<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 3rd July 2026

ગીર સોમનાથ જિલ્લાના જંગલ વિસ્તારમાં ૭ ઇંચ તાલાળામાં ૫ ઇંચ વરસાદ : હિરણ-2 સિંચાઈ યોજનામાં નવા નીરની આવક: છેલ્લા 24 કલાકમાં 81 મિમી વરસાદ થતા જળસ્તર 2 મીટરે પહોંચ્યું

સૌરાષ્ટ્રમાં સતત વરસી રહેલા વરસાદથી હિરણ-2 સહિતની સિંચાઈ યોજનાઓમાં નવા નીર આવતા ખેડૂતોમાં ખુશીનો માહોલ : તંત્ર દ્વારા જળસ્તર પર સતત નજર: 16.88% ડેમ ભરાયો

 

 

 

(દિપક તન્ના દ્વારા)તાલાલા ગીર તા.૩ :  ગીર સોમનાથ જિલ્લાના જંગલ વિસ્તારમાં ૭ ઇંચ તથા તાલાળામાં ૫ ઇંચ વરસાદ પડ્યો છે.

ગીર-સોમનાથ જિલ્લાની હિરણ-2 સિંચાઈ યોજનામાં ઉપરવાસમાં પડી રહેલા ભારે વરસાદને કારણે નવા નીરની આવક શરૂ થઈ છે. તા. 3 જુલાઈ 2026 બપોરે 12 થી 2 વાગ્યા સુધીના ડેટા મુજબ ડેમની સ્થિતિમાં સુધારો નોંધાયો છે.

 છેલ્લા 2 કલાકમાં 42 મિમી અને છેલ્લા 24 કલાકમાં 81 મિમી વરસાદ નોંધાયો છે. આ સિઝનનો કુલ વરસાદ 186 મિમી સુધી પહોંચ્યો છે. ડેમની વર્તમાન સપાટી R.L. 64.43 મીટરે છે અને પાણીની ઊંડાઈ 2.01 મીટર નોંધાઈ છે. લાઈવ સ્ટોરેજ 2.956 MCM અને ગ્રોસ સ્ટોરેજ 6.513 MCM છે. હાલ ડેમ 16.88% ભરાયો છે.

        ડેમમાં 524.82 ક્યુસેક પાણીની આવક ચાલુ છે, જ્યારે આઉટફ્લો શૂન્ય છે. 41'×27' સાઈઝના તમામ 7 રેડિયલ ગેટ હાલ બંધ રાખવામાં આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં તેમજ આ સિઝનમાં અત્યાર સુધી ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું નથી. સિઝનલ વોટર પાસ 00 MCM છે.

       સૌરાષ્ટ્રમાં સતત વરસી રહેલા વરસાદથી હિરણ-2 સહિતની સિંચાઈ યોજનાઓમાં નવા નીર આવતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છે. તંત્ર દ્વારા જળસ્તર પર સતત નજર રાખવામાં આવી રહી છે.

(3:11 PM IST)