તા. ૧૦ એપ્રિલ ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ચૈત્ર સુદ – ૧૩ ગુરૂવાર
News of Saturday, 18th July 2026
મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે વિંછીયા તાલુકાની વિવિધ ગ્રામ પંચાયતોના ગ્રંથાલયમાં ૫૦૦ થી વધુ પુસ્તકો અર્પણ

(ધર્મેશ કલ્યાણી દ્વારા) જસદણ, શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર મંત્રી કુંવરજીભાઈ એમ. બાવળીયાએ વિંછીયા તાલુકાની જુદી જુદી ગ્રામ પંચાયતોના ગ્રામ ગ્રંથાલયમાં ૫૦૦થી વધુ પુસ્તકો અર્પણ કર્યા હતા. આ તકે મંત્રીશ્રી કુંવરજીભાઈએ જણાવ્યું હતું કે, છેવાડાના ગામમાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા છાત્રોને પુસ્તકો તેમજ અન્ય સાહિત્ય સરળતાથી ઉપલબ્ધ બને તે જરૂરી છે. વિદ્યાર્થીઓ કરંટ અફેર્સની સાથે સાહિત્યિક તથા ધાર્મિક પુસ્તકો થકી બૌદ્ધિક વિકાસ સાધી શકે તે માટે આ પુસ્તકો ઉપયોગી નીવડશે. મંત્રીશ્રીના હસ્તે વિંછીયા તાલુકાના અમરાપુર, મોઢુકા, પીપરડી, કંધેવાળીયા ગ્રામ પંચાયતમાં ગ્રંથાલય દીઠ ૧૮૮ પુસ્તકો આપવામાં આવ્યાં હતાં. રાજ્ય સરકાર દ્વારા આવનારા દિવસોમાં અન્ય ગ્રામ ગ્રંથાલયોમાં પણ પુસ્તકો વિતરિત કરવામાં આવશે. વધુમાં સ્વૈચ્છિક સેવાભાવી સંસ્થાઓ દ્વારા પણ જરૂરિયાત મુજબ રૂ.૮૦ હજાર સુધીની કિંમતના પુસ્તકો આપવામાં આવશે, જસદણ પુસ્તકાલયના અધિકારીશ્રી, વિંછીયા તાલુકાના પ્રમુખશ્રી, સરપંચશ્રીઓ, સદસ્યશ્રીઓ તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા
(10:53 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
