<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 18th November 2026

પૂ.જીનાગમનિધિ શ્રીજી મ.સ.ની ૫૦૦ આયંબિલ તપનો ભાવનગરમાં પારણા મહોત્‍સવ

વર્ષીતપ માસક્ષમણ, સિદ્ધિતપ, સીદ્ધાચલ તથા ગિરનારજીની ૯૯ યાત્રા અઠ્ઠાઇ વગેરે ઉગ્ર તપશ્‍ચર્યા તપસ્‍વી સાધ્‍વીજી જીનાગમનિધિ શ્રીજી મહારાજ સાહેબ

રાજકોટઃ પરમ પૂજ્‍ય આચાર્ય દેવ કેસરસુરીશ્વરજી મહારાજ સાહેબના સમુદાયના આચાર્ય વિજય હેમપ્રભ સૂરીશ્વરજી મહારાજ સાહેબના ગુરુકળપા પાત્ર શિષ્‍ય વર્તમાન ગચ્‍છાધિપતિ વિજય વિજ્ઞાનપ્રભસૂરીશ્વરજી મહારાજ સાહેબના આજ્ઞાનુંવર્તી સરળ સ્‍વભાવી પરમ પૂજ્‍ય સાધ્‍વીજી ગુણસેના શ્રીજી મહારાજ સાહેબના શિષ્‍યા ૫૦૦ આયંબિલ ના તપસ્‍વી સાધ્‍વીજી જીનાગમનિધિ શ્રીજી મહારાજ સાહેબ નું તપ ૨૦ નવેમ્‍બરના રોજ ભાવનગર માં પારણા નો મહોત્‍સવ છે.

આ પહેલા પણ સાધ્‍વીજી ભગવંત એ  વર્ષીતપ માસ ક્ષમણ, સિદ્ધિતપ, સીદ્ધાચલ તથા ગિરનારજીની ૯૯ યાત્રા અઠ્ઠાઇ, વગેરે  ઉગ્ર તપશ્‍ચર્યા કરેલી છે. ભક્‍તામર ભક્‍તિની અનુષ્ઠાન ૧ થી ૨૨ ગાથા, તા.૧૭ના મંગળવાર સવારે ૧૦ કલાકે, ભક્‍તામર ભક્‍તિની અનુષ્ઠાન ૨૩ થી ૪૪ ગાથા તા.૧૮ના બુધવાર સવારે ૧૦:૦૦ કલાકે, શાંતીદાયક શાંતીધારા અભિષેક તા.૧૯ ગુરુવારના સવારે ૦૬:૪૫ કલાકે, કે. સી. પૂજામંડળની બહેનોની સાંજી ગુરુવાર ના સવારે ૧૦:૦૦ કલાકે, પાર્શ્વનાથ પંચકલ્‍યાણ પૂજા તિથિ ગુરૂવાર, ૦૨:૩૦ (બપોરે) કલાકે, ૫. પૂ. ગચ્‍છનાયક શ્રી આચાર્ય ભગવંત, શ્રી મુની ભગવંત, તપસ્‍વી શ્રી મ.સા. તથા શ્રમણીવળંદ, શ્રાવક, શ્રાવિકા, શ્રી ચતુર્વિધ સંઘ સાથે લાભાર્થીને ત્‍યાં વાજતે ગાજતે પગલા, તા.૨૦/૧૧ શુક્રવારના સવારે ૬:૩૦ કલાકે, તળપ્તિ મંડળની સાંજી ૨૦/૧૧/૨૦૨૬, શુક્રવારને સવારે ૧૦:૦૦ કલાકે, તાાત્ર પૂજા ૨૧/૧૧ શનિવાર ના રાખવામાં આવેલ છે. ભાવનગર મૂર્તિપૂજક કળષ્‍ણનગર વિભાગ જૈન સંઘ દ્વારા જૈન અગ્રણી ભરતભાઈ મહેતા (મો. નંબર ૯૮૨૪૪૪૯૮૯૪) ની તથા રજનીભાઇ મહેતાની યાદી જણાવે છે

(3:59 PM IST)