News of Wednesday, 15th July 2026
વાંકાનેર રેલ્વેમાંથી ૨૨ લાખના વિજવાયરની ચોરીમાં ૪ રેલ કર્મચારી ઝડપાયા
નવા સમ્પહાઉસ નજીક પડેલા ભારેખમ વાયરના ડ્રમ ઉંચકવા ક્રેઇન- ટ્રકનો ઉપયોગ કર્યો'તોઃ વેર્સ્ટન રેલ્વે એમ્પલોયઝ યુનિયનના બ્રાંચ સેક્રેટરી અશોકકુમાર સહિત ૪ ની ધરપકડ

રાજકોટ તા.૧૫: વાંકાનેર રેલ્વેના સમ્પ વિસ્તારમાં પડેલા ત્રણ મહાકાય ડ્રમમાં પડેલા વિજવાયર ચોરીના મામલે ગત તા.૧૧ મીના રાજકોટના સિનિયર સેકસન એન્જીનીયર્સ (ઇલેકટ્રીક) દ્વારા રેલ્વે પ્રોટેકશન ફોર્સના આઇપીએફને અપાયેલી વિધિવત ફરિયાદ સંદર્ભે રેલ્વે પ્રોટેકશન ફોર્સ દ્વારા તાત્કાલીક તપાસ હાથધરી ચોરીના કાવતરામાં ઝડપાયેલ એમ્પોલયઝ યુનિયના બ્રાંચ સેક્રેટરી સહિત ૪ ને મુદામાલ સાથે ઝડપી લીધા છે.
વાંકાનેર રેલવે કોલોની વિસ્તારમાં આવેલા નવા સમ્પ હાઉસ પાસેથી રેલવેના રૂ.૨૨ લાખની કિંમતના કિંમતી ઇલેક્ટ્રિકલ કેબલના ત્રણ ડ્રમની ચોરી થતાં સમગ્ર રેલવે તંત્રમાં ભારે ચકચાર મચી ગઈ છે. આ ચકચારી ઘટનાની ગંભીરતાને પગલે મુંબઈ હેડ ક્વાર્ટર્સથી આઈજી ક્રમ ચીફ સિકયુરિટી કમિશનર અજય સદાની અને રાજકોટ ડિવિઝનલ સિકયુરિટી કમિશનર કમલેશ્વર સિંહ પણ વાંકાનેર દોડી આવ્યા હતા. આ મામલે રેલવે સુરક્ષા દળ દ્વારા સથન તપાસ હાથ ધરીને રેલવેના જ એક કર્મચારી સહિત કુલ ચાર શખ્સોની ધરપકડ કરી આરોપીઓના બે દિવસના રિમાન્ડ મેળવી વધુ પુછતાછ કરી છે.
પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ, ગત ૧૧ જુલાઈની રાત્રિ દરમિયાન અજાણ્યા શખ્સોએ નવા સમ્પ હાઉસ પાસેથી કેઈન જેવા ભારે મશીનનો ઉપયોગ કરી કેબલના કટોકટી સમાન ભારેખમ ત્રણ ડ્રમ ઊંચકીને મિની ટ્રકમાં લોડ કરી વીજ વાયરની ચોરી કરી હતી જેમા ૨૫ ચોરસ મિમી ક્ષમતાની ૫૧૩ મીટર લાંબી એક કેબલ તથા ૩૫ ચોરસ મિમી ક્ષમતાની અનુક્રમે ૪૯૪ મીટર અને ૫૦૨ મીટર લાંબી બે કેબલ મળી કુલ ૧,૫૦૯ મીટર લાંબો ઇલેક્ટ્રિકલ કેબલ ચોરી થયો હતો. આ અંગે વાંકાનેરના સિનિયર સેક્શન એન્જિનિયર દ્વારા RPFને લેખિત ફરિયાદ આપવામાં આવી હતી.
રેલવેની મિલકતની ચોરી અંગેની ફરિયાદના આધારે આરપીએફના પીઆઈ ડામોર સહિતની ટીમે આ ગુનામાં સંડોવાયેલો રેલ્વેમાં ડબલ્યુઆરઈયુ(વેસ્ટર્ન રેલ્વે એમ્પ્લોયઝ યુનીયન)ના બોંચ સેક્રેટરી અશોકકુમાર શ્રી રંગમ ભડિયાસી, કરણસિંહ જયવંતસિંહ જાડેજા, ઈસ્તિયાક અહેમદ ખાન(ડ્રાઇવર) અને રણછોડ રૈયાભાઈ ટોટા (ડ્રાઈવર) નામના ચાર આરોપીઓની ધરપકડ કરી પુછતાછ કરી હતી.(૨.૧૧)
(10:43 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
