્ડ શો પ્રારંભ કરવામાં આવ્યો છે. શો નો સમય સાયં આરતી બાદ સાંજે ૭-૪૫ વાગ્યાનો રહેશે. શનિવાર તથા રવિવાર તહેવારોના દિવસોમાં યાત્રી પ્રવાહને ધ્યાને લઇ બે શો યોજવામાં આવશે. જેની સર્વે યાત્રીઓએ નોંધ લેવી.
શો ની ટિકિટ મંદિર પરિસરના બહાર ડિજિટલ કેશલેસ કાઉન્ટર પર સાંજે ૬ વાગ્યાથી તેમજ મંદિર પરિસરમાં અલાયદા ટિકિટ કાઉન્ટર પરથી સાંજે ૬:૩૦ વાગ્યાથી મળશે. તેમ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ટ્રસ્ટ ના જનરલ મેનેજર વિજયસિહ ચાવડાની યાદીમાં જણાવાયું છે
(10:31 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
