News of Thursday, 18th June 2026
આદિપુર-ભુજ રેલ્વે લાઈન ડબલિગ માટે ૪૯૩ કરોડ મંજુરઃ સાંસદ વિનોદભાઈ ચાવડા
૪૯ કી.મી ટ્રેક ડબલ થતાં કનેક્ટિવિટી અને માલ પરિવહન ક્ષમતા વધશે, કચ્છના ઔદ્યોગિક વિકાસને વેગ મળશે

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૧૮: આદિપુર અને ભુજ વચ્ચે રેલ્વે લાઈન ડબલિગ માટે કેન્દ્ર સરકાર વતી રેલ્વે મંત્રાલય તરફથી મોટી મંજૂરી મળી છે. રૂ. ૪૯૩ કરોડનાં ખર્ચે આદિપુર-ભુજ વચ્ચે રેલ્વે ટ્રેક ડબલ કરવામાં આવશે તેવી જાહેરાતને કચ્છના સાંસદ વિનોદભાઈ ચાવડાએ આવકારી છે.
સાંસદ વિનોદભાઈ ચાવડાએ જણાવ્યું હતું કે આદિપુર અને ભુજ વચ્ચે ૪૯ કી.મી રેલ્વે ટ્રેક ડબલ થતાં રેલ્વે કનેકટીવીટી અને ક્ષમતા નોંધપાત્ર વધશે. બંને દિશામાંથી ૨ વધારાની ટ્રેનો દોડાવવાનો માર્ગ મોકળો થશે. દર વર્ષે ૧૨ મિલિયન ટનથી વધારાના માલ પરિવહન શક્ય બનશે. ટ્રાફિક ભારણ ઘટવાની સાથે ટ્રેનોની સમયબધ્ધતા પણ સુધરશે. આનાથી કચ્છના ઔદ્યોગિક અને આર્થિક વિકાસને ગતિ મળશે અને રેલ્વે ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો વિકાસ થશે.
તેમણે વધુમાં કહ્યું કે રેલવ્યવહાર કનેક્ટિવિટી વધતાં વડાપ્રધાનનાં નવ ભારત નિર્માણનો સંકલ્પ સાર્થક થશે. કચ્છના બંદરો અને ઔદ્યોગિક એકમોને સીધો ફાયદો થશે. માલવાહક ટ્રેનોની અવરજવર સરળ બનવાથી વેપાર-ઉદ્યોગને વેગ મળશે અને રોજગારીની નવી તકો સર્જાશે.
આ રેલ્વે લાઇનના ડબલિગના નિર્ણય બદલ શ્રી ચાવડાએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તથા રેલ્વે મંત્રાલયનો આભાર વ્યક્ત કર્યો છે. તેમણે કહ્યું કે કચ્છની જનતાની લાંબા સમયની માંગણી હવે પૂર્ણ થવા જઈ રહી છે અને આ પ્રોજેક્ટ કચ્છના વિકાસમાં સીમાચિホરૂપ બનશે.
(10:20 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
