<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 22nd October 2026

૫.પૂ.જલારામ બાપાની ૨૨૭મી જન્‍મજયંતિની ભવ્‍ય ઉજવણી અંતર્ગત જામનગર લોહાણા સમાજની સાંજે મિટીંગ

રઘુવંશી ભાઈઓ, બહેનો, યુવાનોને ઉપસ્‍થિત રહેવા શ્રી જલારામ જયંતિ મહોત્‍સવ સમિતિ વતી સૌરભભાઈ બદિયાણીનો અનુરોધઃ ગુજરાત રઘુવંશી લોહાણા સમાજના પ્રમુખ જીતુભાઈ લાલ રહેશે ઉપસ્‍થિત

જામનગરઃ તા.૨૨, આગામી સવંત ૨૦૮૩ કારતક સુદ ૭ ને સોમવાર, તા.૧૬-૧૧-૨૦૨૬ ના રોજ સંત શીરોમણી ૫.પૂ.જલારામ બાપાની જન્‍મજયંતિનો ઉત્‍સવ આવી રહેલ હોય તે પ્રસંગને ધામધુમથી ઉજવવા તથા લોહાણા સમાજનું સમૂહ જ્ઞાતિ ભોજન (નાત) સહિતના પ્રસંગો ઉજવવાનું આયોજન કરવામાં આવશે.

આગામી પ્રસંગને વિશિષ્ટ રીતે ધામધૂમપૂર્વક ઉજવવાના આયોજન માટે જામનગર લોહાણા સમાજની મિટીંગ તા.૨૨-૧૦-૨૦૨૬ ને ગુરૂવારના રોજ સાંજે ૦૮-૩૦ થી ૦૯-૦૦ કલાક સુધી શ્રી લોહાણા મહાજનવાડી, પંચેશ્વર ટાવર, જામનગર ખાતે રાખવામાં આવેલ છે તો આ મિટીંગમાં લોહાણા જ્ઞાતિના ભાઈઓ-બહેનો, યુવાનો, વડિલો, લોહાણા સમાજની વિવિધ સંસ્‍થાના હોદેદારો સહિત તમામ કાર્યકરોને બહોળી સંખ્‍યામાં સમયસર ઉપસ્‍થિત રહેવા શ્રી જલારામ જયંતિ મહોત્‍સવ સમિતિના સદસ્‍ય સૌરભભાઈ બદિયાણીની યાદીમાં જણાવવામાં આવેલ છે.

આ મિટીંગમાં ગુજરાત રધુવંશી લોહાણા સમાજના પ્રમુખ જીતુભાઈ લાલ ખાસ ઉપસ્‍થિત રહેશે.

(1:14 PM IST)