News of Friday, 24th July 2026
કચ્છના રાપરમાં ૫ ઇંચઃ અન્યત્ર હજુ પણ ધોધમાર વરસાદની રાહ
ચોમાસાના પ્રારંભે હળવો વરસાદ વરસ્યા બાદ બીજા રાઉન્ડમાં ધોધમાર વરસાદ વર્ષે તેવી લોકોને આશા

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા.૨૪ : કચ્છના રાપરમાં કાલે સાંજથી આજે બપોર સુધીમાં ૫ ઇંચ જેટલો વરસાદ ખાબકતા સર્વત્ર પાણી-પાણી થઇ ગયું છે. રાપર સિવાય કચ્છના ભચાઉમાં પોણા બે ઇંચ વરસાદ પડયો છે. જયારે અંજારમાં પોણો ઇંચ, ગાંધીધામમાં અને ભુજમાં અડધો ઇંચ તથા નખત્રાણા, મુદ્રા અને માંડવીમાં હળવા ઝાપટા પડયા છે. કચ્છમાં પ્રથમ રાઉન્ડમાં સામાન્ય વરસાદ પડયા બાદ હવે બીજા રાઉન્ડમાં ધોધમાર વરસાદ પડે તેવી સોને આશા છે.
(1:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
