News of Monday, 16th November 2026
મોરબીમાં પરણીત યુવાનને બ્લેકમેઇલ કરનાર મહિલા સહિત ૪ પકડાયા : આજે રીમાન્ડ મંગાશે
બહેન સાથે ફોનમાં વાતચીત કરે છે તેમ કહી પચાસ લાખની માંગણી કરી ૧ર લાખમાં સમાધાન કરી ઉઘરાણી માટે ધમકી આપતા'તાઃ એક શખ્સની શોધખોળ

તસ્વીરમાં પકડાયેલ આરોપીઓ નજરે પડે છે. (તસ્વીરઃ પ્રવિણ વ્યાસ-મોરબી) (૪.૮)(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી, તા., ૧૬ : પરિણીત યુવાનને બ્લેકમેઇલ કરનાર મહિલા સહીત ચારને પોલીસે પકડી પાડી રીમાન્ડ પર લેવા તજવીજ હાથ ધરી છે.
મોરબીના રવાપર રોડ ભંભોડીની વાડી આલાપ રોડના રહેવાસી નરેશભાઈ ચુનીલાલભાઈ નકુમ (ઉ.વ.૨૨) નામના યુવાને આરોપીઓ કિશન ઉર્ફે રાજુભાઈ મુછ્ડીયા રહે જાંબુડિયા, તેજશ પઢારીયા રહે રામપર તા. ટંકારા, ભાવેશ મનસુખ કણઝારીયા, ભીમજી મહાદેવ પરમાર અને કાજલ ભરત પરમાર રહે ત્રણેય મોરબી એમ પાંચ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોધાવી છે કે તા. ૦૨-૧૧ ના રોજ ફરિયાદી નરેશભાઈની મેરેજ એનીવર્સરી હોવાથી ઇન્સ્તાગ્રામમાંથી kajal parmar.47 માંથી હેપી મેરેજ એનીવર્સરી મેસેજ આવ્યો હતો જેથી યુવાને થેંકયું મેસેજ કર્યો હતો.
બાદમાં તા. ૦૩-૧૧ ના રોજ તા. ૦૪-૧૧ ના રોજ નેશનલ હાઈવે પર ફન હોટેલ બોલાવ્યો હતો અને આધાર કાર્ડ આપો કહેતા આધાર કાર્ડ આપ્યું હતું અને રૂમમાં ગયા હતા અમે બંને વાતચીત કરી કેટલા ભાઈ શું કરો છો પરિવારમાં કોણ છે વાતચીત કરી હતી અને શરીર સંબંધ બાંધ્યો ના હતો કે એવી કોઈ વાતચીત કરી ના હતી બંને હોટેલથી છુટા પડ્યા હતા બાદમાં તા. ૦૫-૧૧ ના રોજ કોલ આવ્યો અને આપણે મળ્યા તે ભાઈને ખબર પડી ગઈ છે જેથી સમાધાન કરવું પડશે તેવી વાત કરી હતી બાદમાં છોકરીના ભાઈ કિશન ઉર્ફે રાજુભાઈ મુછ્ડીયાએ ફોન કરી તું મારી બહેન સાથે ફોનમાં વાતચીત કરે છે તેને હોટેલમાં મળવા બોલાવેલ જેથી તું સમાધાન કરવા આવ નહીતર અમે તારા ઘરે આવશું કહીને પંચાસર ચોકડી મળવા ગયા હતા જ્યાં આરોપીઓ રજુ, તેજસ અને ભાવેશ સહિતના હતા ચાર આરોપીઓએ કાજલબેન સાથે વાતચીત કરી છે સમાધાનના રૂપિયા પચાસ લાખ આપવા પડશેગૂડ ર્મોનિંગ મેસેજ આવ્યો હતો પરંતુ કોઈ રીપ્લાય આપ્યો ના હતો અને સાંજે કેમ છો મજામાં શું કામ કરો છો તેવા મેસેજ આવ્યા હતા અને સાંજે વિડીયો કોલ કરી કહ્યું તમારી સાથે અગત્યની વાત કરવી છે મળવા આવજો કહીને સામાકાંઠે ફન હોટેલ મળવાનું કહ્યું હતું. જેથી પિતાજીને ફોન કરી પંચાસર ચોકડી બોલાવ્યા હતા અને પિતા તેમજ મામા હરજીવનભાઈ હડીયલ આવ્યા હતા અને પૈસાની વાતચીત કરતા છેલ્લા ૧૨ લાખ આપવાનું નક્કી કરી છુટા પડ્યા હતા બાદમાં આરોપીઓ મોબાઈલમાં પૈસાની ઉઘરાણી માટે ફોન કરતા હતા અને કોઈ જવાબ આપતા ના હતા બાદમાં તા. ૧૩-૧૧ ના રોજ કાજલબેન , તેના ભાઈ રાજુભાઈ મુછ્ડીયા ઘરે આવી પિતાજીને કહ્યું રૂપિયાની વાતચીત થઇ તેનું શું કરવાનું છે કહીને રૂપિયાની ઉઘરાણી કરવા લાગ્યા હતા અને રાજેશભાઈએ જો રૂપિયા નહિ આપે તો કાજલબેન પરમારને તારા ઘરે મૂકી જઈશ અને પૈસા નહિ આપો તો મારામારી પણ કરીશું તેવી ધમકીઓ આપી હતી મોરબી એ ડીવીઝન પોલીસે ફરિયાદ નોંધી આરોપીઓ રાજુભાઈ ઉર્ફે કિશન મોમજીભાઈ મુછ્ડીયા, તેજસભાઈ ઉર્ફે તેજો રમેશભાઈ પઢારીયા, ભીમજીભાઈ મહાદેવભાઈ પરમાર અને કાજલબેન ભરતભાઈ પરમાર એમ ચારને ઝડપી લીધા છે અન્ય આરોપી ભાવેશ મનસુખ કણઝારીયા રહે દલવાડી સર્કલ મોરબી વાળાને ઝડપી લેવા વધુ તપાસ ચલાવી છે. પકડાયેલ આરોપીઓને રીમાન્ડ અર્થે કોર્ટમાં રજુ કરાનાર છે.
(12:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
